સરસો દા સાગ મકે દી રોટી (Sarson Da Saag Makke Di Roti)

આ એક પંજાબની પોપ્યુલર વાનગી છે જેની મજામાં તો શિયાળામાં જ આવે છે... હવે દરેક જગ્યાએ આ શાકમાં વપરાતી ભાજીઓ મળવા લાગી છે જેથી આપણે સહેલાઇથી ઘરે બનાવી શકીએ છીએ .....શાકમાં ઘી અને માખણ નો ભરપૂર ઉપયોગ થતો હોય છે જેનાથી શાકનો સ્વાદ વધી જાય છે... ખૂબ હેલધી છે.
સરસો દા સાગ મકે દી રોટી (Sarson Da Saag Makke Di Roti)
આ એક પંજાબની પોપ્યુલર વાનગી છે જેની મજામાં તો શિયાળામાં જ આવે છે... હવે દરેક જગ્યાએ આ શાકમાં વપરાતી ભાજીઓ મળવા લાગી છે જેથી આપણે સહેલાઇથી ઘરે બનાવી શકીએ છીએ .....શાકમાં ઘી અને માખણ નો ભરપૂર ઉપયોગ થતો હોય છે જેનાથી શાકનો સ્વાદ વધી જાય છે... ખૂબ હેલધી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ત્રણેય ભાજી ને સારી રીતે ધોઈ ઝીણી સમારી લ્યો.. ત્યાર બાદ કુકરમાં એક ચમચી ઘી મૂકી 1 ચમચી આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરી ત્રણેય ભાજી ઉમેરી લગભગ 1-1/2 કપ જેટલું પાણી અને થોડું મીઠું ઉમેરી 1 વ્હિસલ વાગે એટલું પ્રેશર કૂક કરી લો
- 2
કૂકર ઠંડું પડે એટલે ખુલી અને તેને વલોણી વડે હલાવી એક રસ કરી લ્યો. હવે એક કડાઈમાં તેલ અને ઘી મૂકી જીરા, હિંગ નો વઘાર કરી આદુ,મરચાં, લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળો ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરો હલાવી એક મિનીટ માટે સાંતળો ત્યારબાદ તેમાં ભાજી નું મિશ્રણ તથા મકાઈ નો લોટ ઉમેરી પાંચથી દસ મિનિટ ઉકળવા દો.
- 3
બધુ બરોબર અને એકરસ થઈ જાય એટલે તેમાં ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર બરોબર હલાવી ગરમાગરમ સર્વ કરો
- 4
હવે મકાઈના લોટ ની રોટલી બનાવવા બંને લોટ માં અજમો, મીઠું, કોથમીર, તેલ અને મીઠું નાખી હુફાળા પાણી થી પરોઠા જેવો લોટ બાંધી 5 મિનિટ મસાલો અને ત્યાર બાદ 10 થી 15 મિનિટ રેસ્ટ આપો
- 5
ત્યાર બાદ લોટ ને ઘી વાળો હાથ કરી ફરી થોડું મસળો. પછી એક લુવો લઈ અટામણ વાળો કરી પહેલા હાથે થી થોડું થેપી લ્યો..ખાસ કિનારી પર...ત્યાર બાદ તેની ભાખરી જેટલું જાડું રાખી વણી તવા પર બંને બાજુ બદામી રંગ ની થાય એમ સેકી લ્યો. ત્યાર બાદ તેના પર ઘી અથવા બટર લગાડી સર્વ કરો.
- 6
ત્યાર છે સરસો દા સાગ મક્કે દી રોટી
Top Search in
Similar Recipes
-
સરસવ દા સાગ (Sarsav Da Saag Recipe in Gujarati)
#MW4#SARSAV NI BHAJI NU SHAK#COOKPADGUJRATI#COOKPADINDIA સરસવ નું મુખ્ય ઉત્પાદન પંજાબમાં થાય છે અને ત્યાં ઠંડા પ્રદેશમાં આનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ ભાજી શરીરને ગરમાવો આપે છે અને ઠંડી સામે લડવાની તાકાત આપે છે , ત્યાં આ શાક પરંપરાગત રીતે ચૂલા ઉપર બનાવવામાં આવે છે તેવી જ અરોમા લાવવા માટે ને કોલસા નો ઉપયોગ કર્યો છે. સરસવની ભાજી સાથે મકાઈની રોટલી પીરસાતી હોય છે જે તેની સાથે તૈયાર કરેલ છે આ ઉપરાંત છાશ અને આથેલા મરચા, સલાડ સર્વ કરેલ છે સરસોના સાચોર સફેદ દેશી માખણ ખાવાની ખૂબ જ મજા આવે છે , આ સાથે દેશી ગોળ પણ ખાવાની મજા આવી જાય છે. અહીં મેં સ્મોકી ફ્લેવર વાળું ધાબા સ્ટાઇલ નું સરસવનું શાક તૈયાર કરેલ છે. કોલસાને ગરમ કરી તેના ઉપર દેશી ઘી રેડી સ્મોકી ફ્લેવર આપી છે જેનાથી સ્વાદ ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
#SN2 #WEEK2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#TRADITIONAL#MAKKEDIROTI#SARASO#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
સરસોં દા સાગ (Sarson Da Sag Recipe In Gujarati)
#Week2#SN2#vasantmasala#aaynacookeryclubસરસોનું સાદ એ પંજાબની પરંપરાગત રેસીપી છે ને જ્યારે પંજાબી શાક ની વાત આવે ત્યારે સરસોના સાગ અને મક્કેની રોટીનું કોમ્બિનેશન જબરજસ્ત રહે છે અને તેને તો મોકરે સ્થાન આપવું જ યોગ્ય છે શિયાળામાં ખવાતું પંજાબી આ શાક સ્વાસ્થ્ય માટે ઘણું લાભકારક છે sonal hitesh panchal -
સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
સરસોં દા સાગ પંજાબી લોકો દ્વારા બનાવવામાં આવતી ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત પંજાબી ડિશ છે જે સરસો એટલે કે રાયના પાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. રાયના પાનની સાથે સાથે પાલક, ચીલની ભાજી અને મૂળા ની ભાજી પણ ઉમેરવામાં આવે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ શાકનો પ્રકાર છે જે મકાઈની રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે. શિયાળા ના સમય દરમિયાન આ સબ્જી એકવાર જરૂરથી બનાવવી જોઈએ.#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
સરસોં દા સાગ (Sarso Da Saag Recipe In Gujarati)
#AM3સાગ એ એક પંજાબી શબ્દ છે જેનો અર્થ ગ્રીન્સ છે. સરસ કા સાગ શાકાહારી વાનગી છે. તે સરસવ ના ગ્રીન્સ અને મસાલા જેવા કે આદુ અને લસણમાંથી બનાવવામાં આવે છે. Asmita Desai -
-
-
-
મક્કી કી રોટી(Makki Ki Roti Recipe In Gujarati)
#GA4#Week25 જે મકાઈ નાં લોટ માંથી બને છે. રાજેસ્થાન,પંજાબ, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર વગેરે જગ્યાએ લેવાય છે. તવા પર બનાવવાં માં આવે છે. ખાસ કરીને શિયાળામાં સરસો ના શાક,અડદ ની દાળ સાથે લેવાં માં આવે છે. રાજેસ્થાન માં ઘી અને ગોળ સાથે લેવાય છે. Bina Mithani -
સરસો દા સાગ (Sarso da saag recipe in gujarati)
#MW4શિયાળાની ઠંડીમાં શરીરને ગરમાવો તથા એનર્જી આપતી સરસવની ભાજી નું શાક, જે પંજાબમાં સરસો દા સાગ તરીકે ઓળખાય છે. શિયાળામાં ગરમા ગરમ મકાઈની રોટી અને જોડે સરસો દા સાગ અને લસ્સી મળી જાય તો ઠંડી ઉડી જાય. Payal Mehta -
સરસોં દા સાગ ઔર મક્કી કી રોટી (સ્મોકી ફ્લેવર) વિથ પંજાબી લસ્સી
#નોર્થ#પોસ્ટ2#સરસોંદાસાગ#મક્કીકીરોટી#લસ્સીબલ્લે બલ્લે !!!પંજાબ નું નામ આવે એટલે આપણને પીળી પીળી સરસોં ના ખેતર યાદ આવે. પીળી પીળી સરસોં ના ખેતર થી આપણને 2 વસ્તુ યાદ આવે - એક તો DDLJ નું પેલું ગીત અને બીજું સરસોં દા સાગ ઔર મક્કી કી રોટી !!! સરસોં દા સાગ ઔર મક્કી કી રોટી પંજાબ નું એક અભિન્ન અંગ છે. તે સ્વાદ, પોષક તત્વો અને રંગમાં ભરપુર, ધરતીનું હૃદયપૂર્ણ ખોરાક છે. અને સાથે પંજાબી લસ્સી મળી જાય તો મજા આવી જાય !આ વાનગી શિયાળા માં ખવાય છે। તે ખાવાથી શરીર માં ગરમાટો આવી જાય છે. ખાસ કરી ને લોહરી (લોઢી) માં તે ખવાય છે। લોહરી સામાન્ય રીતે 13 મી જાન્યુઆરીએ આવે છે. તે શિયાળાના દિવસોના આગમનની ઉજવણી કરે છે. શિયાળાના પાકને કાપવાનો પણ આ સમય છે અને આ દિવસે શિયાળાના ખોરાક ખાવાનો રિવાજ બની જાય છે. આ કારણોસર, સરસોં દા સાગ અને મક્કી કી રોટી આ દિવસે મેનુનો આવશ્યક ભાગ બની જાય છે.તો પ્રસ્તુત છે પંજાબ ના ગામડા સ્ટાઇલ સરસોં દા સાગ ઔર મક્કી કી રોટી વિથ પંજાબી લસ્સી. સાગ માં મેં સ્મોકી ફ્લેવર આપી ને વિવિધતા ઉમેરી છે. Vaibhavi Boghawala -
સરસો દા સાગ અને મકાઈ ની રોટી(Sarson Da Saag Makai Roti Recipe In Gujarati)
#AM3શિયાળાની ખાસ સ્વાસ્થ્ય વર્ધક ડીશ Dr. Pushpa Dixit -
સરસો કા શાક -મક્કે કી રોટી
#ઇબુક૧પંજાબી, કયૂજન ની રેસીપી" સરસો કા શાક -મક્કે કી રોટી " વિન્ટર ની ફેમસ રેસીપી છે ડીનર,લંચ, મેરેજ પાટી મા વિશેષ તોર પર સર્વ થાય છે Saroj Shah -
સરસોં કી સબ્જી(Sarson ka saag sabji recipe in Gujarati)
શિયાળા ની ઋતુ માં. ઘરે બેઠા પંજાબ ની ખુશ્બુ માંણવા માંગો છો તો સરસોં નું સાગ અને મકાઈ ની રોટી ટ્રાય કરો આ ડિશ નો સ્વાદ શિયાળા ની ઋતુ માં જ માણી શકાય છે આમા ત્રણ ભાજી મિક્સ થાય છે એટલે ખૂબ જ હેલ્ધી છે અને એમાં પણ ઘી ઉપર થિ રેડાય એટલે ટેસ્ટ કાંઈક વધી જ જાય તો તમે પણ આ ડીશ નો સ્વાદ માણવા માંગો છો તો બનાવો આ રેસીપી... Hemali Rindani -
-
મિક્ષ ભાજી (Mix bhaji Recipe in Gujarati)
#MW4 હું પંજાબી છું અને આ અમારી પરંપરાગત વાનગી છે.બહુ જ પૌષ્ટિક વાનગી છે. satnamkaur khanuja -
-
સરસોદા શાક મકેકી રોટી(Sarson ka saag makki Roti Recipe in Gujarati)
# શિયાળો સ્પેશલ ##પંજાબ ની સ્પેશલ સબ્જી એન્ડ રોટી #@ઠંડી માં ગરમી આપે # Hetal Shah -
-
-
સરસો દા સાગ (Sarson da saag recipe in Gujarati)
સરસો દા સાગ પંજાબી લોકો દ્વારા શિયાળામાં બનાવાતી ખૂબ જ લોકપ્રિય સબ્જી છે. આ સબ્જી બનાવવા માટે રાઈ ની ભાજી, પાલક ની ભાજી, ચીલ ની ભાજી અને મૂળાના પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે. રાઈ ની ભાજી નું પ્રમાણ સૌથી વધારે હોય છે જ્યારે બીજી બધી ભાજી નું પ્રમાણ પસંદગી પ્રમાણે વધારે ઓછું કરી શકાય. રાઈ ની ભાજી ની સ્ટ્રોંગ ફ્લેવર પસંદ હોય તો પાલક નું પ્રમાણ ઓછું રાખવું અને રાયની ભાજી ની હલકી ફ્લેવર પસંદ હોય તો રાઈ અને પાલક અડધા અડધા પણ લઈ શકાય. મને રાઈ ની ભાજી નો સ્ટ્રોંગ સ્વાદ વધારે પસંદ છે એટલે મેં રાયની ભાજી વધારે રાખી છે અને બીજી બધી ભાજીનો ઉપયોગ એકદમ થોડો કર્યો છે. સરસો દા સાગ ને મકાઈ ના રોટલા સાથે પીરસવામાં આવે છે. ઘરના બનાવેલા સફેદ માખણ અને ગોળ સાથે પીરસવામાં આવે તો આ ડીશ નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. spicequeen -
-
-
સરસવ નું સાગ ને મકાઈ રોટી
હાલ સરસવની સીઝન છે.તેની સાથે પીળી કે સફેદ મકાઈના લોટની રોટી નો સ્વાદ .ઠંડીની સીઝનમાં આની મઝા કંઇક અલગ છે.મેં સફેદ મકાઈના લોટની રોટી બનાવી છે. Vatsala Desai -
મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati)
#GA4#week25#roti#cookpadgujrati#cookpadindiaડિનર માટે મેનુ નક્કી કરતા હતા , મે રોટી સબ્જી સજેસ્ટ કર્યું.બધા એ મોઢું બગાડ્યું.મે કહ્યુ નવી આઈટમ ખવડાવું.અને મે આ રોટી સબ્જી નું નવું version બનાવ્યુ.બધાને બહુ જ ભાવ્યું.ટિફિન માટે પણ બેસ્ટ આઈટમ છે.એકદમ હેલધી અને ચટપટું ,રોટી સબ્જી ના આ combination માટે ક્યારે પણ ના નહિ પડે .તો ચાલો.... Hema Kamdar -
સરસવ નું સાગ અને મકાઈ નો રોટલો (Sarsav Sag Makai Rotlo Recipe In Gujarati)
#WLD મૂળ પંજાબી વાનગી એવી આ દેશી રેસિપી શિયાળામાં મળતી વિવિધ ભાજી નું મિશ્રણ છે જે ખાસ મકાઈ ના રોટલા સાથે પીરસાય છે. Rinku Patel -
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4મારી આજની રેસીપી એકદમ સિમ્પલ છે છતા પણ એવરગ્રીન છે, તમે ગમે તે વાનગી બનાવશો પણ એક કે બે દીવસ માટે રોટલી નહિ ખા઼ઓ તો તમને એમ થાશે જાણે કેટલાક દિવસો થી રોટલી નથી ખાધી અને ગરમા ગરમ ફુલકા રોટી ખાવા ની મજા કઈક ઓર છે રોટલી બનતી હોય ને ભુખ લાગી હોય ઘી મા બોળી ને રોટલી ખાવાની મજા પડી જાયફુલકા રોટ સર્વ કર્યું છે Bhavna Odedra -
મકાઈ ના રોટલા
#FFC6#Week -6ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જઆ રોટલા ટેસ્ટ માં ખુબ જ મીઠા લાગે છે અને ઘી, ગોળ સાથે તો ખુબ જ સરસ લાગે છે.અને વણવા ની ઝંઝટ વગર જ મેં મશીન માં દબાવી દીધા છે જેથી ખુબ જ સરળ થઇ જશે. Arpita Shah -
More Recipes
ટિપ્પણીઓ (3)
I also made