મુંબઈ ના ફેમસ તવા પુલાવ (Mumbai Famous Tava Pulao Recipe In Gujarati)

Archana Parmar
Archana Parmar @Archana_87

તવા પુલાવ એ ભારત નુ ફેમસ સ્ટ્રીટ વાનગી છે.તવા પુલાવ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. આજે મે મુંબઈ ના ફેમશ તવા પુલાવ બનાવીયા છે. જેમાં સૂકા લાલ મરચા ની ચટણી ,મિક્ષ શાક,અને હળદર મીઠું નાખીને બનાવેલ ભાત નો ઉપયોગ કરવામાં આવે છે અને આ તવા પુલાવ ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે.
તવા પુલાવ ને ડુંગળી, મરચાં ની ચટણી, પાપડ, લીંબુ, સાથે સર્વ ક્યા છે.
#cookpad
#AM2

મુંબઈ ના ફેમસ તવા પુલાવ (Mumbai Famous Tava Pulao Recipe In Gujarati)

તવા પુલાવ એ ભારત નુ ફેમસ સ્ટ્રીટ વાનગી છે.તવા પુલાવ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. આજે મે મુંબઈ ના ફેમશ તવા પુલાવ બનાવીયા છે. જેમાં સૂકા લાલ મરચા ની ચટણી ,મિક્ષ શાક,અને હળદર મીઠું નાખીને બનાવેલ ભાત નો ઉપયોગ કરવામાં આવે છે અને આ તવા પુલાવ ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે.
તવા પુલાવ ને ડુંગળી, મરચાં ની ચટણી, પાપડ, લીંબુ, સાથે સર્વ ક્યા છે.
#cookpad
#AM2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો માટે
  1. ૧ વાટકીભાત (બાસમતી)
  2. ૪ ચમચીતેલ
  3. ૨ ચમચીઅમૂલ બટર
  4. ૪ નંગમરચાં પલાળેલી
  5. કળી લસણ
  6. ૧/૨ ચમચીજીરૂ
  7. ૧/૨ ચમચીઆદુ
  8. ૧ ચમચીલીલા મરચા
  9. ૪ ચમચીડુંગળી
  10. ૪ ચમચીકોબી
  11. ૪ ચમચીલીલા કેપ્સીકમ
  12. ૪ ચમચીબાફેલા વટાણા
  13. ૪ ચમચીબાફેલા બટેક
  14. ૪ ચમચીટામેટા
  15. ૧ ચમચીપાવભાજી મસાલો
  16. ૧ ચમચીગરમ મસાલો
  17. ૧/૨હળદર
  18. ૧/૨મરચું
  19. ૧/૨ધાણાજીરૂ
  20. સ્વાદ પ્રમાણેમીઠું
  21. ૧ કપપાણી
  22. ૪ ચમચીલીલા ધાણા
  23. સર્વ કરવા માટે
  24. ડુંગળી ની સ્લાઈસ
  25. લાલ મરચાં ની ચટણી
  26. શેકેલા પાપડ
  27. લીંબુ
  28. પાવભાજી ની ભાજી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક વાટકી ભાત લઈ તેને બે થી ત્રણ વખત ધોઈ લો. તેને એક તપેલી માં લઈ પાણી નાખી ૧૫ મિનીટ સુધી પલાળવા દેવા. પછી એજ તપેલી ગેસ પર મૂકી તેના માં પ્રમાણ સર મીઠું થોડી હળદર નાખી. ભાત ને બાફવા દેવા.ભાત ને ૮૦% બફાવા દેવા.ભાત બફાઈ ગયા પછી. તેને એક કાણાં વાળા વાસણ માં પાણી નિતારી લેવુ. તેના પર ૨ ગ્લાસ ઠડું પાણી નાખવું. જેથી ભાત વધારે બફાઈ ના જાય.

  2. 2

    સૂકા લાલ મરચાં ને પલાળી લેવા. મીક્ષર જાર માં પલાળી રખેલા મરચાં નાખી. સ્વાદ પ્રમાણે મીઠું. લસણ ની કળી નાખી પાણી નાખી કક્ષ કરી લેવું.

  3. 3

    ગેસ પર તવો મૂકી ગરમ કરો. પછી તેમાં તેલ, અમૂલ બટર નાખી. જીરૂ નાંખી તેમાં સુધારેલી,ડુંગળી,ગાજર,કોબી,આદુ,
    મરચાં નાખી સાંતળો.તેમાં ટામેટાં,બધા મસાલા,ગરમ મસાલા,પાવભાજી મસાલો નાખો. સ્વાદ પ્રમાણે મીઠું નાખો થોડી વાર સુધી સાંતળો. જરૂર પડે તો તેમાં થોડું પાણી નાખી ચડવા દો. તેમાં લીલા બાફેલા વટાણા,બટાકા નાખી.મિક્ષ કરો.

  4. 4
  5. 5

    શાક ચડી ગયા પછી. શાક ની વચ્ચે ૧ ચમચી લાલ ચટણી નાખી થોડું બટર નાખી સતાડવું.બરાબર મિક્ષ કરી લેવું.

  6. 6

    તેમાં બાફેલા ભાત. થોડા ધાણા નાખી બરાબર મિક્ષ કરો. તો તૈયાર છે તવા પુલાવ.....

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Archana Parmar
Archana Parmar @Archana_87
પર

Similar Recipes