ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ઘઉંનો કરકરો લોટ
  2. 1 વાટકીઘી
  3. 1 વાટકીગોળ
  4. થોડાકાજુ બદામ ની કતરણ
  5. જાયફળ જરૂર મુજબ
  6. ચપટીખસખસ
  7. થોડી કીસમીસ
  8. ગરમ પાણી જરૂર મુજબ
  9. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં ઘઉંનો કરકરો લોટ ને ચારણી વડે ચાળી લો. પછી એમા તેલ નુ મોણ નાખી ને બરોબર મિક્સ કરો.

  2. 2

    એમાં નવશેકું ગરમ પાણી નાખી કઠણ લોટ બાંધી લો. પછી નાના મુઠીયા વાળી લો. તેલ થોડું ગરમ થાય એટલે મિડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી મુઠીયા તળી લેવા.

  3. 3

    મુઠીયા થોડા ઠંડા થવા દો. ત્યારબાદ મિક્સર જારમાં નાખી પીસી લો. ચારણી થી ચાળી લો પછી જાયફળ, કાજુ બદામ ની કતરણ અને કીસમીસ નાખી મિક્સ કરો.

  4. 4

    ઘી ગરમ કરો. પછી તેમા સુધારેલો ગોળ નાખો. ગોળ ને ઓગળી લો.ઓગળેલા ગોળ નું મિશ્રણ પીસી રાખેલ મુઠીયા માં નાખો. ને ચમચા વડે મિક્સ કરો.

  5. 5

    મનપસંદ સાઈઝ ના લાડુ વાળી લેવા.લાડુ પર ખસખસ લગાડી દેવી.

  6. 6

    ભોગ કે પ્રસાદ માટે ચુરમા ના લાડુ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
પર

ટિપ્પણીઓ

Similar Recipes