સોજી ટોસ્ટ (Sooji Toast Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#LCM1
#MBR5
#Week5
સોજી ટોસ્ટ ઝટપટ બની જાય છે અને બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે અને તેમાં ભરપૂર વેજીટેબલ હોય છે અને તેને તવી પર શેકી ને બનાવતા હોવાથી હેલધી છે અને ટેસ્ટી તો હોય જ છે મે અહી નોર્મલ બ્રેડ લીધી છે પણ તમે બ્રાઉન બ્રેડ કે બીજી કોઈ પણ બ્રેડ નો ઉપયોગ કરી શકો છો

સોજી ટોસ્ટ (Sooji Toast Recipe In Gujarati)

#LCM1
#MBR5
#Week5
સોજી ટોસ્ટ ઝટપટ બની જાય છે અને બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે અને તેમાં ભરપૂર વેજીટેબલ હોય છે અને તેને તવી પર શેકી ને બનાવતા હોવાથી હેલધી છે અને ટેસ્ટી તો હોય જ છે મે અહી નોર્મલ બ્રેડ લીધી છે પણ તમે બ્રાઉન બ્રેડ કે બીજી કોઈ પણ બ્રેડ નો ઉપયોગ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 1બાઉલ સોજી
  2. 1બાઉલ દહીં
  3. 8 નંગ સ્લાઈસ બ્રેડ
  4. 1 નંગડુંગળી
  5. 1 નંગગાજર
  6. 2 નંગલીલા મરચાં
  7. 1/2 નંગકેપ્સિકમ
  8. 1/4બાઉલ કોથમીર
  9. 25 ગ્રામબટર
  10. 1 ચમચીમરી પાઉડર
  11. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં સોજી લેવી તેમાં દહીં ઉમેરી મિક્સ કરી 15 મિનિટ ઢાંકી રાખવું જેથી રવો ફૂલી જાય

  2. 2

    હવે રવો પલળે ત્યાં સુધી બધા વેજીટેબલ ને કટર થી ઝીણા કટ કરી લેવા અને કોથમીર ને ઝીણી સુધારી લો

  3. 3

    હવે રવા ના મિશ્રણ માં બધા વેજીટેબલ, અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો

  4. 4

    હવે મીઠું અને મરી પાઉડર ઉમેરી મિક્સ કરો

  5. 5

    હવે નોનસ્ટિક પેન કે તવી માં ઘી લગાવી ગરમ કરો પછી બ્રેડ ઉપર બટર લગાવી તેના ઉપર સોજી નું બેટર મૂકો

  6. 6

    હવે બ્રેડ ઉપર સોજી નું બેટર સ્પ્રેડ કરો અને ગરમ નોનસ્ટિક તવી ઉપર મિશ્રણ વાળો ભાગ નીચે આવે તે રીતે બ્રેડ ની સ્લાઈસ મૂકો અને ઉપર ની બાજુ ઘી લગાવો અને સ્લો ટુ મીડીયમ ફ્લેમ ઉપર શેકો

  7. 7

    હવે બીજી બાજુ પલટાવી લો બંને બાજુ બરાબર શેકી લેવા અને એક પ્લેટ માં કાઢી લો

  8. 8

    હવે ગરમ ગરમ સોજી ટોસ્ટ ને સર્વિંગ પ્લેટ માં કાઢી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
hetal shah
hetal shah @cook_26077458
પર
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

Similar Recipes