દુધીનો હલવો (બરફી)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
શેર કરો

ઘટકો

  1. કીલો દુધી
  2. ૩ કપદુધ (લગભગ ૭૫૦ ગ્રામ)
  3. ટે. સ્પૂન ઘી
  4. ૧ કપખાંડ (સ્વાદ મુજબ વધઘટ)
  5. ૨૫૦ ગ્રામ માવો (ઘી બનાવતા વધેલ માવો)
  6. ટે. સ્પૂન ઈલાયચી પાઉડર
  7. ૧/૨ કપઅધકચરા સમારેલ કાજુ, બદામ, સુકી દ્રાક્ષ
  8. ૧/૨ટી. સ્પૂન પિસ્તાની કતરણ (ડેકોરેશન માટે)
  9. ટીપું ગ્રીન કલર (જો ઈચ્છા હોય તો)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દુધીને ધોઈ, ઉપરથી છાલ કાઢી, છીણી લેવી. ગેસ મધ્યમ આંચ પર ચાલુ કરી, તેના પર મોટી તાવડીમાં ઘી ઉમેરવું. ઘી ગરમ થાય એટલે તેમાં છીણેલી દુધી નાંખી તેને પકવવી.

  2. 2

    એક વાડકામાં ૧ કપ દુધ લઈ તેમાં માવાને મીક્ષ કરી લેવો. દુધી સરસ ચડી જાય એટલે તેમાં માવાનું મિશ્રણ નાંખી સતત હલાવી મીક્ષ કરવું. વધારાનું દુધ પણ ઉમેરી દેવું.

  3. 3

    ૨ મીનીટ હલાવ્યા બાદ તેમાં કાજુ, બદામ દ્રાક્ષ તથા ઇલાયચીનો પાઉડર ઉમેરવા. સતત હલાવ્યા કરવું. (નીચે ચોંટે નહિ તેનું ખાસ ધ્યાન રાખવું.)

  4. 4

    હવે તેમાં ખાંડ ઉમેરી ૧ મીનીટ હલાવતા રહેવું. (અહીં તમારા સ્વાદ મુજબ ગળપણ ચેક કરી લેવું.) ત્યારબાદ ગેસ બંધ કરી દેવો.

  5. 5

    હવે ગ્રીસ કરેલ થાળી કે ડીશમાં કાઢી લેવો. વાટકી નીચે સહેજ ઘી લગાવી બરાબર પાથરી દેવો. તેના પર પિસ્તાની કતરણથી સમજાવવું.

  6. 6

    થોડું ઠંડું થાય એટલે ચપ્પાથી કાપા પાડી દેવા. આપણો એકદમ યમ્મી પર્ફેક્ટ દુધીનો હલવો તૈયાર છે. (મેં આમાં મલાઈમાંથી ઘી બનાવતા જે માવો વધે તેનો ઉપયોગ કર્યો છે)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

ટિપ્પણીઓ

Similar Recipes