કટોરી ચાટ

Pinal Patel
Pinal Patel @pinal_patel

#SFR
આ એવું ચટાકેદાર સ્ટ્રીટ ફૂડ છે કે જે ને જોતા મોંઢા મા પાણી આવી જાય

કટોરી ચાટ

#SFR
આ એવું ચટાકેદાર સ્ટ્રીટ ફૂડ છે કે જે ને જોતા મોંઢા મા પાણી આવી જાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧ કપફણગાવેલા મગ
  2. ૧ કપફણગાવેલા મઠ
  3. ૩ નંગબાફેલા બટાકા
  4. ચપટીલાલ મરચું પાઉડર
  5. ૬ નંગતૈયાર કટોરી
  6. ૧ કપઝીણી સેવ
  7. કોથમીરની ચટણી
  8. ખજુર આંબલી ની ચટણી
  9. લસણની લાલ ચટણી
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૧ ટીસ્પૂનચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ફણગાવેલા મગ, મઠ ને કુકરમાં ચપટી મીઠું નાખીને ત્રણ વ્હીસલ વગાડી બાફી લો, બટાકા બાફીને છોલી લો

  2. 2

    હવે બાફેલા મગ, મઠ ઠંડા થવા દો, બાફેલા બટાકા ને ઠંડાં થાય પછી છોલી લો, હવે મગ, મઠ, બટાકા બધું બરાબર મિક્ષ કરી લો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, નાખી બધું બરાબર મિક્ષ કરી લો

  3. 3

    હવે એક પ્લેટમાં કટોરી ચાટ ગોઠવો તેમાં મગ, મઠ, વાળો મસાલો મુકો

  4. 4

    તેમાં ગળી ચટણી, કોથમીર ની ચટણી, લસણની ચટણી રેડો

  5. 5

    ઉપર થી ઝીણી સેવ ભભરાવો

  6. 6

    ઉપર ચાટ મસાલો ભભરાવી સર્વ કરો આ કટોરી ચાટ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે

  7. 7

    કટોરી બનાવવા માટે # FDS રેસીપી આપેલી છે ચાટ વાળી ગળી ચટણી રેસીપી મુકેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes