મટર સ્ટફડ પરાઠા (Matar/green peas Stuffed Paratha Recipe In Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#WPR
#CWM1
#Hathimasala
#CookpadTurns6
#MBR6
#week6
#cookpad_gujarati
#cookpadindia
પરાઠા એ ભારતીય ભોજન નું એક ખાસ અંગ છે. ભારત સાથે શ્રીલંકા, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર અને માલદીવ માં પણ ભોજન માં લેવાય છે. સ્ટફ્ડ પરાઠા એ વિવિધ પરાઠા માં ના એક ખાસ પરાઠા છે જે લોકો ની પસંદ છે. શિયાળા માં જ્યારે તાજા અને કુણા વટાણા આવે અને કોથમીર પણ એટલી સરસ આવે ત્યારે આ પરાઠા ખૂબ બને છે. આ પરાઠા સાથે શાક ની જરૂર પડતી નથી, તેને દહીં, અથાણાં સાથે નાસ્તા અને ભોજન માં ખવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
4 વ્યક્તિ
  1. લોટ માટે:
  2. 2 કપઘઉં નો લોટ
  3. 2 ચમચીતેલ
  4. મીઠું સ્વાદનુસાર
  5. વટાણા ના પુરણ માટે:
  6. 2 કપતાજા લીલાં વટાણા ના દાણા
  7. 1 કપઝીણી સુધારેલી કોથમીર
  8. 1ચમચો આદુ મરચાં ની પેસ્ટ
  9. 2ચમચા ચણા નો લોટ
  10. 1ચમચો તેલ
  11. 1/4 ચમચીજીરું
  12. 1 ચમચીલાલ મરચું પાઉડર
  13. 1 ચમચીઆમચૂર
  14. 1 ચમચીગરમ મસાલો
  15. મીઠું સ્વાદનુસાર
  16. પરાઠા સેકવા ઘી

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    લોટ ના ઘટકો ઉમેરી મધ્યમ નરમ લોટ બાંધો.

  2. 2

    વટાણા ને 3 સીટી વગાડી કુકર માં બાફી લો. તરત જ ખોલી પાણી હોય તો નિતારી લો. પછી અધકચરા વાટી લો. ચણા ના લોટ ને કોરો સેકી લો.

  3. 3

    તેલ ગરમ મૂકી, જીરું ઉમેરો. જીરું તતળે એટલે આદુ મરચાં અને વટાણા ની પેસ્ટ ઉમેરો અને 2 મિનિટ સાંતળો. પછી બધા મસાલા, મીઠું ઉમેરી દો. સરખું ભેળવી હજી 1 મિનિટ સાંતળો.

  4. 4

    ચણા નો લોટ પણ ઉમેરો અને એક મિનિટ સાંતળો છેલ્લે કોથમીર નાખી આંચ બંધ કરો.

  5. 5

    લોટ ને ફરી મસળી,લુઆ કરો. એક લુઓ લઈ થોડું વણો. તેમાં થોડું પુરણ મૂકી, સરખું બંધ કરી ફરી પરાઠું વણી લો.

  6. 6

    લોઢી ગરમ મુકો, પહેલા પરાઠા ને બન્ને બાજુ થી ઘી વિના થોડા સેકી લો.

  7. 7

    પછી ઘી મુકો બંને બાજુ થી સેકીલો.

  8. 8

    ગરમ ગરમ પરાઠા ને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes