દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#TRO
તે મહારાષ્ટ્ર અને ગુજરાત માં કોજાગીરી પૂર્ણિમા અથવા શરદ પૂર્ણિમા માટે બનાવવા માં આવે છે.આ દૂધ પૌવા ને ધાબા પર રાખ્યાં પછી ખાવાં થી એસીડીટી દૂર થઈ જાય છે.આસો મહીને ડબ્બલ સિઝન હોય છે.પિત પ્રકોપ ને શાંત પાડે છે.તેથી પૂનમ નાં દિવસે ખાવા નો રિવાજ છે.
પૌઆ ફિકા ન લાગે તેનાં માટે અને તૂટી ન જાય તેનાં માટે અલગ પ્રકાર થી બનાવ્યાં છે.જેમાં ખડી સાકર નો ઉપયોગ કર્યો છે.જેથી હેલ્ધી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. પૌવા પલાળવા માટે:
  2. 1 કપપૌવા
  3. 1 1/2 કપદૂધ (હુંફાળું)
  4. 2-3 ચમચીખડી સાકર
  5. ચપટીઇલાયચી પાઉડર
  6. દૂધ માટે:
  7. 1/2લીટર દૂધ
  8. 3-4 ચમચીખડી સાકર
  9. ચપટીઇલાયચી પાઉડર
  10. 12-15કેસર નાં તાતણાં
  11. 2 ચમચીકાજુ નાં ટુકડાં
  12. 2-3 ચમચીબદામ નાં ટુકડાં
  13. પિસ્તા (ગાર્નિશ)

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કડાઈ માં મિડીયમ તાપે દૂધ ઉકળવાં મૂકો..તેમાં સાકર,ઇલાયચી પાઉડર અને કાજુ નાં ટુકડા ઉમેરો.

  2. 2

    બદામ નાં ટુકડાં ઉમેરી હલાવતાં રહેવું.ગેસ ધીમો રાખો.દૂધ ઉકળ્યાં બાદ ગેસ બંધ કરી ઠંડું થયા બાદ ફ્રીજ માં રાખવું..

  3. 3

    પૌવા ને ધોઈ ગરણા માં લઈ 2-3 મિનિટ રહેવાં દો.બાઉલ માં દૂધ લઈ તેમાં સાકર ઉમેરી મિક્સ કરો.પૌવા અને ઇલાયચી પાઉડર ઉમેરી ફ્રીજ માં રાખો.

  4. 4

    બાઉલ માં પહેલાં દૂધ પૌવા તેનાં પર ઉકાળેલું દૂધ ઉમેરી પિસ્તા થી ગાર્નિશ કરી સર્વ કરો.

  5. 5

    આ દૂધ પૌવા ઠંડા અથવા ગરમ સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes