મગ ની ચણા ની મિક્સ દાળ (Moong Chana Mix Dal Recipe In Gujarati)

Dhruti Raval
Dhruti Raval @Annpurana

#DR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિઓ
  1. 1 નાની વાટકીમગની મોગર દાળ
  2. 1 નાની વાટકીચણાની દાળ
  3. 1 નંગનાનું ટામેટું
  4. 1 નંગનાની ડુંગળી
  5. 6-7કળી લસણ બે લીલા મરચા
  6. 1નાનો ટુકડો આદુ મીઠો લીમડો એક ડાળખી
  7. 1/2 ટી સ્પુન હળદર
  8. દોઢ ચમચી લાલ કાશ્મીરી મરચું
  9. દોઢ ચમચી ધાણાજીરૂ
  10. 1 ચમચીગરમ મસાલો
  11. મીઠું સ્વાદ મુજબ
  12. વઘાર માટે
  13. બે ટેબલસ્પૂન તેલ
  14. રાઈ જીરૂ
  15. હિંગ
  16. લવિંગ
  17. તજ
  18. સૂકું લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બંને દાળને ધોઈને કુકરમાં બાફી લેવી ટામેટું ડુંગળી લસણ આદુ મરચાં ની મિક્સરમાં સ્મુધ પેસ્ટ બનાવી લેવી

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં રાઈ જીરું તજ લવિંગ સૂકું લાલ મરચું નાખી બધું બરાબર તતડે પછી હિંગ નાખી અને પેસ્ટ નાખી દેવી અને તેલ છૂટે ત્યાં સુધી સાતળવું

  3. 3

    હવે તેમાં મીઠું હળદર મરચું, ધાણાજીરૂ ગરમ મસાલો પાઉડર નાખી હલાવો થોડું પાણી નાખી મિક્સ કરવું ત્યારબાદ તેમાં દાળ નાખી એકદમ હલાવી એને ૧૦ થી ૧૫ મિનિટ ઉકળવા દેવી

  4. 4

    દાળ રેડી છે તમે તેને ખાઈ શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhruti Raval
Dhruti Raval @Annpurana
પર

ટિપ્પણીઓ

Similar Recipes