તુરીયા પાત્રા નું શાક(turiya Patra nu shaak recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#JSR
તુરીયા સાથે અળવી નાં પાન નાં પાત્રા ઉમેરી ને બનાવવા માં આવે છે.પાત્રા બનાવતી વખતે મસાલા ચડીયાતા ઉમેરવાંથી એકદમ મસાલેદાર બને છે. આ શાક ખાસ કરી ને દક્ષિણ ગુજરાત માં લગ્ન પ્રસંગે બનતું હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

12 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 500 ગ્રામતુરીયા
  2. 1 નંગપાત્રા નો વીટો(સમારેલો)
  3. 3-4 ચમચીતેલ
  4. 1/4 ચમચીરાઈ
  5. ચપટીહીંગ
  6. 6-8કળી લસણ (પેસ્ટ)
  7. 1-2 નંગતીખાં મરચાં
  8. 1નાનો ટુકડો આદુ (સમારેલું)
  9. 1/4 ચમચીહળદર
  10. 1 ચમચીધાણાજીરું પાવડર
  11. 1/4 ચમચીલાલ મરચું પાવડર
  12. મીઠું પ્રમાણસર
  13. 6-7 નંગકાજુ
  14. 1-2 ચમચીગોળ
  15. 2 ચમચીકોથમીર (ગાર્નિશ)
  16. 1-2ફ્રેશ કોકોનટ (ગાર્નિશ)

રાંધવાની સૂચનાઓ

12 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તુરીયા ને ચાખી ટેસ્ટ કરવાં.કડવા ન હોવાં જોઈએ.બાદ પીલર ની મદદ થી છાલ દૂર કરો.નાના પીસ કરી સમારવાં.

  2. 2

    કૂકર માં તેલ ગરમ કરી તેમાં રાઈ,હીંગ,આદું,
    મરચાં લસણ સોંતળી તુરીયા ઉમેરી મિક્સ કરો.તેમાં હળદર,મરચું,ધાણાજીરું, મીઠું ઉમેરી મિક્સ કરો.

  3. 3

    કાજુ અને ગોળ ઉમેરો.1/4 કપ જેટલું પાણી ઉમેરો. પાત્રા ને કટ્ટ કરી તેમાં ઉમેરી કૂકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે 2 સીટી થવાં દો.

  4. 4

    ઢાંકણ ખોલી કોથમીર અને ફ્રેશ કોકોનટ થી ગાર્નિશ કરી સર્વ કરો.

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Top Search in

Similar Recipes