મેંગો ફ્રૂટી (Mango Frooti Recipe In Gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
શેર કરો

ઘટકો

40 થી 45 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 નંગ તોતાપુરી કેરી
  2. 2 નંગ હાફૂસ કેરી
  3. 3/4 કપખાંડ
  4. 3/4 બોટલપાણી

રાંધવાની સૂચનાઓ

40 થી 45 મિનિટ
  1. 1

    1 પેન માં પાણી ગરમ કરવા મૂકો. તેમાં ખાંડ ઉમેરો. ગેસ મધ્યમ રાખવો. તોતા અને હાફૂસ કેરી ના ટુકડા કરી લો.

  2. 2

    તોતા કેરી ની પ્યોરી બનાવી લો. પાણી ઊકળે અને બધી જ ખાંડ ઓગળી જાય એટલે તોતા કેરી ની પ્યોરી ઉમેરો અને સરખું મિક્સ કરી લો.

  3. 3

    હાફૂસ કેરી ની પ્યોરી બનાવી લો અને ઉમેરો. બધું સરખું મિક્સ કરી લો. મિશ્રણ ને ઉકળવા દો. 10 થી 15 મિનિટ બાદ ગેસ બંધ કરી દો.

  4. 4

    મિશ્રણને ગરણી થી ગાળી લો. મેંગો ફ્રૂટી તૈયાર છે. ફ્રીજ માં ઠંડુ થવા મૂકી દો. 3 થી 4 કલાક માં સરસ ઠંડુ થઈ જશે. સર્વ કરતી વખતે જરૂર લાગે તો પાણી કે જરૂર પ્રમાણે બરફ ના ટુકડા ઉમેરવા.

  5. 5

    ઠંડી ઠંડી મેંગો ફ્રૂટી સર્વ કરો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

Similar Recipes