કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)

Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668

#KRC
કચ્છી કડક એ કચ્છ નું સ્ટ્રીટ ફૂડ છે. આ રેસિપી ને કચ્છી મિસળ તરીકે પણ ઓળખવામાં આવે છે.

કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)

#KRC
કચ્છી કડક એ કચ્છ નું સ્ટ્રીટ ફૂડ છે. આ રેસિપી ને કચ્છી મિસળ તરીકે પણ ઓળખવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 10 ગ્રામદાબેલી નો મસાલો
  2. 2 નંગ મીડીયમ ટામેટા ની પ્યુરી/ટોમેટો સોસ
  3. 1 કપખજૂર આંબલી નો પલ્પ/આંબલી નો પલ્પ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. પાણી જરૂર મુજબ
  6. 3મીડિયમ નંગ બાફેલા બટાકા નો માવો
  7. મસાલા બી ગાર્નિશીંગ માટે
  8. ઝીણી સેવ ગાર્નિશીંગ માટે
  9. 4 - 5 ચમચીતેલ
  10. 1 - 2 નંગટોસ્ટ/ભટર(બટર)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ લઇ તેલ ગરમ થાય એટલે તેમાં દાબેલી નો મસાલો ઉમેરી ફટાફટ હલાવો નહીં તો મસાલો બળી જાય

  2. 2

    ત્યારબાદ તેમાં ખજૂર આંબલી નો પલ્પ ઉમેરી ને હલાવો. તમારે ખટાશ જોઇતી હોય તો માત્ર આંબલી નો પલ્પ ઉમેરો ત્યાર બાદ 2 3 ચમચી પાણી નાખી હલાવો

  3. 3

    ત્યારબાદ તેમાં.બાફેલા બટાકા નો માવપ ઉમેરી હલાવો. બાફેલા બટાકા પાણી ચૂસી લેશે એટલે થોડું પાણી ઉમેરી,મીઠું ઉમેરી હલાવો.તીખાશ માટે લાલ મરચું ઉમેરી શકાય

  4. 4

    ત્યારબાદ કોથમીર ઉમેરો

  5. 5

    એક પ્લેટ માં બટર / ટોસ્ટ ના કટકા મુકો ત્યારબાદ ઉપર બટાકા નું બનાવેલ મિશ્રણ પાથરો, ત્યારબાદ ટોમેટો સોસ પાથરો

  6. 6

    તેના પર ખજૂર આંબલી ની ચટણી,સેવ અને મસાલા વાળા બી છાંટી ગરમ ગરમ સર્વ કરો. કોથમીર થી ગાર્નિશ કરો

  7. 7

    અહીંયા મેં ડુંગળી લસણ ને ઉપયોગ માં નથી લીધા. તમે લસણ ની ચટણી અને લીલી ચટણી લઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668
પર

Similar Recipes