આલુ બ્રેડ ટોસ્ટ (Aloo Bread Toast recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#LB
#cookpadgujarati
#cookpadindia
#cookpad
બાળકો ની સ્કૂલો શરૂ થઈ ગઈ અને તેની સાથે જ બાળકોને લંચબોક્સમાં દરરોજ શું આપવું એ પ્રશ્ન દરેક પેરેન્ટ્સને થતો હોય છે. બાળકોને લંચબોક્સમાં આપવાની વાનગી ઇઝી અને ફટાફટ બની જાય તેવી હોય તો વધુ સારું રહે છે. તેની સાથે આ વાનગી બાળકને પસંદ પણ આવવી જોઈએ. મેં આજે બાળકોને લંચબોક્સમાં આપવા માટે આલુ બ્રેડ ટોસ્ટ બનાવ્યા છે આ ટોસ્ટ બનાવવા સરળ છે અને સાથે તે ખુબ સ્વાદિષ્ટ પણ બને છે.

આલુ બ્રેડ ટોસ્ટ (Aloo Bread Toast recipe in Gujarati)

#LB
#cookpadgujarati
#cookpadindia
#cookpad
બાળકો ની સ્કૂલો શરૂ થઈ ગઈ અને તેની સાથે જ બાળકોને લંચબોક્સમાં દરરોજ શું આપવું એ પ્રશ્ન દરેક પેરેન્ટ્સને થતો હોય છે. બાળકોને લંચબોક્સમાં આપવાની વાનગી ઇઝી અને ફટાફટ બની જાય તેવી હોય તો વધુ સારું રહે છે. તેની સાથે આ વાનગી બાળકને પસંદ પણ આવવી જોઈએ. મેં આજે બાળકોને લંચબોક્સમાં આપવા માટે આલુ બ્રેડ ટોસ્ટ બનાવ્યા છે આ ટોસ્ટ બનાવવા સરળ છે અને સાથે તે ખુબ સ્વાદિષ્ટ પણ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
10 ટોસ્ટ માટે
  1. 3મિડિયમ સાઈઝના બાફી ને મેશ કરેલા બટેટા
  2. 1/4 કપઝીણી સમારેલી ડુંગળી
  3. 3 Tbspલીલા સમારેલા ધાણા
  4. 2 Tbspસમારેલા લીલા કેપ્સિકમ
  5. 2 Tbspબાફેલી અમેરિકન મકાઈ ના દાણા
  6. 1/2 Tspગરમ મસાલો
  7. 1 Tspચાટ મસાલો
  8. 1/2 Tspધાણાજીરૂ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. 1/2 Tspઆદુ મરચાની પેસ્ટ
  11. 3 Tbspમેંદો
  12. 1/2 Tspરેડ ચીલી ફ્લેક્સ
  13. સ્વાદ અનુસારમીઠું
  14. જરૂરિયાત મુજબ પાણી
  15. 10બ્રેડ સ્લાઈસ
  16. 4 Tbspટોમેટો કેચઅપ
  17. 5 Tbspબટર

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    એક બાઉલમાં બાફી ને મેશ કરેલા બટાકા લઈ તેમાં સમારેલી ડુંગળી અને સમારેલા લીલા ધાણા ઉમેરો.

  2. 2

    સમારેલા લીલા કેપ્સિકમ અને બાફેલી મકાઈના દાણા ઉમેરો.

  3. 3

    હવે તેમાં બધા જ મસાલા, સ્વાદ અનુસાર મીઠું અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી બરાબર રીતે મિક્સ કરો. જેથી ટોસ્ટ પર લગાવવાનું આલુ નું ટોપિંગ તૈયાર થઈ જશે જેને સાઈડ પર રાખો.

  4. 4

    એક બાઉલમાં મેંદો લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું, રેડ ચીલી ફ્લેક્સ અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરી મીડીયમ થીક સ્લરી બનાવો.

  5. 5
  6. 6

    બ્રેડ સ્લાઈસ લઈ તેના પર સૌથી પહેલા ટોમેટો કેચપ તેના પર તૈયાર કરેલું આલુ નું ટોપિંગ અને તેના પર તૈયાર કરેલી સ્લરી પાથરો.

  7. 7

    એક નોનસ્ટિક પેન ગરમ મૂકી તેના પર બટર લગાવી તૈયાર કરેલો ટોપિંગ વાળો ભાગ પેન પર શેકવા માટે મૂકો.

  8. 8

    ઉલટાવીને બીજી બાજુ પણ બટર લગાવી શેકો.

  9. 9

    જેથી આલુ બ્રેડ ટોસ્ટ તૈયાર થઈ જશે.

  10. 10

    આલુ બ્રેડ ટોસ્ટ બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારના કે સાંજના સમયે નાસ્તામાં પણ સર્વ કરી શકાય છે.

  11. 11

    મેં આ ટોસ્ટ ને ટોમેટો કેચપ અને લીલી ચટણી સાથે સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes