હેલ્ધી રાગી બિસ્કિટ

મેં સંપૂર્ણ હેલ્ધી રાગી કૂકીઝ બનાવ્યા છે. સંપૂર્ણ હેલ્ધી એટલે કહું છું, કારણકે એમાં મેં મેંદાનો, ખાંડનો કે તેલનો ઉપયોગ નથી કર્યો.
હું થોડો ડરતો હતો કે રાગીના કૂકીઝ સ્વાદમાં કંઈક જુદા લાગશે. પણ બનાવ્યા પછી ખાધા તો ખબર પડી કે સ્વાદમાં કોઈ જ ફેર નથી. ખાવાની મજા પડી ગઈ☺️☺️☺️
તમે પણ બનાવજો બહુ જ સરસ બને છે.😋😋😋🥰🥰
હેલ્ધી રાગી બિસ્કિટ
મેં સંપૂર્ણ હેલ્ધી રાગી કૂકીઝ બનાવ્યા છે. સંપૂર્ણ હેલ્ધી એટલે કહું છું, કારણકે એમાં મેં મેંદાનો, ખાંડનો કે તેલનો ઉપયોગ નથી કર્યો.
હું થોડો ડરતો હતો કે રાગીના કૂકીઝ સ્વાદમાં કંઈક જુદા લાગશે. પણ બનાવ્યા પછી ખાધા તો ખબર પડી કે સ્વાદમાં કોઈ જ ફેર નથી. ખાવાની મજા પડી ગઈ☺️☺️☺️
તમે પણ બનાવજો બહુ જ સરસ બને છે.😋😋😋🥰🥰
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાગી લોટ, ઘઉંનો લોટ, બે. સોડા અને મીઠું ચાળી લેવા.
- 2
ચાળ્યા પછી સરસ રીતે મીક્ષ કરી લેવા. હવે એક મોટા વાડકામાં માખણ લઈ તેને ફ્લપી થાય ત્યાં સુધી ફેટવું.
- 3
હવે તેમાં થોડો થોડો ગોળ પાવડર ઉમેરતા જવું અને મીક્ષ કરતા જવું. આ મિશ્રણને ૧૦ મિનીટ (એકદમ ફ્લપી થાય ત્યાં સુધી) ફેટવુ.
- 4
હવે તેમાં થોડો થોડો લોટ ઉમેરતા જવું અને લોટ ભેળવતા જવો..
- 5
હવે તેમાં જરૂર લાગે તો ૨ ટે. સ્પૂન દુધ લઈ હલકા હાથે લોટ બાંધવો.
- 6
હવે તૈયાર કરેલ લોટને પ્લાસ્ટિકથી ઢાંકી તેને ૧ કલાક ફ્રીજમાં રાખવું. હવે ફ્રીજમાંથી બહાર કાઢી, એક સરખા લુવા બનાવવા.
- 7
હવે ઓવનને ૧૮૦ ડીગ્રી પર પ મીનીટ પ્રી-હીટ કરવા મુકી દેવું.હવે એક એક લુવું લઈ બે હાથથી ગોળ બનાવી, સહેજ દાબી પેંડા જેવો આકાર બનાવવો. પછી ચપ્પાની મદદથી ઉપર ડિઝાઈન બનાવવી.
- 8
હવે ઓવન ટ્રે માં બટર પેપર ગોઠવી તૈયાર કરેલ કૂકીઝને એકબીજાથી થોડા દૂર રાખી ગોઠવવા. અને પછી ઓવનમાં ૧૦-૧૨ મીનીટ માટે બેક થવા દેવા. બહાર કાઢી સંપૂર્ણ ઠંડા થવા દેવા.
- 9
આપણા એકદમ યમ્મી રાગી કૂકીઝ તૈયાર છે.😋😋😋😋😋🥰
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી)
હું નાનો હતો ત્યારથી મને ટુટ્ટીફ્રુટી કેક અને ક્રીમરોલ બહુ જ ભાવે છે. બેકરી પર કાંઈપણ લેવા જઉં ત્યારે આ કેક અને ક્રીમરોલ લઉં જ🥰🥰🥰આજે મારી ખુશી માટે આ કેક બનાવી છે. આ કેક મેં ઈડલી બનાવીએ તેમ તપેલામાં પાણીની વરાળથી બનાવી છે. બહુ જ સરસ બની છે😋😋😋😋😋👌👌👌તમે જરૂર બનાવજો. બહુ જ મસ્ત બને છે.☺️☺️☺️ Iime Amit Trivedi -
વડાપાંઉ બોલ્સ
મુંબઈ કે પુરા મહારાષ્ટ્રમાં વડાપાંઉ બહુ જ ફેમસ છે. હવે તો ગુજરાતમાં પણ બધાના ફેવરીટ બનતા જાય છે.પણ ઘણા લોકોને કોરા પાંઉ ગળામાં ભરાતા હોય તેવું લાગે છે. એ સમસ્યાના ઉકેલ રૂપે મેં આ વડાપાંઉ બોલ્સ બનાવ્યા છે. જેમાં વડાપાઉંનો સ્વાદ તો મળે જ છે અને સાથે ગળામાં ડૂચો ભરાતો નથી.🥰🥰🥰🥰તમે જરૂર બનાવજો. તમને અવાર-નવાર બનાવવાનું મન થશે☺️☺️☺️☺️☺️ Iime Amit Trivedi -
મેથી-બાજરીના ઢેબરા
#PARમારી ચા સાથેની પસંદગીની વાનગીઓમાંથી એક છે આ મેથી-બાજરીના ઢેબરા😋😋😋😋એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ, પાર્ટી હોય કે પીકનીક બધી જગ્યાએ ચાલે. બહારગામ અઠવાડિયું રાખીશકો🥰🥰🥰 Iime Amit Trivedi -
માખણિયા/જીરા બિસ્કિટ
ચા સાથે તમે ઘણા જુદા જુદા બિસ્કિટ્સ ખાધા હશે. પણ મારા અનુભવે કહું તો ચા સાથે માખણિયા બિસ્કિટ ખાવાનો આનંદ જ અનેરો છે. માખણિયા બિસ્કિટને જીરા બિસ્કિટ્સ કે ફરમાસ પણ કહે છે. આ બિસ્કિટ સુરતના સૌથી બેસ્ટ હોય છે.જો તમે મારી આ રેસીપીને પર્ફેક્ટ અનુસરીને બનાવશો તો તમે જેને ખવડાવશો તે વ્યક્તિ પૂછશે કે આ ક્યાંથી લાવ્યા?😊😊😊 Iime Amit Trivedi -
પાણીપુરીની પૂરી (ઘઉંના લોટની)
આપણા ગુજરાતીઓમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને પાણીપુરી ના ભાવતી હોય.મને તો બહુ જ ભાવે છે😋😋😋 અમારા ઘરે હું પાણી તથા ચણા-બટાકા વધારે બનાવડાવું. કારણકે બીજા દિવસે સાંજે પણ પાણીપુરી ખાઉં ત્યારે મને સંતોષ થાય🥰🥰🥰ઘરે જાતે પૂરી બનાવો એમાં સહેજ મહેનત લાગે, પણ ઘરે બનાવીને ખાવાનો આનંદ અનેકઘણો વધી જાય છે.ખાસ કરીને કોઈ પૂછે કે….સાચે જ ઘરે બનાવી છે?😮😮તમે પણ મારી જેમ આનંદ માણી શકો એ માટે અહીં રેસીપી મુકુ છું. બધુ ધ્યાનથી વાંચી અનુસરસો તો તમારી પૂરી મારા કરતા પણ વધારે ક્રીસ્પી અને પર્ફેક્ટ બનશે👍👍👍👍🥰🥰આ રેસીપી લખવા મને પ્રેરિત કરવા માટે Dollce Vaishali Pandyaji નો દિલથી ખાસ આભાર માનું છું.🙏🥰🥰 Iime Amit Trivedi -
માખણિયા/જીરા બિસ્કિટ
#ML@Amit_cook_1410સૂરતનાં પ્રખ્યાત માખણિયા/જીરા બિસ્કિટની અમિતભાઈની રેસીપી ફોલો કરીને બનાવ્યાં છે. Dr. Pushpa Dixit -
ફ્રુટ સલાડ
#SSM૧૩ એપ્રિલ મારી ભત્રીજા વહુ બિજલ અને તેના દિકરા ઝીઆનની વર્ષગાંઠ એકદમ દિવસે છે. તેઓ ઓસ્ટ્રેલીઆ છે. પણ આજે અમે અહીં બિજલને ભાવતું ફ્રુટસલાડ બનાવીને એ બન્નેની વર્ષગાંઠ ઉજવી💐🎂🎉🥳🎈🥰🥰🥰🥰🥰 Iime Amit Trivedi -
હેલ્ધી ગ્રીન પંચરત્ન સ્ટફડ રોટલો
#ઇબુક૧#પોસ્ટ૯#લીલીશિયાળા માં કે કોઈ પણ સીઝન માં ખાઈ શકાય એવો હેલ્ધી રોટલો. dharma Kanani -
-
પાઈનેપલ અંગુરી રસમલાઈ (Pineapple Anguri Rasmalai Recipe in Gujarati)
હું કેનેડા મારી દિકરીના ઘરે આવ્યો છું. મારી દિકરીની દિકરી (આર્જવી)ની સૌથી પ્રિય મીઠાઈ “રસમલાઈ” છે. મેં એના માટે બનાવી. તે સ્કૂલેથી આવી ત્યારે મેં એને સરપ્રાઈઝ આપી☺️☺️ આર્જવી એકદમ ખુશ થઈ ગઈ🥰🥰🥰તમે પણ આ રેસીપી મુજબ બનાવશો તો પર્ફેક્ટબનશે. પછી તમે બહારથી ક્યારેય નહિ લાવો એની ગેરંટી😊😊😊 Iime Amit Trivedi -
હેલ્ધી જેમ્સ કુકીઝ
#GujaratiSwad#RKS#હેલ્ધી જેમ્સ કુકીઝ#સ્વપ્નલ શેઠ#૧૬/૦૩/૧૯હેલ્લો મિત્રો મેં આજે બાળકો ને ભાવે તેવી ખુબજ સરળ રીતે ઓવન વગર હેલ્ધી જેમ્સ કુકીઝ બનાવી છે, આશા છે કે સૌને ગમશે. Swapnal Sheth -
ક્રન્ચી બિસ્કિટ ભાખરી
#PARઘણા લોકો ખાવાના શોખીન હોય પણ સાથે સાથે તંદુરસ્તી પ્રત્યે સભાન હોય અંથવા બેકરી આઈટમ કે જંકફુડથી દૂર ભાગતા હોય છે. આવા લોકો માટે પાર્ટી સ્નેક તરીકે બેસ્ટ વિકલ્પ છે “બિસ્કિટ ભાખરી”ચા સાથે ગમે તે સમયે મસ્ત જ છે👌👌☺️પણ પાર્ટી સ્નેક તરીકે પણ જોરદાર છે.જેમ કે….ક્રન્ચી પીઝા, ક્રન્ચ વીથ ડીપ ( ક્રીમ ચીઝ, સાલસા સોસ, માયોનીઝ વગેરે😋😋😋😋😋આ ભાખરી બહારગામ લઈ જવી હોય તો ૭ થી ૧૦ દિવસ ચાલે છે.🥰🥰🥰 Iime Amit Trivedi -
-
ઓટસ કુકીસ(Oats Cookies Recipe in Gujarati)
આ કૂકીઝ ખૂબ હેલ્ધી છે , તેમાં ઓટસ, ઘઉં નો લોટ, કોકોનટ પાઉડર, અને મધ નો ઉપયોગ કરી ને બનાવી છે જે કોઈ પણ ખાય શકે.જે આ સમય માં હેલ્ધી ખાવું ખૂબ જરુરી છે અને તેને બનાવવાનું પણ ખૂબ સહેલું છે , એક વાર ટ્રાય કરવા જેવી છે#GA4#Week4 Ami Master -
ડોરા કેક(Dora cake recipe in gujrati)
ઘઉં ના લોટ ની ઈનસ્ટ્ન્ટ કીડ્સ ને ભાવે તેવી સ્વાદિષ્ટ વાનગી. Avani Suba -
વેનીલા ટુટીફ્રુટી મફીન્સ (Venilla Tutee Frutee Muffins recipe i
#Virajઆ રેસીપી મે વિરાજ વસાવડા ના લાઈવ સેશન માં બનાવી હતી. આ મફિન્સ માં ટૂટી ફ્રૂટીની જગ્યાએ ડ્રાયફ્રુટ્સ પણ લઈ શકાય છે. આ મફીન્સ સ્વાદમાં ખુબજ યમ્મી લાગે છે. નાના બાળકોની ખૂબ જ ફેવરિટ હોય છે. Parul Patel -
-
દહીંવડા
#PARઅમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ🥰દરેક ગૃહિણીની અમુક વાનગીઓમાં માસ્ટરી હોય. મારા ભાભી ઘણી વાનગીઓ સરસ બનાવે છે. એમાંની એક છે દહીંવડા😋😋આજે એમના માર્ગદર્શન હેઠળ મેં દહીંવડા બનાવ્યા છે.વડામાં સોડા કે બીજી કોઈ જ વસ્તુ ઉમેરી નથી છત્તા એકદમ પોચા બન્યા છે. તમે એકવાર આ રીતે બનાવી જોશો તો ખ્યાલ આવશે🥰🥰 Iime Amit Trivedi -
-
-
કુલેરના લાડુ
આજે નાગપાંચમ નિમિત્તે ધાર્મિક/પરંપરાગત રીતથી થોડી અલગ રીતે કુલેરના લાડુ બનાવ્યા. મારી રીતમાં બાજરીનો લોટ ગળામાં ચોંટતો નથી, અને ગોળની ગાંગડી પણ નથી આવતી.તમે એકવાર મારી રીતે જરૂર બનાવી જોજો. પછી આ રીતે જ બનાવશો.🥰🥰🥰મારી રીતે બનાવવામાં તમારા ધાર્મિક નિયમનો ભંગ થતો હોય તો તમારી રીતે જ બનાવજો☺️☺️☺️ Iime Amit Trivedi -
યમ્મી યમ્મી ફ્રૂટસ પિઝ્ઝા
#ફ્રૂટ્સ#ઇબુક૧#પોસ્ટ૩૦ગરમ ગરમ પિઝા તો ખાધા જ હસે તો હવે ટ્રાઈ કરો ઠંડા ઠંડા અને ડેઝર્ટ માં પણ ચાલે તેવા પિઝા. બાળકો ખૂબ ખૂબ ખુશ થઈ જશે તેવા યમ્મી યમ્મી ફ્રૂટસ પિઝ્ઝા. dharma Kanani -
-
કેરેમલ પોપકોર્ન
#હોળીમસાલા વાળા પોપકોર્ન તો આપણે બનાવતા જ હોઈએ, પણ આજે મે એનો સાથે કેરેમલ પોપકોર્ન બનાવ્યા છે...ટેસ્ટ માં થોડો ચેન્જ મળે ... Radhika Nirav Trivedi -
-
-
-
મોતિચુર લાડુ (ઝારા વગર)(Motichoor Ladoo Recipe In Gujarati)
હું કેનેડા મારી દીકરીને ત્યાં આવ્યો છું. મારા પૌત્ર પ્રનિલની સૌથી પ્રિય વાનગી “મોતિચુરના લાડુ” છે. પ્રનિલ તેને ‘ગોલ્ડનલાડુ’ અથવા ‘યલો લાડુ’ કહે છે. મારી ખુબ ઈચ્છા હતી કે કેનેડા જઈશ તો મારા હાથે બનાવીને તેને ખવડાવીશ. મારી તે ઈચ્છા આજે પૂરી થઈ છે.🥰🥰🥰આ મોતિચુર લાડુ મેં ઝારા વગર બનાવ્યા છે. રેસીપી મુકું છું. તમે જરૂર બનાવવાનો પ્રયત્ન કરજો☺️☺️ Iime Amit Trivedi -
લીંબુ ની તડકા છાંયા ની ચટણી
#ચટણીખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટી એવી લીંબુ ની ચટણી જે પાચન શક્તિ વધારે એવી છે. જેમાં મિક્સર કે ખંડણી ની કોઈ પણ મદદ વિના જ બનાવી શકાય એવી ચટણી. અને કઈ પણ મહેનત વિના જ બનાવી શકાય એવી. dharma Kanani -
More Recipes
ટિપ્પણીઓ (10)