સરસોં દા સાગ (Sarson Da Sag Recipe In Gujarati)

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07

#Week2
#SN2
#vasantmasala
#aaynacookeryclub
સરસોનું સાદ એ પંજાબની પરંપરાગત રેસીપી છે ને જ્યારે પંજાબી શાક ની વાત આવે ત્યારે સરસોના સાગ અને મક્કેની રોટીનું કોમ્બિનેશન જબરજસ્ત રહે છે અને તેને તો મોકરે સ્થાન આપવું જ યોગ્ય છે શિયાળામાં ખવાતું પંજાબી આ શાક સ્વાસ્થ્ય માટે ઘણું લાભકારક છે

સરસોં દા સાગ (Sarson Da Sag Recipe In Gujarati)

#Week2
#SN2
#vasantmasala
#aaynacookeryclub
સરસોનું સાદ એ પંજાબની પરંપરાગત રેસીપી છે ને જ્યારે પંજાબી શાક ની વાત આવે ત્યારે સરસોના સાગ અને મક્કેની રોટીનું કોમ્બિનેશન જબરજસ્ત રહે છે અને તેને તો મોકરે સ્થાન આપવું જ યોગ્ય છે શિયાળામાં ખવાતું પંજાબી આ શાક સ્વાસ્થ્ય માટે ઘણું લાભકારક છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 થી 40 મિનિટ
ચાર લોકો
  1. 500 ગ્રામસરસવ ની ભાજી
  2. 400 ગ્રામ પાલક ની ભાજી
  3. 250 ગ્રામ મેથી ની ભાજી
  4. 4-5 ચમચીસરસીયાનુ તેલ
  5. 1/2 ચમચીરાઈ
  6. ચપટીહીંગ
  7. 2 ચમચીસમારેલુ લસણ
  8. 1મોટી સાઈઝ ની ઝીણી સમારેલી ડુંગળી
  9. 1/4 વાટકીઝીણી સમારેલી હળદર
  10. 1/2 વાટકીલીલા લસણ -લીલા મરચાં ની પેસ્ટ
  11. 3-4 ચમચીમકાઈ નો લોટ
  12. 1 ચમચીદહીં
  13. 1/4 ચમચીહળદર
  14. મીઠું જરૂરીયાત મુજબ
  15. 1 ચમચીવસંત નો કિચન કિંગ મસાલો
  16. 1/2 વાટકીઝીણું સમારેલુ લીલુ લસણ

રાંધવાની સૂચનાઓ

35 થી 40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલક, મેથી અને સરસવની ભાજીને બરાબર પાણીમાં પલાળીને બે થી ત્રણ વખત ધોઈ નાખો(અહી બથુઆ ની ભાજી ની જગ્યાએ મે મેથી ની ભાજી લીધી છે જે બથુઆ ની ભાજી કરતાં પણ વધારે ગુણકારી છે)

  2. 2

    ત્યારબાદ તેને એક તપેલીમાં પાણી લઈને બધી ભાજી તેમાં ઉમેરી તેને બાફવા માટે મૂકો બાફવા માટે પાણી માપનું જ લેવાનું છે બાફતી વખતે તેમાં સહેજ મીઠું અને સાજીના ફૂલ ઉમેરો જેથી તેનો કલર ગ્રીન જ રહેશે

  3. 3

    જ્યારે ભાજી બફાવા લાગે ઉકળવા લાગે ત્યારે વલોણીથી થી ભાજીને હલાવતા રહો અને ક્રશ કરતા રહો

  4. 4

    ભાજી એકદમ ક્રશ થઈ જાય ત્યાં સુધી તેને સ્મેશ કરતા રહો તેમાં પહેલેથી જ બાફતી વખતે પાણીનું પ્રમાણ ઓછું એટલા માટે જ રાખવામાં આવે છે કે પાછળથી તેમાંથી પાણી કાઢવું ના પડે અને તે એ જ પાણીની અંદર ભાજી ક્રશ થઈ જાય

  5. 5

    કડાઈમાં સરસિયાનું તેલ મૂકો તેમાં તેલ ગરમ થાય એટલે રાઈ અને હિંગ ઉમેરી એમાં ઝીણું સમારેલું લસણ ઉમેરો લસણ ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાંથી થોડુંક લસણ સાઇડ મા કાઢી લેવું અને પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લેવી અને ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થવા દેવી

  6. 6

    ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે ચપટી હળદર અને મીઠું ઉમેરી તેમાં જેની સમારેલી લીલી હળદર અને લીલા લસણ અને લીલા મરચા ની પેસ્ટ ઉમેરવી બધુ બરાબર મિક્સ કરી લેવું

  7. 7

    ત્યારબાદ તેમાં ક્રશ કરેલી ભાજી ઉમેરવી અને બરાબર મિક્સ કરી લેવું. તેમાં બે મિનિટ ચડ્યા પછી મકાઈનો લોટ ઉમેરવો મકાઈનો લોટ ઉમેરવાથી સાગમાં એક રીચનેસ આવશે અને તે થોડું થીક થઈ જશે હવે તેને પાંચથી સાત મિનિટ ચઢવા દો

  8. 8

    ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરો અને ફરીથી તેને 3 થી 4 મિનિટ ચડવા દો. ત્યારબાદ એમાં દહીં ઉમેરો અને ફરીથી બધું મિક્સ કરી લો બે મિનિટ પછી ફરીથી તેમાં વસંતનો કિચન કિંગ મસાલો ઉમેરો અને મિક્સ કરી પાંચ મિનિટ ચડવા દો

  9. 9

    સાગ મા બધા જ મસાલા ભળી જાય બધી જ મસાલાની અરોમા સાગમાં બેસી જાય ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી તેને ગરમાગરમ સર્વ કરો સર્વ કરતી વખતે તેની ઉપર આપણે બ્રાઉન કરેલું લસણ જે સાઈડમાં મૂકેલું તે એની ઉપર ગાર્નિશીંગ માટે ભભરાવો તેનાથી તેનો સ્વાદ ખુબ જ સરસ આવશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sonal hitesh panchal
પર

ટિપ્પણીઓ

Similar Recipes