ફુદીના આદુ લીંબુ નું શરબત

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504

#શિયાળા
શિયાળા ની ઋતુ મા લીલા પાન ની ભાજી ,કોથમીર, ફુદીનો,લીંબુ, આદુ ખૂબ સરસ તાજુ મળે છે.શિયાળા માં વિવિધ પાક બનાવી ખાવા ની ઋતુ કહેવાય છે.વિવિધ વસાના નો ઉપયોગ કરી પાક ખાવામાં આવે છે.શારીરિક બળ મળે તેવી વાનગી ખવાય છે.આજ રીતે શિયાળા ની ઠંડી ને માત કરવા આદુ ફુદીનો ખાવો સ્વાસ્થ્યવર્ધક છે.આ રીતે શરબત બનાવી રોજ પીવાથી શરદી કફ નથી થતો,પાચન શક્તિ વધે છે, વિટામિન સી મળે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10-12  મિનિટ
1 લિટર
  1. સુગર સિરપ બનાવવા માટે:-
  2. 500 ગ્રામસાકર
  3. 250મિલી પાણી
  4. બીજા ઘટકો:-
  5. 100 ગ્રામતાજા ફુદીના ના પાન અથવા એક મોટી જૂડી તાજો ફુદીનો
  6. 100 ગ્રામતાજુ આદુ
  7. 250 ગ્રામતાજા લીંબુ
  8. અથવા
  9. 8મોટા લીંબુ
  10. 1 ટીસ્પૂનસંચળ પાઉડર
  11. 1 ટીસ્પૂનકાળા મરી નો પાઉડર
  12. 1 ટીસ્પૂનશેકેલા જીરાનો પાઉડર

રાંધવાની સૂચનાઓ

10-12  મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લીંબુ ને ધોઈ ને તેનો રસ કાઢી લેવો.ફુદીના ને બે થી ત્રણ વાર ધોઈ ને મિકસી જાર માં નાખવો.આદુ ધોઈ ને તેની પાતળી સ્લાઈસ કરી જાર માં નાખવી.તેમાં થોડું પાણી નાખી એકદમ બારીક પેસ્ટ બનાવવી.એક બાઉલ મા કાઢી લેવી.

  2. 2

    ફુદીના આદુ ની પેસ્ટ માં લીંબુ નો રસ ઉમેરવો.બધું બરાબર મિક્સ કરવું.

  3. 3

    એક પેન મા સાકર અને પાણી નાખી મધ્યમ આંચ પર ગરમ કરવા મૂકવું.સતત હલાવતા રહેવું.સાકર ઓગળી જાય અને બે થી ત્રણ મિં બોઇલ કરી આંચ બંધ કરવી.સુગર સીરપ ને ઠંડુ થવા દેવું.

  4. 4

    સુગર સીરપ ઠંડુ થાય પછી તેમાં ફુદીનો આદુ લીંબુ નું મિશ્રણ ઉમેરવું.તેમાં સંચળ પાઉડર,મરી પાઉડર અને જીરું પાઉડર નાખી બરાબર હલાવી મિક્સ કરવું.તેને ગાળી કાચ ની બોટલ મે ભરી લેવું.પીરસતી વખતે ગ્લાસ માં પોણો ગ્લાસ પાણી અને ત્રણ થી ચાર ટેબલસ્પૂન આ શરબત નાખી હલાવી મિક્સ કરી ને પીરસવું.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.નાના મોટા દરેક ને ભાવે તેવું આ શરબત જરૂર થી બનાવો!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504
પર

ટિપ્પણીઓ

Similar Recipes