લાઈવ ગાંઠીયા નું શાક

Mita Mer
Mita Mer @Mita_Mer

#શાક
તમે પણ બનાવો ગાંઠિયાનું શાક સાથે ખાટી છાશ ની કરી

લાઈવ ગાંઠીયા નું શાક

#શાક
તમે પણ બનાવો ગાંઠિયાનું શાક સાથે ખાટી છાશ ની કરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામચણાનો લોટ
  2. સ્વાદ અનુસાર મીઠું
  3. 2 ચમચીલાલ મરચું પાવડર
  4. 1 ચમચીહળદર
  5. 3 ચમચીતેલ
  6. 1ગ્લાસ ખાટી છાશ
  7. 1/2ગ્લાસ પાણી
  8. 1/2 ચમચીહિંગ
  9. 1 ચમચીધાણાજીરું પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગાંઠીયા નો લોટ બાંધી લો તેના માટે લોટ લઈ તેમાં 1 ચમચી તેલ નાખી તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર અને મીઠું નાખી લોટ બાંધી લો ત્યારબાદ લોટને પાંચથી દસ મિનિટ માટે ઢાંકીને રાખો

  2. 2

    હવે એક કઢાઈમાં તેલ મૂકી તેમાં અડધી ચમચી હિંગ નાખો ત્યારબાદ તેમાં ખાટી છાશ નાખો ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર હળદર મીઠુ નાખી બરાબર મિક્સ કરી લો

  3. 3

    હવે બાંધેલો લોટ છે તેને સંચામાં ભરી તેમાંથી આ ખાટી છાશ માં ગાંઠીયા પાડો. ગાંઠીયા પડી ગયા બાદ તેને આઠ થી 10 મિનિટ માટે ઉકળવા દો અને તેમાં થોડું પાણી નાખો તૈયાર છે લાઈવ ગાંઠિયાનું શાક.

  4. 4

    ગાઠીયાનુ શાક ભાખરી સાથે અને ખીચડી સાથે લઇ શકો છો અને સાથે કાંદા બહુ જ સરસ લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mita Mer
Mita Mer @Mita_Mer
પર

Similar Recipes