ભાખરી ચુરમા ના લાડુ (Bhakhri Churma Ladoo Recipe In Gujarati)

Aarti tank
Aarti tank @Artitank
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. ૩ વાટકીઘઉંનો કરકરો લોટ
  2. ૪ ચમચીઘી મોણ માટે
  3. જરૂર મુજબ નવસેકું પાણી
  4. ૧ કપગોળ
  5. ૧/૨ કપઘી
  6. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  7. ૧/૪ ચમચીજાયફળ પાઉડર
  8. થોડાડ્રાયફ્રૂટ્સ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક તાસમાં લોટ લઈ તેમાં ઘી નું મોણ નાખી થોડું થોડું પાણી નાખતા જઈ લોટ બાંધી લેવો.દસ મિનિટ રેસ્ટ આપી એક સરખા લુવા બનાવી લેવા.

  2. 2

    હવે ભાખરી વણી લેવી અને તેના પર કાણા કરી દેવા જેથી કાચી ન રહે. તાવડી ગરમ કરી ધીમા તાપે ભાખરી બંને બાજુ શેકી લેવી.

  3. 3

    હવે ભાખરી ઠંડી પડે એટલે કટકા કરી લેવા મિક્સર જારમાં નાખી ક્રશ કરી લેવું ફાઇન પાઉડર બનાવી દેવો.

  4. 4

    ઘી અને ગોળ એક કડાઈમાં લઈ ગરમ કરવા મુકો ગોળ ઓગળી જાય એટલે ક્રશ કરેલ પાવડરમાં નાખી હાથેથી બરાબર મિક્સ કરી લાડુ બનાવવા.

  5. 5

    તો તૈયાર છે ગણપતિ બાપા માટે લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aarti tank
Aarti tank @Artitank
પર

Similar Recipes