કુરકુરે પનીર મોમોસ (Kurkure Paneer Momos Recipe In Gujarati)

#LCM1
#MBR4
#week4
#cookpad_gujarati
#cookpadindia
મૂળ નેપાળ ના એવા મોમોસ હવે એશિયાભર માં લોકો ની પસંદ બન્યા છે. ભારત માં ઉત્તર પૂર્વીય રાજ્યો થી પ્રચલિત થયેલા મોમોસ હવે ભારતભર માં મળવા લાગ્યા છે. નેપાળ અને તિબેટ ના લોકો ના ભોજન નું મહત્વ ના ભાગ એવા મોમોસ મેંદા ના લોટ ના પડ માં વિવિધ પ્રકાર ના પુરણ ભરી ને વરાળ માં પકાવી ને બનાવાય છે અને સાથે ખાસ પ્રકાર ની તીખી મોમો ચટણી સાથે પીરસાય છે. જો કે હવે મોમો માં ઘણી વિવિધતા આવી છે જેમકે તળેલા, કુરકરે, તંદુરી વગેરે. મોમોસ શાકાહારી અને બિન શાકાહારી બન્ને રીતે બની શકે છે.
મેં આજે કુરકુરે પનીર મોમો બનાવ્યા છે. મેં શેફ રણવીર બ્રાર ની રેસીપી ને ફોલ્લૉ કરી છે જો કે મેં મારા પરિવાર ની પસંદ પ્રમાણે રેસિપી માં બદલાવ કર્યો છે.
કુરકુરે પનીર મોમોસ (Kurkure Paneer Momos Recipe In Gujarati)
#LCM1
#MBR4
#week4
#cookpad_gujarati
#cookpadindia
મૂળ નેપાળ ના એવા મોમોસ હવે એશિયાભર માં લોકો ની પસંદ બન્યા છે. ભારત માં ઉત્તર પૂર્વીય રાજ્યો થી પ્રચલિત થયેલા મોમોસ હવે ભારતભર માં મળવા લાગ્યા છે. નેપાળ અને તિબેટ ના લોકો ના ભોજન નું મહત્વ ના ભાગ એવા મોમોસ મેંદા ના લોટ ના પડ માં વિવિધ પ્રકાર ના પુરણ ભરી ને વરાળ માં પકાવી ને બનાવાય છે અને સાથે ખાસ પ્રકાર ની તીખી મોમો ચટણી સાથે પીરસાય છે. જો કે હવે મોમો માં ઘણી વિવિધતા આવી છે જેમકે તળેલા, કુરકરે, તંદુરી વગેરે. મોમોસ શાકાહારી અને બિન શાકાહારી બન્ને રીતે બની શકે છે.
મેં આજે કુરકુરે પનીર મોમો બનાવ્યા છે. મેં શેફ રણવીર બ્રાર ની રેસીપી ને ફોલ્લૉ કરી છે જો કે મેં મારા પરિવાર ની પસંદ પ્રમાણે રેસિપી માં બદલાવ કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પુરણ ના બધા શાક ને ચોપર માં ઝીણા ચોપ કરી લો. મીઠું નાખી થોડી વાર રહેવા દો.
- 2
બન્ને લોટ ભેગા કરો તેમાં મીઠું,તેલ, લીંબુ નો રસ ઉમેરી મધ્યમ લોટ બાંધી લો, થોડું તેલ લઈ સરખો મસળી લો અને મલમલ નું કપડું ઢાંકી પંદર મિનિટ ઢાંકી ને રેસ્ટ આપો.
- 3
કોર્નફલેક્સ ને હાથ થી ક્રશ કરી લો. પૌવા ને કરકરા ગ્રાઇન્ડ કરી લો અને કોર્નફલેક્સ માં ભેળવો. લાલમરચું અને મીઠું નાખી,ભેળવી ને બાજુ પર રાખો.
- 4
હવે ચોપ કરેલા શાક ને હાથ થી દબાવી પાણી કાઢી લો. પછી તેમાં મેયોનિસ, સેઝવાન ચટણી, મરી પાઉડર, કોથમીર અને પનીર ખમણી ને નાખો. સરખું ભેળવી લો. આપણું પુરણ તૈયાર છે.
- 5
સ્લરી ના બધા ઘટકો ભેળવી પાણી ઉમેરી, ઘટ્ટ સ્લરી તૈયાર કરો.
- 6
હવે લોટ ને મસળી ને નાના લુઆ કરો. નાની પૂરી વણો, તેમાં એક ચમચી પુરણ મૂકી ને, એક બાજુ થી ચપટી લેતા લેતા,બીજી બાજુ થી બંધ કરી, સરખું સીલ કરી દો.
- 7
તૈયાર કરેલા મોમો ને સ્લરી માં ડીપ કરો અને કોર્નફલેક્સ વાળા મિશ્રણ માં રગદોળી ને બધી બાજુ થી સરખું કોટ કરો. અને 5 મિનિટ જેવું રહેવા દો. ડીપ ના બધા ઘટકો ભેળવી ડીપ તૈયાર કરી લો.
- 8
5 મિનિટ પછી તેલ ગરમ મુકો, તેલ ગરમ થાય એટલે મધ્યમ થી ધીમી આંચ પર મોમોને બધી બાજુ થી કુરકુરા થાય ત્યાં સુધી તળી લો. ટીસ્યુ પેપર પાથરેલી પ્લેટ માં કાઢી લો.
- 9
ગરમ ગરમ, ક્રિસ્પી અને કુરકુરે મોમોસ નો આનંદ ઉઠાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિસ્સી રોટી (Missi Roti recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ30લોટ એ કોઈ પણ વ્યંજન બનાવવા માટે નું મુખ્ય ઘટક છે. રોજિંદા ભોજન માં ,આપણે ગુજરાતીઓ ઘઉં ના લોટ નો મહત્તમ ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ હવે સ્વાસ્થ્ય પ્રત્યે ની જાગરૂકતા એ રસોડામાં વિવિધ લોટ નું સ્થાન બનાવ્યું છે.મિસ્સી રોટી એ પંજાબ અને રાજસ્થાન ની સ્વાદસભર રોટી છે જેમાં ચણા ના લોટ નો ઉપયોગ થાય છે. ઉત્તર ભારત ના ધાબા માં અવશ્ય મળતી આ રોટી હવે દરેક રેસ્ટોરન્ટ માં મળતી થઈ છે. પરંપરાગત ચૂલા માં જો બનાવાય તો તેનો સ્વાદ અનેરો આવે છે. Deepa Rupani -
પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati)
#GA4#Week6મોમોસ નેપાળી વાનગી છે.જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. પનીર મોમોસ ની રેસીપી લાવી છું.મોમોસ મેંદો અને ઘઉંના લોટ બંને માંથી બનાવી શકાય છે. Sheth Shraddha S💞R -
લીટ્ટી ચોખા (litti chokha recipe in Gujarati)
#TT2#cookpad_guj#cookpadindiaલિટ્ટી ચોખા એ બિહાર નું ખાસ વ્યંજન છે જે ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશ માં પણ પ્રચલિત છે. લિટ્ટી ચોખા ફક્ત ભારત માં જ નહીં પણ વિદેશ માં અમુક દેશ જેવા કે મોરેશિયસ, ફીજી, સુરીનામે, યુ.કે.,કે જ્યાં બિહાર, ઝારખંડ ના લોકો વસે છે તે લોકો દ્વારા ત્યાં પણ લિટ્ટી ચોખા ખવાય છે.લિટ્ટી ને લોટ માં સતુ નું પૂરણ ભરી, સેકી ને બનાવાય છે અને ચોખા સાથે ખવાય છે . ચોખા એટલે બાફેલા બટેટા અથવા રીંગણ નું બને છે સાથે શેકેલા ટમેટા ની ચટણી અને કોથમીર લસણ ની ચટણી ખવાય છે.બિહાર , ઝારખંડ અને ઉત્તર પૂર્વીય ઘણા રાજ્યો માં રસોઈ માં સરસો ના તેલ નો ઉપયોગ થાય છે. આપણે કોઈ પણ તેલ નો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ સ્વાદ સરસો તેલ માં સારો આવે છે. સરસો ના તેલ ને ગરમ કર્યા વિના જ નખાય છે પણ કાચો સ્વાદ ના ભાવે તો એકદમ ગરમ કરી, ઠંડુ કરી વાપરવું. Deepa Rupani -
ક્રિસ્પી કુરકુરે(Crispy Kurkure Recipe In Gujarati)
#ઓગષ્ટબાળકો ને પસંદ આવે એવા કુરકુરે Vaibhavi Kotak -
મુઠીયા ચાટ
#લીલી#ઇબુક૧#૧૦મુઠીયા એ ગુજરાતીઓનું માનીતું ફરસાણ તથા ભોજન નું વિકલ્પ છે. મુઠીયા ને બાફી ને તેલ સાથે, અથવા વધારી ને ચટણી, સોસ સાથે ખાતા હોઈએ છે. આજે મેં એ મુઠીયા ની ચાટ બનાવી છે અને મેથી ભાજી ના અને મિક્સ લોટ ના મુઠીયા બનાવ્યા છે. Deepa Rupani -
વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
#LCM1#MBR2#week2#cookpad_gujarati#cookpadindiaજાલફ્રેઝી એ મૂળ બંગાળ થી આવેલી રેસીપી છે જે હવે ભારત અને તેની આજુ બાજુ ના દેશ માં પ્રચલિત છે. જો કે વર્ષો પહેલા ઇંગ્લેન્ડ માં આ રેસીપી બની હતી એવું પણ કહેવાય છે. અને બ્રિટિશ રાજ ના સમયે ભારત માં બનતી અને પાછળ થી ભારત માં પ્રચલિત થઈ. એવું કહેવાય છે કે ત્યારે રેફ્રિજરેટર ની સગવડ ના હોવાથી વધેલા મીટ, માછલી વગેરે ને સ્ટર ફ્રાય કરી ને ઉપયોગ માં લેતા અને તેની ઉપર થી આ શાક ની શોધ થઈ.બંગાળી ભાષા માં જાલ એટલે ખૂબ તીખું . આ શાક માં ચાઈનીઝ કુકિંગ ની જેમ સ્ટર ફ્રાય પદ્ધતિ નો ઉપયોગ થાય છે. શાકાહારી માટે જાલફ્રેઝી માં વિવિધ શાક ની સાથે પનીર નો ઉપયોગ પણ થાય છે. Deepa Rupani -
મટર સ્ટફડ પરાઠા (Matar/green peas Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#CWM1#Hathimasala#CookpadTurns6#MBR6#week6#cookpad_gujarati#cookpadindiaપરાઠા એ ભારતીય ભોજન નું એક ખાસ અંગ છે. ભારત સાથે શ્રીલંકા, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર અને માલદીવ માં પણ ભોજન માં લેવાય છે. સ્ટફ્ડ પરાઠા એ વિવિધ પરાઠા માં ના એક ખાસ પરાઠા છે જે લોકો ની પસંદ છે. શિયાળા માં જ્યારે તાજા અને કુણા વટાણા આવે અને કોથમીર પણ એટલી સરસ આવે ત્યારે આ પરાઠા ખૂબ બને છે. આ પરાઠા સાથે શાક ની જરૂર પડતી નથી, તેને દહીં, અથાણાં સાથે નાસ્તા અને ભોજન માં ખવાય છે. Deepa Rupani -
મોમોસ
મોમોસ આમ તો મૂળ ભૂતાન અને નેપાળની નોનવેજ ડીશ છે પણ આપણા શાકાહારી ભારતીય લોકોએ આ ડીશમાં સુધારા વધારા કરી એને વેજીટેરિયન ડીશ બનાવી દીધી છે. મોમોસને લગભગ વરાળથી બાફીને બનાવાય છે પણ ઘણા લોકો એને તળીને પણ બનાવે છે. મેં અહીં બંને રીતે મોમોસ બનાવ્યા છે.મોમોસ હવે સ્ટ્રીટ ફૂડ તરીકે પણ મળે છે.#RB6 Vibha Mahendra Champaneri -
સતુ શરબત (Sattu Sharbat recipe in Gujarati)
#ઈસ્ટ#પોસ્ટ1પૂર્વીય ભારત ના રાજ્યો ની ઘણી વાનગીઓ ભારત ભર માં પ્રખ્યાત છે અને ખવાય તથા બનાવાય છે. પછી તે પશ્ચિમ બંગાળ ના રસગુલ્લા-સંદેશ હોઈ કે બિહાર ના સતુ પરાઠા, શરબત કે લીટી ચોખા હોય. વળી ઉત્તર પૂર્વીય રાજ્યો ની ઘણી વાનગી હવે પ્રચલિત થવા લાગી છે.સતુ એટલે શેકેલા ચણા નો લોટ. બજાર માં પણ મળે અથવા ઘરે દાળિયા ( શેકેલા ચણા) ને ગ્રાઇન્ડ કરી ને પણ બનાવી શકાય. સતુ એ પ્રોટીન થી ભરપૂર અને શક્તિવર્ધક તો છે જ. સાથે સાથે વજન ને નિયંત્રિત રાખવા માં પણ મદદ રૂપ છે.સતુ શરબત એ બહુ જલ્દી બની જતું, સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ પીણું છે. ગરમી માં એ શરીર ને ખૂબ જ ઠંડક પણ આપે છે. સતુ શરબત માં ડુંગળી અને લીલા મરચાં પણ નખાય જે મેં પરિવાર ની પસંદ ને લીધે નથી ઉમેર્યા. Deepa Rupani -
કુરકુરે (Kurkure Recipe In Gujarati)
છોકરાઓને કુરકુરે બહુભાવે છે. કોરો ના માં બહારના કુરકુરે જેવા જ ઘરે કુરકુરે બનાવવાની બાળકોને ખવડાવવા. Pinky bhuptani -
તંદુરી શિંગોડા બાઇટ્સ (Tandoori Waterchestnut Bites Recipe In Gujarati)
#LCM1#MBR3#week3# cookpad_gujarati#cookpadindiaશિંગોડા એ પાણી માં ઊગતું એક ફળ છે. ઉત્તર ભારત , ઉત્તર પૂર્વીય ભારત માં 'પાણી ફળ' થી ઓળખાય છે. શિંગોડા ને કાચા, બાફી ને અથવા કોઈ વ્યંજન બનાવા માં ઉપયોગ થાય છે.શિંગોડા માં આમ તો 74% પાણી હોય છે પણ સાથે સાથે પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, વિટામિન B6 ,રીબોફ્લેવિન અને અંતિઓક્સિડન્ટ્સ પણ હોઈ છે.આજે મેં શિંગોડા ને મેરીનેટ અને ગ્રીલ કરી તેને મોનાકો બિસ્કિટ સાથે પીરસ્યા છે. Deepa Rupani -
કુરકુરે (Kurkure Recipe in Gujrati)
#મોમબાળકો ને બહાર ના કુરકુરે ના અપાયા તો બાળકો જીદ કરે તો... આ રેસીપી થી કુરકુરે ઘરે બનાવીને આપો Kshama Himesh Upadhyay -
સ્ટીમ વેજીટેબલ મોમોસ (steam vegetables momos recipe in gujarati)
મોમોસ નાનાં મોટાં સૌને પ્રિય હોય છે. મોમોસ એ સિક્કીમ ની પ્રખ્યાત વાનગી છે. આ વાનગી સિક્કીમ ની લારી પર મળે છે તેમજ રેસ્ટોરન્ટ માં અલગ પ્રકારના મોમોસ અને તેમાંથી બનતી જુદી-જુદી વાનગીઓ મળી રહે છે. અહીં સિક્કીમ ની authentic style માં આ વાનગી બનાવેલ છે .#ઈસ્ટ Dolly Porecha -
-
વેજ. સ્ટીમ મોમોસ(Veg. Steam Momos recipe in gujarati)
#ઈસ્ટ#week1#સિક્કીમપોસ્ટ -2 આજે પ્રસ્તુત છે સિક્કીમ રાજ્ય ની અતિ લોકપ્રિય વાનગી મોમોસ જેને મેંદાના લોટની પુરીમાં સ્ટફિંગ ભરીને વરાળે સ્ટીમ કરવામાં આવે છે અને ચટણી અથવા કેચપ સાથે સર્વ કરાય છે...એવું કહેવાય છે કે સિક્કીમ જાવ અને મોમોસ ના ખાવ તો ફેરો નકામો...🙂 સિક્કીમ નું આ સ્ટ્રીટ ફૂડ છે...રસ્તે ચાલતા કેટલી એ જગ્યાએ મોમોસ બનાવવા વાળા ના ઠેલા-તંબુ જોવા મળે...ખૂબ સસ્તા...સ્વાદિષ્ટ અને ઝડપથી બની જતા મોમોસ તેની ઓથેન્ટિક રીતે આપણે બનાવીયે...👍 Sudha Banjara Vasani -
આલુ ચીઝ બોલ્સ (Potato Cheese balls recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલ#પોસ્ટ1ચોમાસામાં ભાત ભાત ના પકોડા ની માંગ વધી જાય છે. દાળવડા, મેથી ના ગોટા, વિવિધ ભજીયા ની ફરમાઈશ વરસાદ ની સાથે જ ચાલુ થઈ જાય છે.આજે વરસાદ માં ભાવે અને કોઈ પણ પાર્ટી માં પણ ચાલે એવા સ્નેક ની રેસિપી જોઈએ. જે બહુ ઓછા ઘટકો અને જલ્દી થી બને છે અને નાનાં મોટાં સૌ ને ભાવે એવા છે. Deepa Rupani -
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend2પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ અને ચાટ, રગડા પેટીસ ને કોઈ ઓળખાણ કે પ્રસ્તાવના ની જરૂર નથી. મૂળ મહારાષ્ટ્ર અને ગુજરાત નું આ સ્ટ્રીટ ફૂડ ,આ સિવાય પણ પ્રખ્યાત થયું છે અને લોકો ની ચાહના ને લીધે હવે ઘણાં ફાસ્ટ ફૂડ જોઇન્ટ્સ તથા રેસ્ટોરન્ટ માં પણ મળે છે.જેમ બધી ચાટ વાનગી ની જાન વિવિધ ચટણી હોય છે તેમ રગડા માં પણ પેટીસ ની સાથે વિવિધ ચટણીઓ સ્વાદ માં વધારો કરે છે.સામાન્ય રીતે પેટીસ અને સેવ સાથે પીરસાતો રગડો ઘણી વાર પાવ સાથે પણ ખવાય છે. Deepa Rupani -
કુરકુરે ચાટ (Kurkure Chaat Recipe In Gujarati)
#NFRતમે લોકો એ બધા પ્રકારની ચાટ ટ્રાય કરી હશે તો આજે મેં બનાવી છે કુરકુરે ચાટ તમે પણ બનાવજો બહુ જ સરસ બને છે charmi jobanputra -
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#MVF#cookpad_guj#cookpadindiaવરસાદ ની મૌસમ માં ખાલી ભજીયા ની જ માંગ નથી વધતી. મકાઈ ની પણ માંગ એટલી જ વધી જાય છે. વરસાદ માં લોકો રોડ સાઈડ લારી ઓ માં ખાસ મકાઈ ખાવા જાય છે. શેકેલી મકાઈ અને બાફેલી મકાઈ ની સાથે સાથે વિવિધ સ્વાદ અને ઘટક સાથે ની મકાઈ મળતી થઈ છે. Deepa Rupani -
ચીઝી સ્પિનાચ પાસ્તા
#ડિનર#starપાસ્તા એ ઇટાલિયન ભોજન છે જે હવે આપણા ઘર માં પણ આવી ગયા છે. ખાસ કરી ને બાળકો અને યુવા વર્ગ માં પસંદગી પામે છે. Deepa Rupani -
કુરકુરે ડોનટ્સ(Kurkure Donuts Recipe in Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#weekendદીવાળી ની ઉજવણી માં જાતજાતનું અને ભાતભાતનું વાનગી વૈવિધ્ય આવી જ જાય છે.બેસનમાંથી સેવ, ગાંઠીયા, પાપડી તો ખરા જ ,પણ હવે કુરકુરે સ્પાઈસી ડોનટ્સ !!! એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
વેજ મોમોસ(veg momos recipe in gujarati)
મોમોસ નેપાળી વાનગી છે.તે તળેલા અને વરાળ થી સ્ટીમ આપી ને બનાવી શકાય પણ મે ક્યારેય ટેસ્ટ નહી કરેલાં હું વિચારતી આ સ્ટીમ આપીને બનેલા મોમોસ કેવા લાગતા હશે પણ એક દિવસ થયું હું ઘરે થોડા બનાવી ને ટેસ્ટ કરુ કેવા લાગે છે અને પહેલી વાર માં જ એકદમ ટેસ્ટી બન્યા અને ઘરમાં પણ બધાને બહુ જ ભાવ્યા.😊 Dimple prajapati -
આલૂ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ#post2આલૂ પરાઠા થી આપણે કોઈ અજાણ્યા નથી. ભારત ના ઉત્તરીય રાજ્યો અને ખાસ કરી ને પંજાબ માં બહુ પ્રચલિત એવા આલૂ પરાઠા, મધ્ય ભારત અને પશ્ચિમ ભારત ના અમુક વિસ્તાર માં પણ પ્રચલિત છે જ.બહુ સરળતાથી બની જતા આ પરાઠા ની રેસિપિ માં પણ ખાસ નવીનતા નથી તેમ છતાં જ્યારે ઉત્તર ભારતના ભોજન ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય? પંજાબ માં તો આલૂ પરાઠા બહુ જ ખવાય ,ખાસ કરીને સવાર ના નાસ્તામાં.. આપણે પંજાબ ને આલૂ પરાઠા ના બ્રાન્ડ એમ્બેસેડર પણ કહી શકીએ😊.આલૂ પરાઠા, દહીં, અથાણાં અને માખણ સાથે બહુ જ સરસ લાગે છે પણ ઘણા લોકોને તે કોથમીર ની ચટણી, ટોમેટો કેચપ સાથે પણ ભાવે છે. Deepa Rupani -
ઢેબરાં (Dhebra recipe in Gujarati)
#CB6#cookpad_guj#cookpadindiaઢેબરાં, એ શિયાળામાં ખાસ બનતું ગુજરાતી વ્યંજન છે જે બાજરા ના લોટ અને મેથી ભાજી થી બને છે. ઢેબરાં નાસ્તા તથા ભોજન બંને માટે સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે. ઢેબરાં ને દહીં , અથાણાં, છાસ કે ચા દૂધ સાથે ખાઈ શકાય છે. Deepa Rupani -
વેજ મોમોસ વિથ ચટણી(Veg momos with chutney recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ17મોમોસ નેપાળી ક્યુઝીન ની પ્રખ્યાત ડિશ છે. જે હવે ભારત માં સ્ટ્રીટ ફૂડ માં પણ ખૂબ પ્રખ્યાત થઈ છે. મોમોસ ની અંદર અલગ અલગ પુરણ ભરી ને વરાળે બાફવા માં આવે છે અને તેને લાલ ચટણી સાથે પીરસવા માં આવે છે. Shraddha Patel -
ગ્રીન ઊંધીયુ
#શાકઊંધીયુ એ આપણા ગુજરાતી ની ખાસ વાનગી છે. શિયાળા માં જ્યારે ભરપૂર અને બધા શાકભાજી આવતા હોય ત્યારે તેનો સ્વાદ અનેરો આવે છે. ઊંધીયુ એટલે વિવિધ શાકભાજી નો મેળાવડો. જો કે ઊંધીયુ બનાવા ની જુદી જુદી ઘણી રીતે હોય છે. આજે મેં લીલા મસાલાવાળું ઊંધીયુ બનાવ્યું છે જે મારા ઘર માં સૌ નું પ્રિય છે. Deepa Rupani -
રોઝ મોમોસ (Rose Momos Recipe In Gujarati)
#Virajરોઝ મોમોસમે વિરાજ ભાઈ ના રેસિપી ને ફોલ્લો કરીને આ રોઝ મોમોસ્ બનાવ્યા. ટેસ્ટ મા ખૂબ સરસ થયા ચાલો બનાવીએ ઓઇલ ફ્રી મોમોસ.. આમા સ્ટફિંગ તમારું મનગમતું મૂકી શકો છો Deepa Patel -
મેથી મૂલી પનીર પરાઠા
આ એક અલગ પ્રકાર નું સ્ટફિંગ છે. સ્વાદ માં ખુબ જ ટેસ્ટી હોય છે સાથે હેલ્ધી પણ. શિયાળા માં ખાસ કરી ને બનાવાય એવા પ્રકાર ના પરાઠા છે. Disha Prashant Chavda -
પાલક પનીર
#લીલી#ઇબુક૧#૬પાલક પનીર એ એક બહુ જ પ્રચલિત પનીર થી બનતી વાનગી છે જે મૂળ ઉત્તર ભારત ની વાનગી છે પણ તે દેશભર માં પ્રચલિત છે.પાલક પનીર બનાવાની વિવિધ રીત છે પણ આજે મેં એકદમ સરળ રીતે બનાવ્યું છે નહીં કે રેસ્ટોરન્ટ જેવું. Deepa Rupani -
આલુ મટર સેન્ડવિચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpad_guj#cookpadindiaસેન્ડવિચ નો ઉદ્દભવ 1762 માં ઇંગ્લેન્ડ ના જોન મોન્ટાગા દ્વારા થયો હતો એવું મનાય છે. જોન એક જુગારી હતો અને એ એવું ભોજન ઈચ્છતો હતો જે તે તેની રમત રમતા રમતા ખાઈ શકે અને ભોજન માટે તેને પોતાની રમત અને ટેબલ છોડવું ના પડે અને એ રીતે સેન્ડવિચ નો ઉદ્દભવ થયો.સામાન્ય રીતે સેન્ડવિચ એટલે બ્રેડ ની સાથે ચીઝ, શાકભાજી, માંસ સાથે બનતી વાનગી પરંતુ સમય અને સ્થળ અનુસાર ફેરફાર થાય છે. સેન્ડવિચ એ પીકનીક, બાળકો ના ટીફીન કે કોઈ પાર્ટી માટે અનુકૂળ વિકલ્પ છે.આલુ મટર સેન્ડવિચ એ સંપૂર્ણ ભારતીય સ્વાદ વાળી ભારત ની પ્રચલિત સેન્ડવિચ છે. Deepa Rupani
More Recipes
- કોથમીર ની લીલી ચટણી (Kothmir Lili Chutney Recipe In Gujarati)
- ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
- મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
- લીલી ડુંગળી બટાકા અને રેડ કેપ્સિકમ સબ્જી (Lili Dungri Bataka Red Capsicum Sabji Recipe In Gujarati)
- બાજરીના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)
ટિપ્પણીઓ (11)