કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
શેર કરો

ઘટકો

  1. 1 કપબેસન
  2. 3/4 કપદહીં
  3. 1+1/4 કપ પાણી
  4. 1 ટી સ્પૂનહળદર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 2 ટેબલ સ્પૂનતેલ
  7. 1 ટી સ્પૂનરાઈ
  8. 1/2 ટેબલ સ્પૂનતલ
  9. 5-6પાન મીઠો લીમડો ટુકડા કરેલ
  10. 1/2 ટી સ્પૂનલાલ મરચુ પાઉડર
  11. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કુકર મા આવે તેવી તપેલી મા બેસન લઈ દહીં એડ કરી હેન્ડ વ્હીસકર થી મીકસ કરો થોડુ થોડુ પાણી ઉમેરતા જઈ ગાઠા નો પડે તે રીતે મીકસ કરો.હળદર અને મીઠું એડ કરી મિક્સ કરો.

  2. 2

    કુકર મા પાણી નાખી કાંઠો મુકી તૈયાર કરેલ બેટર ની તપેલી મુકી કુકર નુ ઢાંકણ ઢાંકી દો.મીડિયમ આંચ પર 7-8 વ્હીસલ વાગે એટલે ગેસ બંધ કરી દો.

  3. 3

    વ્હીસલ માથી વરાળ નીકળી જાય એટલે તુરંત કુકર ખોલી તપેલી બહાર કાઢી બેટર હલાવી લો. સ્વચ્છ પ્લેટફોર્મ પર પાથરી દો.(કુકર ખોલ્યા પછીની પ્રોસેસ ઝડપથી કરવાની રહેશે).

  4. 4

    પાંચ મીનીટ પછી ખાંડવી ના કાપા પાડી રોલ વાળી લો.વઘારીયા મા તેલ લઈ રાઈ,તલ,લીમડો,હીંગ ઉમેરી દો.આ વઘાર ને ખાંડવી પર ફેલાવી દો.લાલ મરચુ પાઉડર સ્પ્રિંકલ કરી દો.

  5. 5

    તૈયાર છે આપણી ઝટપટ બની જતી કુકર ખાંડવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes