નાનખટાઇ (Nankhatai Recipe In Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

લગભગ એકાદ વર્ષ ઉપર થઇ ગયું છે. અને હું ફરીથી કુકપેડ એપ ખોલી ગુજરાતીમાં રેસીપી લખવા બેઠી છું. વચ્ચે ઘણીવાર મન થયું પણ થોડીક આળસને કારણે પોસ્ટપોન્ડ થયું. આ વર્ષના 6 મહિના જેવો સમય બિમારીમાં અને બેડરેસ્ટમાં ગયો. તો હું રસોડામાં બહુ એક્ટિવ રહી જ નહોતી શકી.
કુકપેડ એપમાં પોતાના પ્રોફાઈલમાં રેસીપી રાખવાનો સૌથી મોટો ફાયદો એ છે કે બીજા સાથે તમે પણ પોતાની રેસીપીનો માપ સાથે રેકોર્ડ રાખી શકો છો. તો ફરી બનાવતા વિચારવા કે શોધવા જવાની જરૂર નથી રહેતી. આ હું પોતાના અનુભવથી કહું છું.

દિવાળીની રજાઓમાં મારા મમ્મીના ઘરે હતી ત્યારે મામાના ઘરે લઇ જવા માટે મમ્મીએ નાનખટાઇ બનાવવાનું કહ્યું. અને બહુ જ સરસ બની.તો મેં થોડાક પીક્સ લીધા. જેની સાથે અહીં રેસીપી શેર કરું છું. પહેલા બહુ શરુઆતમાં મેં નાનખટાઇ ની એક રેસીપી શેર કરી છે. આ રેસીપી એનાથી થોડીક અલગ છે અને રિઝલ્ટ વધારે સરસ મળે છે તો શેર કરું છું.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

1 કલાક
40-45 નંગ
  1. 1-1/2 કપ મેંદો
  2. 1 કપબેસન
  3. 6 ટેબલ સ્પૂનસોજી
  4. 2 કપદળેલી ખાંડ
  5. 12 ટેબલ સ્પૂનરુમ ટેમ્પરેચર વાળું ઘી(બિલકુલ ઓગળેલું ના લેવું)
  6. 1/4 ટીસ્પૂનબેકિંગ સોડા
  7. 1/4 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  8. 1 ટીસ્પૂનઇલાયચી પાઉડર
  9. ચપટીમીઠું
  10. થોડુંકકેસર
  11. 8-10બદામ પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    મેંદો, બેસન, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડાને ભેગું કરી ચાળી લેવું. પછી તેમાં મીઠું, સોજી, ઇલાયચી પાઉડર ઉમેરીને મિક્સ કરી લેવો. બેસન અને મેંદાનું પ્રમાણ તમારા સ્વાદ ને પસંદગી મુજબ વધારે-ઓછું કરી શકો છો. ઘણાને ફક્ત મેંદાની નાનખટાઇ પસંદ હોય છે.મને આ માપથી પસંદ છે.

  2. 2

    દળેલી ખાંડને પણ અલગથી ચાળી લેવી.

  3. 3

    એક મોટા બાઉલમાં ઘી લઇ બીટરથી અથવા હેન્ડ વ્હીસ્કરથી બરાબર વ્હીસ્ક કરવું. તેમાં દળેલી ખાંડ ઉમેરી ફરી 4-5 મિનિટ માટે ફ્લફી થાય ત્યાં સુધી વ્હીસ્ક કરવું. તેમાં કેસરના તાંતણા નાખી મિક્સ કરી લેવા. દૂધ ના નાખવું.

  4. 4

    તેમાં લોટવાળું મિશ્રણ ઉમેરી હલાવી લોટ બાંધવો. કોરું પડે તો 1 ટેબલ સ્પૂન ઘી ઉમેરવું. ભાખરી જેવી કણક બાંધવી. બિલકુલ પાણી કે દૂધ ના ઉમેરવું. ચણાનો લોટ હોવાથી ચીકણો લોટ થશે અને નાનખટાઇ ફૂલશે નહીં.

  5. 5

    ઓવનને 160° પર 10 મિનિટ માટે પ્રિહિટ કરવા મૂકવું. લોટમાંથી નાના ગોળા વાળી તેના પર બદામ પિસ્તા ની કતરણ લગાવી, હળવા દબાવી પેંડા જેવા કરવા. બેકિંગ ટ્રે માં વચ્ચે થોડીક જગ્યા રાખી ગોઠવવા.

  6. 6

    ટ્રે ને ઓવનમાં ગોઠવી 14-15 મિનિટ માટે નાનખટાઇ બેક કરવી. બધી નાનખટાઇ આ રીતે બનાવી લેવી.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes