શાહી સેવૈયા કટોરી(Shahi Seviya Katori Recipe In Gujarati)

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપસેવૈયા,૨ ચમચી કાજુ,બદામ,પિસ્તા,૫૦૦ ગ્રામ દુધ,૨ ચમચી ઘી
  2. ૫ ચમચીમિલ્ક મેડ, ખાંડ જરુર મુજબ,૧/૨ કેસર, ત્રણ ચમચી પાણી,
  3. 3 નંગચેરી, રોઝ પેટલસ, ચોકલેટ સોસ ડેકોરેશન માટે

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    શાહી સેવૈયા કટોરી બનાવવા માટે કાજુ, બદામ, પિસ્તા જીણા સમારી લો એક પેનમાં દુધ ને ગરમ કરવા મૂકો તેમાં દુધ માં પલાડળેલી કેસર ઉમેરીને દસ થી પંદર મિનિટ ઉકાળો પછી બે ચમચી જેટલો મિલ્ક મેડ ઉમેરો અને હલાવીને પછી દુધ થીક થાય પછી તેમાં જરુર મુજબ ખાંડ ઉમેરી કાજુ,બદામ, પિસ્તા ની કતરણ ઉમેરીને રબડી બનાવો અને રબડી ને ફ્રીજમાં ઠંડી કરો

  2. 2

    એક કડાઈમાં ઘી ઉમેરો ઘી ગરમ થાય પછી સેવૈયા ઉમેરીને પાંચેક મિનિટ સુધી ધીમા ગેસ પર હલાવતા રહો જ્યા સુધી સેવૈયા નો કલર બદલાઈ ને બ્રાઉન થાય પછી તેમાં બે થી ત્રણ ચમચી જેટલો પાણી ઉમેરી ને (જરુર મુજબ) હલાવીને સેવૈયા ચડી જાય પછી મિલ્ક મેડ ઉમેરી ને બરાબર મિક્સ કરો એક નાની વાટકી કે મફીલસ મોલ્ડ માં નીચે તેલ થી ગ્રીસ કરેલી પ્લાસ્ટિક મુકી તેમાં બનાવેલી સેવૈયા ભરી દબાવી ને શેપ આપી દો અને ફ્રીજ માં દસ થી પંદર મિનિટ સેટ થવા દો પછી અન મોલ્ડ કરો

  3. 3

    ત્યાં બાદ છોટ ગ્લાસ માં રબડી નાખી અને સેવૈયા ગ્લાસ પર મૂકી તેમાં ઠંડી રબડી ભરી અને પિસ્તા, બદામ,રોઝ પેટલસ, અને ચેરી છું ડેકોરેશન કરી સવ કરો.

  4. 4

    આપણે જનરલી સેવૈયા ખીર દરેક પ્રસંગે કે પ્રસાદ માં બનાવતા જ હોઈએ છીએ તો બસ આમા એજ વસ્તુઓ વપરાય છે અને એક સરસ સ્વીટ ડીશ બને છે જે બાળકો થી માંડી ને વડીલો પણ ભાવશે કંઈક અલગ લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145
પર

Similar Recipes