નાન ખટાઇ (Nankhatai Recipe in Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25થી 30 મિનિટ
અન્ય લોકો માટે
  1. 1/2 કપ થીજેલું ઘી
  2. 1/2 કપ દળેલી ખાંડ
  3. ૧ કપમેંદો
  4. 1/2 કપ ચણાનો લોટ
  5. 1/4 કપ ઝીણો રવો
  6. 1 ચમચીઇલાયચી પાઉડર
  7. ચપટીમીઠું
  8. 1/2 ચમચી બેકિંગ પાઉડર
  9. 1/2 ચમચી બેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

25થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં થીજેલું ઘી લઇ તેની અંદર દળેલી ખાંડ નાખી બરાબર ફેટવૂ પાંચ મિનિટ સુધી ફેટવાથી તેનો કલર બદલાઈ જશે

  2. 2

    પછી તેની અંદર ચાળેલો મેંદો ચણાનો લોટ રવો બેકિંગ પાઉડર બેકિંગ સોડા ઈલાયચી પાઉડર અને ચપટી મીઠું નાખી હળવે હાથે મિક્સ કરી લેવું અને તેનું ડો જેવું તૈયાર કરવું

  3. 3

    પછી આ ડો ને દસ મિનિટ ફ્રિઝમાં મૂકી દેવું ઢાંકીને

  4. 4

    ત્યાં સુધી જો તમે ઓવનમાં બનાવતા હોય તો ઓવનને દસ મિનિટ પ્રી હિટ કરી લેવું

  5. 5

    પણ મેં અહીંયા કડાઈમાં બનાવી છે તો અમે કઢાઈને દસ મિનિટ માટે પ્રી હીટ કરી લીધી છે

  6. 6

    હવે દસ મિનિટ પછી લોટને બહાર કાઢી તેમાંથી નાની સાઈઝના બોલ વાળવા અને તેની ઉપર બદામની કતરણ મૂકી ગ્રીસ કરેલી ડીશ ઉપર વોલપેપર લગાવી તેની ઉપર નાન ખટાઇ ને મૂકી કડાઈમાં 22 મિનિટ સુધી ધીમા ગેસ ઉપર બેક કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes