ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
Rajkot

#લંચ
ગોળ ની પાઈ કરી ને બનાવ્યાં છે

ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

#લંચ
ગોળ ની પાઈ કરી ને બનાવ્યાં છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૧૨ નંગ
  1. ૩૫૦ ગ્રામ ઘઉં નો કરકરો લોટ
  2. ૧ ચમચો ચણા નો લોટ
  3. ૧ ચમચો રવો
  4. દૂધ જરૂર પ્રમાણે
  5. મોણ માટે તેલ અથવા ઘી
  6. તળવા માટે તેલ
  7. ૧૫૦ ગોળ વધારે ગળ્યું જોઈ તો ૫૦ ગ્રામ વધારે લેવો
  8. ૨૦૦ ગ્રામઘી
  9. કાજુ, બદામ જીણા સમારેલા
  10. ૧/૪જાયફળ
  11. ખસખસ થોડી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ઘઉં નો લોટ, રવો, ચણા નો લોટ ભેગા કરી મૂઠી પડતું મોણ ઉમેરી કઠણ લોટ બાંધો. દૂધ હુંફાળું ગરમ કરી તેના થી લોટ બાંધવો.

  2. 2

    તેના નાના મુઠિયા બનવી ગુલાબી રંગ ના તળી લો. ઠંડા થાય પછી ભૂકો કરી લો, જીણો ભૂકો ન કરતા થોડો જાડો રાખવો

  3. 3

    હવે કડાઈ મજ ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરો. પહેલા ગોળ તળિયે રહેશે થોડી વાર પછી ગોળ ઘી ઉપર આવી જાય ત્યારે પાઇ થઈ ગઈ કહેવાય આ મિશ્રણ લોટ માં ઉમેરી દો પછી કાજુ, બદામ, જાયફળ પાઉડર મિક્સ કરી લાડું વાળી ખસ ખસ લાગવી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
પર
Rajkot
રસોઈ બનાવવી મને ખુબ પ્રિય છે. નવી નવી વાનગી બનાવી ને ઘર પરિવાર ના સભ્યો ને પીરસવી ગમે. ગૃહિણી ને અન્નપૂર્ણા એમ જ નથી કહેતા. ધૂળ માંથી ધાન નિપજાવે તે નારી 🙏😊ખરુ ને
વધુ વાંચો

Similar Recipes