ઘટકો

  1. ૧ વાટકીબેસન
  2. ૩ વાટકીછાશ
  3. ૧/૨ ટેબલ સ્પૂનઆદું‌-મરચાં ની પેસ્ટ
  4. ૧/૪ ટી સ્પૂનહળદર
  5. ૧/૪ ટી સ્પૂનહિંગ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧-૨ ટેબલ સ્પૂન સમારેલી કોથમીર
  8. વઘાર માટે:-
  9. ૨ ટેબલ સ્પૂનતેલ
  10. ૧ ટેબલ સ્પૂનરાઈ
  11. ૧ ટેબલ સ્પૂનતલ
  12. ૨ નંગસમારેલાં લીલાં મરચાં
  13. ૮-૧૦ મીઠા લીમડાના પાન
  14. ૧/૪ ટી સ્પૂનહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં બેસન, છાશ, આદુ મરચાની પેસ્ટ, હળદર, હિંગ અને મીઠું ઉમેરી તેને ગાંઠા ના પડે તેમ મિક્સ કરી લેવું.

  2. 2

    હવે કુકરમાં બે ગ્લાસ પાણી ઉમેરી પછી તેમાં કાંઠો મૂકી તેના ઉપર તપેલી મૂકવી. અને ઢાંકી દેવી પછી કુકર બંધ કરી ફાસ્ટ ગેસ પર 8 સીટી વગાડી ગેસ બંધ કરી લેવો. પછી કુકર ને ઠંડુ થવા દેવું.

  3. 3

    કુકરમાંથી તપેલી કાઢી તેને બરોબર મિક્સ કરી પ્લેટફોર્મ ઉપર અથવા ડીશમાં બેટરને પાથરી લેવું. ઠરી જાય પછી ચપ્પુથી કાપા પાડી તેના રોલ બનાવી લેવા.

  4. 4

    વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઈ, હિંગ, લીલા મરચા, લીમડો અને તલ ઉમેરી વઘાર તૈયાર કરવો.

  5. 5

    તૈયાર કરેલો વઘાર ખાંડવી ઉપર રેડવો છેલ્લે તેના ઉપર કોથમીર છાંટવી.

  6. 6

    તો તૈયાર છે સ્વાદિષ્ટ કુકરમાં બનેલી ખાંડવી.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes