#જોડી પકોડા કઢી અને ચાવલ

Kosha's Kitchen
Kosha's Kitchen @cook_17490810

આ દિલ્હીની ફેમસ સ્ટ્રીટ ફુડ વાનગી છે

#જોડી પકોડા કઢી અને ચાવલ

આ દિલ્હીની ફેમસ સ્ટ્રીટ ફુડ વાનગી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. પકોડા માટે:-૧૫ નંગ
  2. ૧/૪ કપ-કાપેલા બટાકા
  3. ૧/૪ કપ-કાપેલી પાલક
  4. ૧/૪ કપ-કાપેલી ડુંગળી
  5. ૧/૨કપ-ચણાનો લોટ
  6. ૧/૪ નાની ચમચી-બેકિંગ પાવડર
  7. ૧/૪ નાની ચમચી-હળદર
  8. ૧/૨ નાની ચમચી-લાલ મરચું
  9. ૧ નાની ચમચી-ધાણા આખા
  10. ૧ કાપેલુ-લીલા મરચાં
  11. મીઠું સ્વાદાનુસાર
  12. પાણી જરૂર મુજબ
  13. કઢીમાટે:-
  14. ૨ મોટી ચમચી-તેલ
  15. ૨.૫ કપ-છાશ
  16. ૨.૫ મોટી ચમચી-ચણાનો લોટ
  17. મીઠું જરૂર મુજબ
  18. ૧/૪ કપ-કાપેલા ટામેટા ડુંગળી
  19. ખડા મસાલા
  20. ૫/૬ પાંદડા-મીઠો લીમડો
  21. ૧ નાની ચમચી-જીરું
  22. ૧ નંગ-સૂકું લાલ મરચું
  23. ૧/૪ નાની ચમચી-હળદર
  24. ૧ નાની ચમચી-લાલ મરચાનો પાવડર
  25. ૧ નાની ચમચી-કસૂરી મેથી
  26. ૧ નાની ચમચી-લીલા મરચાં આદુ ની પેસ્ટ
  27. ૧ નાની ચમચી-ગરમ મસાલો
  28. ૧/૨ મોટી ચમચી-સંચળ
  29. ૧ નાની ચમચી-ધાણા જીરું પાવડર
  30. ૧/૪ નાની ચમચી- હિંગ
  31. લીલા ધાણા
  32. મસાલા માટે
  33. ૧ મોટી ચમચી-શેકેલો જીરાનો પાવડર
  34. ૧/૨ મોટી ચમચી-કાળા મરી
  35. વઘાર માટે
  36. ૧ મોટી ચમચી-ગરમ તેલ
  37. ૧/૨ નાની ચમચી- કાશ્મીરી લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પકોડા માટે આપણે ખીરું તૈયાર કરીશું
    ખીરું બનાવવા માટે એક વાસણમાં કાપેલા બટાકા,ડુંગળી,પાલક લઈને તેમાં ચણાનો લોટ ઉમેરીશું હવે તેમાં મીઠું,લાલ મરચું,હળદર,આખા ધાણા અને લીલા મરચા ઉમેરીશું ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને પકોડા ઉતરે તેવું ખીરું તૈયાર કરીશું અને છેલ્લે બેકિંગ પાઉડર ઉમેરી સરખું હલાવી લઈને ગરમ તેલમાં પકોડા ઉતારી લઇશું.

  2. 2

    હવે કઢીબનાવવા માટે છાશમા ચણાનો લોટ અને મીઠું ઉમેરીને મિક્સ કરો.ત્યારબાદ વઘાર માટે તેલ,ખડા મસાલા,જીરું, સૂકું લાલ મરચું,લીમડો, આદુ-મરચાની પેસ્ટ, કાપેલા ડુંગળી-ટામેટા, હળદર,લાલ મરચું,ધાણાજીરું નાખીને તેલ છુટું પડે ત્યાં સુધી ને સાંતળી લો.
    મસાલો સંતળાઇ એટલે તેમાં બનાવેલી છાશ અને ચણાના લોટનું મિશ્રણ ઉમેરીશુ. હવે તેને ધીમા તાપે એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળી લો.
    કઢી બરાબર ઉકળી જાય એટલે ગરમ મસાલો,કસુરી મેથી અને લીલા ધાણા ઉમેરીશું,ત્યારબાદ તેમાં બનાવેલા પકોડા ઉમેરી અને કઢી ને બે મિનિટ ઉકળી લો.

  3. 3

    હવે ઉપર બતાવેલા માપ પ્રમાણે આપણે મસાલો બનાવી લઈશું.છેલ્લે પીરસતી વખતેપકોડા કઢી ઉપર ગરમ તેલ અને કાશ્મીરી લાલ મરચાંનો વઘાર કરીશું

  4. 4

    હવે કઢી ને આપણે બાસમતી ચાવલ સાથે સર્વ કરીશું.
    બાસમતી ચાવલ બનાવવા માટે બાસમતી ચોખા ને ખુલ્લા વાસણમાં મીઠું અને હળદર નાખીને બાફી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kosha's Kitchen
Kosha's Kitchen @cook_17490810
પર

Similar Recipes