દહીંવડા

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410

#PAR

અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ🥰
દરેક ગૃહિણીની અમુક વાનગીઓમાં માસ્ટરી હોય. મારા ભાભી ઘણી વાનગીઓ સરસ બનાવે છે. એમાંની એક છે દહીંવડા😋😋
આજે એમના માર્ગદર્શન હેઠળ મેં દહીંવડા બનાવ્યા છે.
વડામાં સોડા કે બીજી કોઈ જ વસ્તુ ઉમેરી નથી છત્તા એકદમ પોચા બન્યા છે. તમે એકવાર આ રીતે બનાવી જોશો તો ખ્યાલ આવશે🥰🥰

દહીંવડા

#PAR

અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ🥰
દરેક ગૃહિણીની અમુક વાનગીઓમાં માસ્ટરી હોય. મારા ભાભી ઘણી વાનગીઓ સરસ બનાવે છે. એમાંની એક છે દહીંવડા😋😋
આજે એમના માર્ગદર્શન હેઠળ મેં દહીંવડા બનાવ્યા છે.
વડામાં સોડા કે બીજી કોઈ જ વસ્તુ ઉમેરી નથી છત્તા એકદમ પોચા બન્યા છે. તમે એકવાર આ રીતે બનાવી જોશો તો ખ્યાલ આવશે🥰🥰

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ કપઅડદની દાળ
  2. ૧/૨ કપચોખા
  3. ૧ કપપાણી (જરૂર મુજબ ઉપયોગમાં લેવું)
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૧/૮ ટી સ્પૂન હિંગ
  6. તેલ તળવા માટે
  7. ૩ કપમોળું દહીં
  8. ૧/૨ કપખાંડ (સ્વાદ મુજબ વધઘટ)
  9. મીઠું સ્વાદ મુજબ
  10. ગળી ચટણી
  11. તીખી ચટણી
  12. ટે. સ્પૂન જીરૂ (અધકચરા વાટેલા)
  13. લાલ મરચું (ઉપર ભભરાવવા)
  14. ચાટ મસાલો (ઉપર ભભરાવવા)
  15. સમારેલ કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ અને ચોખાને ૪-૫ વાર પાણીથી ધોઈને પછી પાણીમાં ૭-૮ કલાક પલાળી રાખવા. પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરી મીક્ષરમાં ક્રશ કરી લેવા. (ખીરું થોડું ઘટ્ટ રાખવું.)

  2. 2

    વાડકામાં ખીરુંને ચમચીની મદદથી એકતરફ સતત ૩-૪ મીનીટ ફેટવું.(જેથી ખીરું ફ્લપી થઈ જશે) હવે તેમાં મીઠું તથા હિંગ ઉમેરી મીક્ષ કરી લેવું.

  3. 3

    ગેસ મીડીયમ આંચ પર ચાલુ કરી, તેના પર તાવડીમાં તેલ લઈ ગરમ કરવું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં હાથથી વડા મુક્તા જવા. ગુલાબી બ્રાઉન થાય ત્યાં સુધી તળવા.

  4. 4

    એક મોટા બાઉલમાં સાદું પાણી લેવું. તળેલા વડા સીધા તેમાં નાખવા. ૫-૧૦ મીનીટ તેમાં પલળવા દેવા.

  5. 5

    હવે એક એક વડાને લઈ, બે હથેળી વચ્ચે હળવેથી દબાવી પાણી કાઢી લેવું અને એક મોટી ડીશમાં મુક્તા જવા. આ રીતે બધા વડા કરી લેવા.

  6. 6

    હવે એક વાડકામાં દહીં, ખાંડ અને મીઠું લઈ તેને સરસ રીતે વલોવી લેવું. સાથે ગળી તથા તીખી ચટણી, જીરૂ, લાલ મરચું તથા ચાટ મસાલો રાખવો. હવે એક પ્લેટમાં વડા લઈ, તેના પર દહીં તથા સ્વાદ મુજબ ચટણીઓ લેવી. અને પછી સ્વાદ મુજબ કોરા મસાલા ભભરાવી સર્વ કરવું.

  7. 7

    આપણા એકદમ સોફ્ટ, યમ્મી દહીંવડા તૈયાર છે.😋😋😋🥰

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

Similar Recipes