ગુજરાતી કાઠીયાવાડી કઢી/ વરાની સફેદ કઢી

Mita Mer
Mita Mer @Mita_Mer

#શાક
તમે પણ બનાવો વરા માં બનતી કાઠિયાવાડી સફેદ કઢી

ગુજરાતી કાઠીયાવાડી કઢી/ વરાની સફેદ કઢી

#શાક
તમે પણ બનાવો વરા માં બનતી કાઠિયાવાડી સફેદ કઢી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ગ્લાસ ખાટી છાશ
  2. 1 મોટો ચમચોચણાનો લોટ
  3. સ્વાદ અનુસાર મીઠું
  4. 1 મોટી ચમચીગોળ
  5. 1મરચું
  6. 1આદુનો ટુકડો
  7. પાંચ-છ મીઠા લીમડાના પાન
  8. ચારથી પાંચ લવિંગ
  9. 3તજ
  10. અડધી ચમચી રાઈ
  11. અડધી ચમચી જીરૂ
  12. ચપટીહિંગ
  13. અડધો ગ્લાસ પાણી
  14. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ છાશ લઈને તેમાં લોટ નાખો ત્યારબાદ આદુ મરચાં મીઠું ગોળ લીમડાના પાન અને પાણી નાંખીને એકદમ સરસ મિક્સ કરી લો.

  2. 2

    ત્યારબાદ આ બધું સરસ ઉકાળવાનું છે અને ચમચાથી હલાવતાં રહેવું જેથી કરીને તે નીચે ચોટવું જોઈએ નહીં

  3. 3

    હવે એક નાનું પેન લઇ તેમાં ઘી મૂકો ત્યારબાદ તેમાં રાઈ જીરું લવિંગ હિંગ લઈ બધાનો એક વઘાર કરવાનો છે

  4. 4

    હવે આ વઘારને આપણે જે કઢી ઉકાળવા મૂકી છે તેમાં નાખવાનો છે. ત્યારબાદ તેને 5 મીનિટ માટે ઉકળવા દેવાની છે.

  5. 5

    તૈયાર છે ગુજરાતી કાઠીયાવાડી કઢી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mita Mer
Mita Mer @Mita_Mer
પર

ટિપ્પણીઓ

Similar Recipes