દાળ બાટી ચુરમુ

Roopa Thaker
Roopa Thaker @cook_16518138
Anand - Gujarat

#જોડી
દાળ બાટી ચુરમુ એક રાજસ્થાની વ્યંજન છે, જે ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે

દાળ બાટી ચુરમુ

#જોડી
દાળ બાટી ચુરમુ એક રાજસ્થાની વ્યંજન છે, જે ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 3 કપઘઉંનો લોટ
  2. 1/2 કપસુજી
  3. 1/2 કપગરમ ઘી
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1 ચપટીબેકીંગ પાવડર
  6. 1 ચમચીઅજમા
  7. પાણી જરૂરિયાત અનુસાર
  8. ** દાળ માટે
  9. 2 કપફોતરાવાળી મગ દાળ
  10. 1/2 કપમોગર દાળ
  11. 1/2 કપઅડદ દાળ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. 1ગ્લાસ પાણી
  14. 3-4 ચમચીતેલ અથવા ઘી
  15. 1/2 ચમચીજીરું
  16. 3-4લસણ ની કળી
  17. 2ડુંગળી
  18. 3ટમેટાં
  19. 1-2લીલા મરચા
  20. 1સૂકુ લાલ મરચુ
  21. 1/2 ચમચીગરમ મસાલો
  22. 1 ચપટીહિંગ
  23. 2 ચપટીહળદર
  24. 1/2 ચમચીધાણાજીરું
  25. લીલા ધાણા સજાવવા માટે
  26. 1 ચમચીલાલ મરચું
  27. ** ચુરમુ બનાવવા માટે
  28. 5 ચમચીઘી
  29. 1/2 કપગોળ
  30. 6-7બાટી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌથી પહેલા બધી દાળ ને 2-3 પાણી એ ધોઈ ને 4 વિસલે બાફવું

  2. 2

    એક લોયા માં તેલ મૂકી લસણ, જીરું, લાલ મરચું, અને હિંગ નાખી.. પછી તેમાં ઝીણાં સમારેલા ડુંગળી ટમેટા નાખવા

  3. 3

    4-5 મિનિટ સાતલીયા પછી તેમાં બધા મસાલા ઉમેરવા; સરખું મિક્સ થઈ જાય પછી બાફેલી દાળ મિક્સ કરવી અને 10 મિનિટ સુધી ચડવા દેવાનું

  4. 4

    બાટી માટે: એક વાસણ માં ઘઉંનો લોટ અને સુજી લેવા, પછી તેમાં મીઠું, બેકીંગ પાવડર, અજમા, અને ઘી નાખવું અને જરૂર મુજબ પાણી નાખી થોડો કઠણ લોટ બાંધવો

  5. 5

    લોટના નાના નાના ગોળણા કરી, ચાકુ થી ચોકડી જેવા કાપા કરવા જેથી બાટી અંદર સુધી શેકાય જાય

  6. 6

    પછી બાટી ને અપ્પમ ના સ્ટેન્ડ માં ધીમા ગેસ પર 8-10 મિનિટ શેકાવા દેવું અને એક બાજુ શેકાય ગયા પછી બીજી બાજુ પલટી ને પણ શેકવું અને ઘી માં ડુબાડીને સર્વ કરો

  7. 7

    ચુરમા માટે:
    6-7 બનેલી બાટી ને નાના નાના ટુકડા કરી મિક્સર માં ક્રશ કરો
    એક લોયા માં ઘી-ગોળ ની પાય તૈયાર કરી પીસેલી બાટી નાખી મિક્સ કરો એટલે ચુરમુ તૈયાર

  8. 8

    તૈયાર થયેલ દાળ બાટી ચુરમા ને ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Roopa Thaker
Roopa Thaker @cook_16518138
પર
Anand - Gujarat

ટિપ્પણીઓ

Similar Recipes