કુકર ખાંડવી વીથ પનીર સ્ટફિંગ (Cooker Khandvi With Paneer Stuffing Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 સવિગ
  1. 1 વાટકો બેસન
  2. 2 વાટકા પાણી
  3. 1/2 વાટકો ખાટી છાશ
  4. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  5. હીંગ
  6. 1/4 ચમચીહળદર
  7. 2 ચમચીતેલ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 100 ગ્રામખમણેલુ પનીર
  10. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માવલોટ લઈ લો ત્યાર બાદ તેમા પાણી છાશ મીઠું હળદર હીંગ નાખી બરાબર મીક્ષ કરી ગરણી થી ગાળી લો

  2. 2

    હવે તેમા પેસ્ટ તેલ નાખી બરાબર મીક્ષ કરો ગેસ ઉપર કુકર મા કાઠો રાખી 2 કપ પાણી નાખી ગરમ કરો ત્યાર બાદ તેમા તપેલી રાખી ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે 3 સીટી કરો

  3. 3

    તેને ઠંડુ થવા દો ત્યાર બાદ કુકર ખોલી તપેલી બહાર કાઢી બરાબર મીક્ષ કરી લો

  4. 4

    હવે પ્લેટફોર્મ પર ખાંડવી તવેથા ની મદદ થી પાતળી કરો તેની ઉપર કોથમીર ને પનીર નાખી રોલ તૈયાર કરો

  5. 5

    તો તૈયાર છે ફટાફટ બની જાય તેવી કુકર પનીર સ્ટફ ખાંડવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes