મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

Bansi patel
Bansi patel @Bansi123

મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. 1/2 કપદૂધ
  2. 2 કપકરકરો ચણા નો લોટ
  3. 1 કપખાંડ
  4. 1 કપઘી
  5. 8-10કેસર ના તાતના
  6. 2-3 ચમચીપિસ્તા ની કતરણ
  7. 2-3 ચમચીબદામ ની કતરણ
  8. 2-3 ચમચીકાજુ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં ચણાનોલોટ લ્યો,ત્યારબાદ તેમાં ૩ ચમચી ઘી નાખી હાથ વડેબરાબર મિક્સ કરો
    ત્યારબાદ તેમાં ૩ ચમચી દૂધ ઉમેરી ફરીથી બધુબરોબર મિક્સ કરો,બધું જ મિક્સ થઈ જાય એટલે તૈયારમિશ્રણને ઢાંકીને પંદરથી વીસ મિનિટ એક બાજુ મૂકી દો. પંદરથી વીસ મિનિટ 12 ચણાના મિશ્રણને મિક્સર જારમાં લઈ બરોબર પીસી લ્યો અથવા તો ચારણી વડે ચાળી લ્યો જેથી તેમાં થયેલા ગાંઠા નીકળી જાય.

  2. 2

    હવે ગેસ પર એક કડાઈમાં પોણો કપ ઘી ગરમ કરવામુકો,ઘી ગરમ થાય એટલે તેમાં ચણા વાળું મિશ્રણનાખી બરોબર હલાવતા જઈ ધીમે તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો.મિશ્રણ બરાબર શેકાઈ જાય એટલે તેમાં 1/2 કપદૂધ થોડું થોડું કરી નાખો ને શેકતા જઈ હલાવતા જઈ બરોબર શેકો.બધું જ મિશ્રણ બરાબર શેકાઈ જાય એટલે ગેસ પરથીઉતારી એક બાજુ મૂકી દો.

  3. 3

    હવે ગેસ પર બીજા એક વાસણમાંએક કપ ખાંડ તેમાં 1/2 કપ પાણી નાખી બરોબર હલાવો,
    ખાંડ ઉકળી ને એકતારી ચાસણી કરો,ખાંડની એકતારી ચાસણી લેવી.

  4. 4

    ચાસણી બરોબર થઈ જાય એટલે તૈયાર ચાસણીને શેકેલાબેસનના મિશ્રણમાં નાખી બરોબર મિક્સ કરી હલાવી લો, ત્યારબાદ 4-5 મિનિટ માટે ગેસ પર મૂકી ફરીથી બધું મિશ્રણ બરોબર શેકી લો
    શેકીને તૈયાર થયેલી આ મિશ્રણને ગ્રીસ કરેલાવાસણમાં નાખી દયો,ત્યારબાદ મિશ્રણ ને એકસરખું પાથરી દયો

  5. 5

    શેકીને તૈયાર થયેલી આ મિશ્રણને ગ્રીસ કરેલાવાસણમાં નાખી દયો,ત્યારબાદ મિશ્રણ ને એકસરખું પાથરી દયો
    ત્યારબાદ ઉપરથી બદામની કતરણ,કાજુની કતરણ, પીસ્તા ની કતરણ લગાડી ગાર્નિશકરી લ્યો
    હવે તૈયાર મોહનથાળની બેથી ત્રણ કલાક ઠંડુ થવાદો, ઠંડુ થઈ જાય ત્યારબાદ મનગમતી સાઈઝ ના કટકા કરી લ્યો તૈયાર છે મોહનથાળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi patel
Bansi patel @Bansi123
પર

Similar Recipes