સ્ટફડ લીલી તુવેર અને વટાણા ના પરાઠા (Stuffed Lili Tuver Vatana Paratha Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

સ્ટફડ લીલી તુવેર અને વટાણા ના પરાઠા (Stuffed Lili Tuver Vatana Paratha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 500 ગ્રામલીલી તુવેર ના દાણા
  2. 500 ગ્રામલીલાં વટાણા ના દાણા
  3. 2 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  4. 1 ચમચીરાઈ
  5. 1 ચમચીહળદર
  6. 2 ચમચીતલ
  7. ચપટીહિંગ
  8. 1/2 ચમચીતજ લવિંગ પાઉડર
  9. 1 ચમચીગરમ મસાલો
  10. 1 ચમચીલીંબુ નો રસ
  11. 2 ચમચીખાંડ
  12. 3 ચમચીલીલાં ધાણા
  13. મીઠું સ્વાદ મુજબ
  14. તેલ તળવા માટે
  15. પરાઠા માટે લોટ :-
  16. 1બાઉલ ઘઉં નો લોટ
  17. 3 ચમચીતેલ
  18. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેર અને વટાણા ના દાણા લઈ પીસી લો (પેસ્ટ નથી કરવાની)

  2. 2

    ત્યાર બાદ તેલ મૂકી રાઈ નો વઘાર મૂકી હળદર, હીંગ નાંખી પીસેલા દાણા ને એડ કરી લો. મીઠું અને આદુ મરચાં ની પેસ્ટ એડ કરી 2 ચમચી પાણી નાખી બરાબર કુક કરો વચ્ચે વચ્ચે હલાવતા રહો. ત્યાર બાદ તલ, ગરમ મસાલો, ખાંડ, તજ લવિંગ, લીંબુ નો રસ એડ કરી બરાબર મિક્સ કરી લો. ઉપરથી લીલાં ધાણા નાંખો.લીલુ લસણ પણ નાંખી શકો છો. આ સ્ટફિંગ ને ઠંડુ કરી લો. (મે માઈક્રોવેવ માં બનાવ્યું છે)

  3. 3

    હવે પરાઠ નો લોટ બાંધી લો. તેમાં થી રોટલી વણી ને તેમાં સ્ટફિંગ ભરી ને ફરી રોટલી વણી લો.

  4. 4

    હવે આ પરાઠા ને બંને સાઇડ થી તેલ મૂકી ક્રિસ્પી શેકી લો. તો તૈયાર છે ગરમા ગરમ તુવેર વટાણ ના પરાઠા. તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

ટિપ્પણીઓ

Similar Recipes