પાઉં પેટીસ

Pinal Patel
Pinal Patel @pinal_patel

#SFC
નાના મોટા સૌનાં મોઢા માં પાણી લાવી દે એવું સ્ટ્રીટ ફુડ છે

પાઉં પેટીસ

#SFC
નાના મોટા સૌનાં મોઢા માં પાણી લાવી દે એવું સ્ટ્રીટ ફુડ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ બટાકા
  2. પેકેટ વડાપાઉં ના બન
  3. ૧/૩ કપતેલ
  4. વઘાર માટે
  5. ૧/૪ ટીસ્પૂનજીરુ
  6. ચપટીહિંગ
  7. ૧ નંગસમારેલું લીલું મરચું
  8. ૧ ટુકડોઆદુ
  9. ૧/૨ ટીસ્પૂનચાટ મસાલો
  10. ૧/૪ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  11. ૧/૪ ટીસ્પૂનહળદર
  12. મીઠું સ્વાદાનુસાર
  13. સમારેલી કોથમીર
  14. ૧ ટીસ્પૂનચણાનો લોટ
  15. ૧/૩ કપચોખા નો લોટ
  16. કોથમીરની ચટણી
  17. લસણની લાલચટણી
  18. ૧ નંગઝીણી સમારેલી ડુંગળી
  19. ૧/૨ કપઝીણી સેવ
  20. બટર

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બટાકા ને ૧/૨ કપ પાણી રેડીને કુકરમાં ત્રણ વ્હીસલ વગાડી બાફી લો, ઠંડા પડે એટલે છોલી ને મૅશ કરી લો

  2. 2

    ત્યારબાદ એક નોનસ્ટિક પેનમાં વઘાર માટે ૧ ટીસ્પૂન તેલ ગરમ કરો તેમાં જીરું, હીંગ, સમારેલી લીલા મરચા, છીણેલું આદું નાખી ને બરાબર સાંતળી લો

  3. 3

    તેમાં હળદર, ચણાનો લોટ નાખી ને મિક્સ કરી લો, છેલ્લે તેમાં મૅશ કરેલા બટાકા ઉમેરો, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો, લાલ મરચું પાઉડર, કોથમીર નાખી ઠંડુ થવા દો

  4. 4

    મિશ્રણ ઠંડુ થાય એટલે તેની પેટીસ વાળો, ચોખા ના લોટમાં રગદોળી નોનસ્ટિક પૅનમાં બટર, તેલ મા ગુલાબી રંગ ની શેકી લો

  5. 5

    હવે નોનસ્ટિક પેનમાં તેલ મૂકી લસ ની ચટણી સાંતળી,પેટીસ પણ સાંતળી લો

  6. 6

    હવે પાઉ ને વચ્ચે કટ કરી એક સાઇડ કોથમીર ની ચટણી લસણની ચટણી મા શેકો પે ટીસ મુકો ઉપર થી ઝીણી સમારેલી ડુંગળી, સેવ ભભરાવો

  7. 7

    પાઉં ને બંધ કરી ચારેબાજુ હળવેથી શેકી લો, ઉપરથી કોથમીર ની ચટણી, સેવલગાવો વડાપાઉં, દાબેલી કરતા પણ આ પાઉં પેટીસ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes