તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

#ATW1
#TheChefStory
તવા પુલાવ એ સ્ટ્રીટનુ પ્રખ્યાત ફૂડ છે. પાવભાજી સાથે તવા પુલાવ ખાવો તો compulsary છે.

તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)

#ATW1
#TheChefStory
તવા પુલાવ એ સ્ટ્રીટનુ પ્રખ્યાત ફૂડ છે. પાવભાજી સાથે તવા પુલાવ ખાવો તો compulsary છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩-૪ વ્યકિત
  1. ૨ કપબાસમતી ચોખા
  2. ૧ નંગલાંબી સમારેલ ડુંગળી
  3. ૧ નંગકેપ્સીકમના કટકા
  4. ૧ નંગટામેટાના કટકા
  5. ૧/૨ કપસમારેલ કોબીજ
  6. ૧/૪ કપબાફેલા લીલાં વટાણા
  7. ૨ ચમચીહળદર
  8. ૨ ચમચીધાણાજીરું
  9. ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  10. મીઠું સ્વાદ મુજબ
  11. ૨ ચમચીપાવભાજી મસાલો
  12. ૧ ચમચીલીંબુનો રસ
  13. સમારેલી કોથમીર જરૂર મુજબ
  14. ૧ ટેબલસ્પૂનબટર
  15. ૨ ટેબલસ્પૂનતેલ
  16. પાણી જરૂર મુજબ
  17. લાલ ચટણી માટે -
  18. ૧ કપકાશ્મીરી સુકા લાલ મરચા
  19. ૧/૨ કપફોલેલું લસણ
  20. ૩-૪ નંગ લીલાં મરચાં
  21. ૧/૨ કપપાણી
  22. રાઈતું માટે ➡️
  23. ૧ કપદહીં
  24. ૧ નંગકાકડી
  25. ૨ નંગલીલાં મરચાં
  26. ૧ ચમચીશેકેલું જીરૂ
  27. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ કોઈ લાલ ચટણી બનાવવા માટે કાશ્મીરી લાલ સુકા મરચાને ગરમ પાણીમાં ૧૫-૨૦ મિનિટ માટે પલાળો. હવે તેને મિક્સર જારમાં લઈ તેમાં લસણ, લીલા મરચા ઉમેરી તેની પેસ્ટ બનાવી લો.

  2. 2

    હવે ચોખાને ૧૫-૨૦ મિનિટ સુધી પલાળી રાખી, તેને પાણીમાં મીઠું તથા ૧ ચમચી હળદર ઉમેરી તેને બાફી, ઓસાવી લો અને ઠંડા કરી લો.

  3. 3

    હવે એક મોટા તવામાં તેલ અને બટર લઈ, તેમાં જીરાનો વઘાર કરી, ડુંગળી ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.

  4. 4

    હવે તેમાં કેપ્સિકમ, વટાણા, કોબીજ, ટામેટાં ઉમેરી સાંતળો. હવે તેમાં બધા સૂકા મસાલા તથા ૩-૪ ટેબલસ્પૂન બનાવેલ લાલ ચટણી ઉમેરી મિક્સ કરો. હવે તેમાં ૧ કપ જેટલું ગરમ પાણી ઉમેરી તેને ૨ મિનિટ સાંતળો.

  5. 5
  6. 6

    હવે તેમાં બનાવેલ ભાત ઉમેરી, મિક્સ કરવું. હવે તેમાં લીંબુનો રસ, સમારેલી કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  7. 7

    રાઇતું માટે કાકડીને છીણીને, તેને દહીંમાં ઉમેરી, તેમાં મીઠું, સમારેલા લીલાં મરચાં, મીઠું, જીરું ઉમેરી બરાબર મિક્સ કરી તેને ગરમ ગરમ પુલાવ સાથે સર્વ કરો.

  8. 8
  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes