આલમન્ડ સ્પીનચ સુપ (Almond Spinach Soup Recipe In Gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#SJC
#MBR3
#Week3
જ્યારે તમે ઈઝી, સ્વસ્થ જમવા ની ઈચ્છા ધરાવતા હો, ત્યારે આ આલમન્ડ સ્પિનચ સૂપ બેસ્ટ ઓપ્શન છે. જ્યારે હેલ્ધી ખોરાક ની વાત આવે ત્યારે સુપ થી વધારે સંતોષકારક બીજું કાંઈ નથી . આ સુપ ની ખાસિયત એ છે કે તેમા તમે તમારી પસંદગી પ્રમાણે નો અથવા આહાર ની જરુરીયાત મુજબ નો સ્વાદ ઉમેરી શકો છો. બીજી ખાસ વાત એ છે કે તેમા કોઈ ડેરી પ્રોડક્ટ કે કોઈ લોટ પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી. એમાં ઉપયોગ કરેલા શાકભાજી થી જ એમાં થીકનેસ આવે છે અને બદામ થી ક્રીમીનેસ. અને ખાસ નાના ટાઉન માં જ્યાં બ્રોકોલી જેવા શાકભાજી મળતા નથી ત્યાં આ સુપ એવી જ ફીલીન્ગ આવશે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1/2પુરી પાલક
  2. 1 કપસમારેલી દૂધી
  3. 1 કપસમારેલું કોબીજ
  4. 1 કપસમારેલું ફ્લાવર
  5. 7-8 નંગબદામ
  6. 1-2 ટેબલ સ્પૂનતેલ
  7. 1 ટીસ્પૂનકાળા મરી પાઉડર મીઠું સ્વાદ અનુસાર
  8. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક ના ડાખળા કાઢી સારી રીતે ધોઈ લો. બધા શાકભાજી ને પણ સારી રીતે ધોઈ લો.

  2. 2

    કુકરમાં તેલ ગરમ કરી તેમાં બધા શાકભાજી ઉમેરીને સહેજ સાંતળી લો પછી તેમાં બદામ અને જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી 2 વ્હીસલ કરી લો.

  3. 3

    કુકર ઠંડુ થાય એટલે બ્લેન્ડર થી સરસ બ્લેન્ડ કરી લો.

  4. 4

    સોસ પેનમાં મિશ્રણ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી ધીમા ગેસ પર સુપ ને ઉકાળો. તેમાં સ્વાદ અનુસાર મીઠું અને મરી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી 4-5 મિનિટ ઉકાળો.

  5. 5

    તૈયાર હેલ્ધી સુપ ને હુંફાળું સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes