ખીર (Kheer Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

#TheChefStory
#ATW2
ખીર એ દરેક ગુજરતીની મનપસંદ વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩-૪ વ્યકિત
  1. ૧.૫ લીટર ફુલ ફેટ દૂધ
  2. ૧/૩ કપબાસમતી ચોખા
  3. ૧/૪ કપખાંડ
  4. ૨ ચમચીમિલ્ક પાઉડર
  5. ૨ ટેબલસ્પૂનકન્ડેન્સ્ડ મિલ્ક
  6. ૧/૨ ચમચીઘી
  7. ૨ ચમચીકાજુના ટુકડા
  8. ૨ ચમચીબદામના ટુકડા
  9. ૨ ચમચીપિસ્તાના ટુકડા
  10. ૨ ચમચીલાલ સુકી દ્રાક્ષ
  11. ૧/૨ ચમચીઈલાયચી પાઉડર
  12. ૩-૪ સુકી ગુલાબની પાંદડી
  13. ૨ ચમચીકસ્ટર્ડ પાઉડર
  14. ૧/૨ કપઠંડુ દૂધ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખાને ધોઈને ૧૫-૨૦ મિનિટ માટે પલાળી રાખો. હવે એક કડાઈમાં તળીયે ઘી લગાવી તેમાં દૂધ ગરમ કરવા મૂકો. બીજા પેનમાં ઘી લઈ કાપેલા કાજુ, બદામ, પિસ્તા અને દ્રાક્ષ શેકી લો.

  2. 2
  3. 3

    હવે દૂધ ઉકળે પછી તેમાં પલાળેલ ચોખા અને મિલ્ક પાઉડર ઉમેરી તેને ચડવા દો. તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી દૂધ કડાઈમાં ચોંટે નહીં.

  4. 4

    હવે તેમાં ખાંડ અને કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરી તેને બરાબર મિક્સ કરો. હવે ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર ઉમેરી, મિક્સ કરી ખીરમાં ઉમેરો અને તેને ૫-૧૦ મિનિટ માટે ફરીથી ઉકાળો.

  5. 5

    હવે ગેસ બંધ કરી તેમાં ઈલાયચી પાઉડર અને શેકેલા ડ્રાયફ્રૂટ ઉમેરી બરાબર મિક્સ કરી ઠંડુ કરી ફ્રીજમાં એકદમ ઠંડું કરી લો પછી તેને ઉપરથી બાકીના ડ્રાયફ્રૂટ અને ગુલાબની પાંદડીથી સજાવી ઠંડી ઠંડી સર્વ કરો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes