દૂધી-સાબુદાણા ની ખીર(dudhi sabudana ni kheer in Gujarati)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#વીકમીલ૨
સ્વાદિષ્ટ દૂઘી અને સાબુદાણા ની ખીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ જણ માટે
  1. ૧/૨લીટર દૂધ
  2. ૧/૨ કપખમણેલી દૂધી
  3. ૨ ટેબલ સ્પૂનસાબુદાણા
  4. ૧/૪ કપબાસમતી ચોખા
  5. ૧/૨ કપપાણી
  6. ૨ ટેબલ સ્પૂનઘી
  7. ૨ ટેબલ સ્પૂનબદામ ની પેસ્ટ
  8. ૧ કપમિલ્ક મેડ/ કન્ડેન્સ્ડ મિલ્ક
  9. ૧ ટી સ્પૂનઈલાયચી પાઉડર
  10. ૫-૬ રોસ્ટેડ બદામ ની કતરણ
  11. ૫-૬ પિસ્તા ના કતરણ
  12. કેસર નાં તાંતણા ભભરાવવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાસમતી ચોખા અને સાબુદાણા ને અલગ અલગ ઘોઈ અને ૧ કલાક પલાળી રાખો. પછી બાસમતી ચોખા માં થી પાણી નીતરી, મિક્સર માં બારીક ક્રશ કરી લો.બદામ ની પેસ્ટ બનાવી લો. દૂધી ખમણી લો.

  2. 2

    એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ખમણેલી દૂધી નાખી ને ૨-૩ મિનિટ સાંતળો. એમાં ૧/૪ લીટર દૂધ,૧/૨ કપ પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી, ઘીમે તાપમાન પર ઉકાળો. દૂધી નરમ પડે ત્યાં સુધી પકાવો.

  3. 3

    બીજા ગેસ પર જાડા તળિયા વાળી કઢાઈમાં ક્રશ કરેલા બાસમતી ચોખા અને સાબુદાણા નાખી એમાં ૧/૪ લીટર દૂધ ઉમેરો અને, મિક્સ કરી ને ધીમે તાપે ઉકાળવું.

  4. 4

    સાબુદાણા નરમ પડે એટલે તેમાં મિલ્ક મેડ,બદામ ની પેસ્ટ, ઈલાયચી પાઉડર નાખી ને મિક્સ કરો. આ મિશ્રણને દૂધી વાળુ મિશ્રણ માં ઉમેરીને બરાબર મિક્ષ કરો.

  5. 5

    ઘીમે તાપમાન પર પકાવો.ખીર જેવી થાય એટલે ગેસ બંધ કરવો. ઠંડું થવા દેવું.

  6. 6

    ઠંડાગાર સ્વાદિષ્ટ ગીલ-ઍ-ફીરદૌસ / દૂધી-સાબુદાણા ની ખીર સર્વિગ બોઉલ માં નાખી ને બદામ પિસ્તા ના કતરણ, કેસર નાં તાંતણા ભભરાવવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

Similar Recipes