ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Janki K Mer
Janki K Mer @chef_janki

#GCR
#PR
Jain special recipe
Ganesh Chaturthi Chelleng
#Coopadgujrati
#CookpadIndia
ગણેશ ચતુર્થી એ મહારાષ્ટ્ર ના લોકો પ્રિય તહેવાર છે. ત્યાં બાપા ના સ્વાગત ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. હવે તો બધા શહેરો માં ગણેશ ચતુર્થી ની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી ભાદરવા સુદ ચોથ ના દિવસે મનાવવા આવે છે. ગણેશ ચતુર્થી ના દિવસે લોકો અલગ અલગ ફલેવરના મોદક અને લાડવા બનાવે છે. મેં અહીં ચૂરમા ના લાડુ બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 - 35 મિનિટ
5 વ્યક્તિ માટે
  1. 2 કપઘઉંનો કરકરો લોટ
  2. 1 કપગોળ
  3. 1/2 કપઘી
  4. 1/2 કપકાજુ નો કરકરો ભૂક્કો
  5. ખસખસ જરૂર મુજબ
  6. તેલ મોણ માટે (મૂઠી વળે તેટલું)
  7. તેલ તળવા માટે
  8. ગરમ પાણી જરૂર મુજબ (મૂઠિયાં માટે)
  9. 1 ટી સ્પૂનઘી (ગોળ ની પાઇ માટે)

રાંધવાની સૂચનાઓ

30 - 35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાણી ને થોડું ગરમ કરી લો. પછી એક કથરોટ માં લોટ લઈ તેમાં તેલ નું મોણ નાખી બરાબર મિક્સ કરી લેવાનું. પછી તેમાં ગરમ કરેલ પાણી ઉમેરાતાં જવાનું અને મૂઠિયાં તૈયાર કરી લેવાના.

  2. 2

    હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલા મૂઠિયાં ને બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળો. પછી મૂઠિયાં ને થોડા ઠરવા દો.

  3. 3

    હવે તેના નાના ટુકડા કરીને મિક્ષ્ચરમાં ક્રશ કરી લો. અને પછી કાજુ ને પણ અધકચરા ક્રશ કરી લો.

  4. 4

    હવે એક તપેલીમાં ગોળ લઈ તેમાં ઘી નાખી તેની પાઈ તૈયાર કરી લો. ખાસ ધ્યાન રાખવું કે ગોળ ઓગળી જાય ત્યાં સુધી જ કરવાનું. સાવ ધીમા તાપે કરવાની. ગોળ ઓગળી જાય પછી તરતજ ગેસ બંધ કરી દો. અને એક તપેલીમાં ઘી પણ ગરમ કરી લો.

  5. 5

    હવે આ પાઈ અને ગરમ કરેલ ઘી પણ ક્રશ કરેલા લોટ માં બરાબર મિક્સ કરી લો. પછી તેના તરત લાડવા વાળી લો. પછી તેની ઉપર ખસખસ લગાવી દો.

  6. 6

    હવે તૈયાર છે ગણપતિ બાપા ના પ્રિય એવા લાડવા.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janki K Mer
Janki K Mer @chef_janki
પર

Similar Recipes