ગુજરાતી ફાફડા કઢી

Pooja Bhumbhani
Pooja Bhumbhani @cook_16923965
Botad, Gujarat

#ગુજરાતી #VN

ફાફડા કઢી એ ગુજરાતનો ફેમસ નાસ્તો છે. આખી દુનિયામાં આ વખણાય છે.. એકવાર જરૂર બનાવજો...

ગુજરાતી ફાફડા કઢી

#ગુજરાતી #VN

ફાફડા કઢી એ ગુજરાતનો ફેમસ નાસ્તો છે. આખી દુનિયામાં આ વખણાય છે.. એકવાર જરૂર બનાવજો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
3 વ્યક્તિ
  1. ફાફડા માટેની સામગ્રી :
  2. 250 ગ્રામબેસન
  3. 1 ચમચીપાપડનો સોડા
  4. 1 ચમચીઅજમો
  5. 3 ચમચીતેલ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. તેલ તળવા માટે
  8. કઢી માટેની સામગ્રી :
  9. 1વાટકી મોળું દહીં
  10. 1વાટકી પાણી
  11. 1વાટકી બેસન
  12. 7-8મીઠાં લીમડાનાં પાન
  13. 1 ચમચીહળદર
  14. 1 ચમચીધાણા જીરૂં પાવડર
  15. 2લીલા મરચાં કાપેલાં
  16. 1 ચમચીરાઈ
  17. 1 ચમચીખાંડ
  18. અડધી ચમચી હિંગ
  19. તેલ વઘાર માટે
  20. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    ફાફડા બનાવાની રીત :બેસનને ચાળીને એક વાસણમાં લઇ લો.. હવે તેમાં અજમાને મસળીને નાખો. ત્યારબાદ પાપડ સોડા, મીઠું, તેલ નાખી મિક્સ કરી લો..

  2. 2

    હવે પાણીની મદદથી રોટલી જેવો લોટ બાંધી લો.. હવે તેને તેલ લગાડીને 4-5મિનિટ માટે મસળી લો..

  3. 3

    હવે આ લોટમાંથી નાના લાંબા લુઆ કરી પાટલી ઉપર હથેળીની મદદથી દબાવીને ફાફડા બનાવી લો.. હવે તેને ગરમ તેલમાં તળી લો. તેલ વધારે ગરમનાં હોય એનું ધ્યાન રાખવું. હવે તેને બેય સાઈડથી 1-1 મિનિટ થવા દઈ કાઢી લો.. હવે આ જ રીતે બધા ફાફડા તૈયાર કરી લો..

  4. 4

    કઢી બનાવાની રીત :બેસનની અંદર દહીં, પાણી મિક્સ કરી બેટર બનાવી લો.. હવે વઘાર માટે તેલ મૂકી તેમાં રાઈ, હિંગ, લીમડો, લીલા મરચાં અને હળદર ઉમેરો.. હવે આ બધું સંતળાય જાય એટલે બેસન અને દહીંનું મિશ્રણ ઉમેરો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખો.. લીલા ધાણા ઉમેરો.. 2 મિનિટ ઉકાળો. હવે આપણી ફાફડાની કઢી તૈયાર છે..

  5. 5

    ફાફડા અને કઢીને એક પ્લેટમાં લઇ લીલા તળેલાં મરચાં સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Bhumbhani
Pooja Bhumbhani @cook_16923965
પર
Botad, Gujarat
My Recipe Youtube Channel :: Pooja Ki Desi Gujarati Recipe 👍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes