ફાફડા (Fafda Recipe In Gujarati)

ફાફડા ગુજરાતનું ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત ફરસાણ છે જે ગુજરાતીઓ નો પ્રિય નાસ્તો છે. બેસન માંથી તળીને બનાવવામાં આવતા ફાફડા સામાન્ય રીતે કઢી, કાચા પપૈયાનો સંભારો અને તળેલા મરચા ની સાથે પીરસવામાં આવે છે. ફાફડા અને જલેબીનું કોમ્બિનેશન એક ખુબ જ સરસ નાસ્તા નો પ્રકાર છે જે ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.
ફાફડા (Fafda Recipe In Gujarati)
ફાફડા ગુજરાતનું ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત ફરસાણ છે જે ગુજરાતીઓ નો પ્રિય નાસ્તો છે. બેસન માંથી તળીને બનાવવામાં આવતા ફાફડા સામાન્ય રીતે કઢી, કાચા પપૈયાનો સંભારો અને તળેલા મરચા ની સાથે પીરસવામાં આવે છે. ફાફડા અને જલેબીનું કોમ્બિનેશન એક ખુબ જ સરસ નાસ્તા નો પ્રકાર છે જે ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બેસનને એક ચારણીથી ચાળી લેવું. હવે એક નાના વાડકામાં મીઠું, બેકિંગ સોડા અને હિંગ ઉમેરી એમાં પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લેવું.
- 2
હવે લોટ ની વચ્ચે ખાડો કરીને એમાં તૈયાર કરેલું પાણી ઉમેરી દેવું તેમાં તેલ ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લેવું. હવે તેમાં અજમા અને અધકચરા વાટેલા કાળા મરી ઉમેરીને બરાબર હલાવી લેવું. હવે તેમાં એકવારમાં 1 ટેબલસ્પૂન પાણી ઉમેરતા જઈ ને મિક્સ કરતા જવું અને ઢીલો લોટ બાંધી લેવો. પાણી વધારે પડી ના જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું.
- 3
હવે લોટની ઉપર ૧ ટીસ્પૂન તેલ ઉમેરીને લોટ ને મુલાયમ થાય ત્યાં સુધી મસળવો. હવે લોટમાંથી 32 એકસરખા લંબગોળાકાર લુઆ બનાવી લેવા. લુવાને ઢાંકી દેવા અને બધા ફાફડા બની જાય ત્યાં સુધી ઢાંકેલા રાખવા નહીંતર સૂકા થઈ જાય છે.
- 4
હવે લાકડાના બોર્ડ પર એક લુઆ ને લઈને હથેળી નાં નીચેના ભાગ ની મદદથી ઉપરની તરફ ખેંચવું. આ રીતે પાંચ થી છ ઇંચનો એક ફાફડો તૈયાર થશે. હવે એક ધારદાર પટ્ટી ચપ્પુની મદદથી ઉપરથી નીચેની તરફ એકવારમાં ફાફડા ને ઉખાડી લેવો. ધીરે કરવાથી ફાફડા ના ટુકડા થઈ જશે. ચપ્પુ ને સીધું રાખીને ઉખાડવાથી આસાનીથી ફાફડા લાકડાના બોર્ડ પર થી ઉખડી જાય છે. દરેક ફાફડા ઘસતી વખતે હથેળીને સાફ કરી લેવી.
- 5
એક પેનમાં મીડીયમ તાપ પર તેલ ગરમ કરવું. તળવા માટે મોટું વાસણ પસંદ કરવું જેથી કરીને આખા ફાફડા આસાનીથી તળી શકાય. ફાફડા અને મીડીયમ થી ધીમા તાપે તળી લેવા. ફાફડા ને તળતા લગભગ એક બાજુ બે થી ત્રણ મિનિટ લાગે છે. ફાફડા ઘસતા જવા અને તળતા જવા આ રીતે બધા ફાફડા તૈયાર કરી લેવા.
- 6
કઢી બનાવવા માટે એક વાસણમાં બેસન અને દહીં મિક્ષ કરી લેવું. હવે તેમાં પાણી ઉમેરીને બરાબર હલાવી લેવું જેથી કરીને એકરસ મિશ્રણ બની જાય.
- 7
એક વાસણમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરવી. રાઈ ફૂટે એટલે તેમાં હિંગ અને લીલા મરચાં નાં ટુકડા ઉમેરીને દહીં અને બેસન નું મિશ્રણ ઉમેરી દેવું. હવે તેમાં મીઠું, ખાંડ અને હળદર ઉમેરીને બરાબર હલાવી લેવું. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું અને મીડીયમ તાપ પર જ્યાં સુધી કઢી જાડી થઈ જાય ત્યાં સુધી પકાવવી.
- 8
પપૈયા નો સંભારો બનાવવા માટે પપૈયાને ધોઈને છોલીને છીણી લેવું. હવે એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરવી. રાઈ ફૂટે એટલે તેમાં હિંગ અને લીલા મરચા ઉમેરવા. થોડીવાર સાંતળીને તેમાં પપૈયાની છીણ, હળદર અને મીઠું ઉમેરવું. બધુ બરાબર હલાવી લેવું.
- 9
ત્રણ થી ચાર મિનિટ માટે મિડિયમ તાપ પર પકાવીને ગેસ બંધ કરી દેવો.
- 10
ગરમાગરમ ફાફડા ને કઢી અને પપૈયા ના સંભારા તેમજ તળેલા મરચા સાથે પીરસવા. ફાફડા અને જલેબી નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફાફડા (Fafda Recipe In Gujarati)
#GA4#Week7#breakfast#ફાફડા#fafda#દશેરા#dussehraપ્રસ્તુત છે ગુજરાતીયોનો મનપસંદ બ્રેકફાસ્ટ ફાફડા। સવાર સવાર માં ફરસાણ ની દુકાન પર ફાફડા લેવા માટે લોકો લાઈન લગાવે છે. ફાફડા ખાવા માં ખૂબ ફરસા લાગે છે. તેને બેસન ની ચટણી, પપૈયા નો સંભારો અને વઘારેલા મરચાં સાથે સર્વ કરવા માં આવે છે. દશેરા ના દિવસે તો ખાસ ફાફડા અને જલેબી ખાવાની પરંપરા છે. મેં અહીં ફાફડા સાથે જલેબી અને સમોસા સર્વ કર્યા છે. બજાર ના ફાફડા માં ખારો આગળ પડતો નાખવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે સારો નથી. ઘર માં બનાવેલ ફાફડા માં ખારો જરૂર પ્રમાણે જ નાખવા માં આવે છે. Vaibhavi Boghawala -
ગુજરાતી નો પ્રખ્યાત નાસ્તો ફાફડા ને સંભારો
ફાફડા એ ખૂબ જ લોકપ્રિય નાસ્તો છે જે નાસ્તામાં અથવા નાસ્તા તરીકે આપવામાં આવે છે. તે રવિવારના રોજ નાના સ્ટોલો અથવા દુકાનોમાં પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. દશેરા દરમિયાન પણ પ્રખ્યાત ઉત્સવની વાનગી પપૈયા સમાબા રાજશ્રી અને તળેલા મરચાં અને જલેબી સાથે પીરસવામાં આવે છે. તેથી દશેરાના ઉત્સવના પ્રસંગે હું તમારી સાથે ફાફડા રેસીપીને શેર કરીશ.Nita Bhatia
-
ગુજરાતી ફાફડા (Fafda Recipe In Gujarati)
ગુજરાતી ફાફડા આમ તો આખા દેશમાં દશેરાના દિવસે ખવાતા હોય છે પરંતુ ગુજરાતીઓ તો લગભગ દર અઠવાડિયે ખાતા જ હોય છે દરેક ગુજરાતીઓને ફાફડા બ્રેકફાસ્ટમાં ફેવરીટ હોય છેઆજની ફાફડા બનાવ્યા છે તો તેની રેસિપી હું તમારી સાથે શેર કરું છુંઆ રીતે ફાફડા બનાવશો તો ખૂબ જ સોફ્ટ અને બહાર જેવા છે થાય છે Rachana Shah -
ફાફડા જલેબી(fafda jalebi recipe in gujarati)
#દશેરાઆજે દશેરા ના દિવસે ફાફડા અને જલેબી બધા ગુજરાતીઓ ખાય છે..આ બે વર્ષ થી હું ફાફડા ઘરે જ બનાવું છું..આ વખતે જલેબી પણ ઘરે જ બનાવી.. બહું જ સરસ બની છે.. બજારમાં મળે એવાં જ.. ફાફડા અને કઢી સાથે જલેબી .કડક અને અંદર થી જયુસી.. Sunita Vaghela -
-
ફાફડા (Fafda Recipe In Gujarati)
#PSફાફડા એવું ફરસાણ છે કે જે બધા જ લોકો ને ભાવતું હોય.અને ગમે ત્યારે ખાય સકાય છે.ફાફડા નું નામ પડતા જ મોંમાં પાણી આવી જાય છે. Hemali Devang -
-
ફાફડા ગાંઠીયા(Fafda gathiya recipe in Gujarati)
#મોમસૌરાષ્ટ્રમાં સવારે નાસ્તામાં ફાફડા અને કઢી, તળેલા મરચાં,સંભારો.. મમ્મી નાં ઘરે તો રોજ આ આદત હતી.. . અત્યારે લોકડાઉન માં તો ફાફડા બહુ જ યાદ આવે..તો આજે ઘરે જ બનાવી લીધા.. Sunita Vaghela -
ફાફડા (Fafda Recipe In Gujarati)
ફાફડા ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે. ગુજરાત માં ફાફડા સૌથી વધારે ખવાતું ફરસાણ છે. ફાફડા ની સાથે લીલા મરચા ગાજર અથવા પપૈયા નો સંભારો ખાવામાં આવે છે. ઘણી જગ્યાએ ફાફડા સાથે કઢી પીરસવા માં આવે છે. આ એક પરફેક્ટ રેસીપી છે જે સવારે નાસ્તા માં લેવામાં આવે છે.#GA4 #Week4 Bhavini Kotak -
ફાફડા (Fafda Recipe in Gujarati)
#GA4#Weak12#Besanઆજે મેં ચણાના લોટમાંથી ક્રિસ્પી ફાફડા બનાવ્યા છે. જે ચા સાથે ખૂબ જ સારા લાગે છે. Falguni Nagadiya -
જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
જલેબી ફાફડા#ChooseToCook#દશેરા #વિજયાદશમી#ગુજરાતી_ફેવરેટ_ચા_નાસ્તો#જલેબી_ફાફડા#Happy_Dussera#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમારી મા ના હાથમાં અન્નપૂર્ણા માતા નો વાસ હતો. એમની જ પાસેથી હું રસોઈ બનાવતાં શીખી છું. ને મારા સાસુ મા ને મારી રસોઈ ખૂબ જ પસંદ હતી. મારી બંન્ને મા ને યાદ કરીને સમર્પિત કરુ છું.ગુજરાતીઓ ની દશેરા, જલેબી ફાફડા વગર થાય જ નહીં.આમેય બારેમાસ ગુજરાતી ઓ જલેબી ફાફડા ખાવાનાં શોખીન છે . પરંતુ ખાસ રવિવાર નો નાસ્તો એટલે જલેબી ફાફડા. ને દશેરા એટલે જલેબી ફાફડા .. ખરૂં ને ????મારી જલેબી તો ઠીક - ઠીક બને છે. પણ પ્લાસ્ટિક ની બોટલ ની મદદ થી હોં ..... પણ ફાફડા ની સરસ ફાવટ નથી. તૂટી જાય ને લાંબા ન બને. તો આવો તૂટયાં - ફૂટ્યાં , આડા - અવળાં ફાફડા ખાવા .. મસાલા ચા સાથે કાચા પપૈયા નો સંભારો, તળેલાં મરચાં ને કઢી સાથે ખાવાનો આનંદ માણો.. આહાહા... જલસો પડી ગયો . ખરૂં ને ?? સ્વાદ સરસ છે. ઘરમાં બધાં ને ભાવ્યાં .😊😊 મારી મહેનત સફળ થઈ.. હાશ.... 👍👍 Manisha Sampat -
ફાફડા (Fafda Recipe In Gujarati)
#DFTદિવાળી આવે એટલે ફરસાણ અને મિઠાઈની વણઝાર.. પહેલા ફાફડા અને મઠિયા ઘરે જ બનાવતાં પણ હવે વિભક્ત કુટુંબમાં અને working હોઈએ તો તે શક્ય નથી. ગૃહ ઉદ્યોગ કરતી મહિલાઓ ખૂબ સરસ બનાવે અને તેમને પણ કમાણી થાય એ આશ્રયથી તૈયાર મઠિયા અને ફાફડા લાવું.. રસોઈ કરતી વખતે બસ તળી ને ડબો ભરી લઉં અને જમતી વખતે ખાવાની ખૂબ જ મજા પડે. Dr. Pushpa Dixit -
થાઈ ફાફડા વીથ થાઈ કરી
સામાન્ય રીતે ગુજરાતી લોકોને ફાફડા અતિપ્રિય હોય છે અહીં મેં ફાફડા ને થાય સલાડ સાથે fusion કરીને બનાવ્યા છે જે ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે અને સાથે થાય કરી પણ બનાવેલ છે#goldenapron#post_1Devi amlani
-
ફાફડા કઢી(fafada kadhi recipe in gujarati)
#વેસ્ટફાફડા કઢી એ ગુજરાતની ટોપ ટેન રેસીપી માંથી એક રેસીપી છે. Nirali Dudhat -
બટેટા નું શાક (Bateta Shaak Recipe in Gujarati)
#GA4#week4ગુજરાતી ઓ નું પ્રિય બટેટા નું શાક, કાચા પપૈયાં નો સંભારો , તીખી પૂરી , પાપડી ગાંઠીયા, છાસ ,પાપડ સાથે માણો. Neeta Parmar -
ગાંઠીયા અને ફાફડા (Ganthiya & Fafda Recipe In Gujarati)
ગાંઠીયા અને ફાફડા એટલે ગુજરાતીઓની શાન છે. ગાંઠીયા અને ફાફડા મળે એટલે ગુજરાતીઓને બીજું કશું જ ના જોઈએ અને એમાં પણ સાથે ચટણી, કાચા પપૈયા નો સંભારો અને આથેલા મરચાં હોય એટલે મજા પડી જાય. ગુજરાતીઓની રવિવારની સવાર એટલે ગાંઠીયા અને ફાફડા ની સાથે જ હોય. Shah Rinkal -
ગુજરાતી ફાફડા કઢી
#ગુજરાતી #VNફાફડા કઢી એ ગુજરાતનો ફેમસ નાસ્તો છે. આખી દુનિયામાં આ વખણાય છે.. એકવાર જરૂર બનાવજો... Pooja Bhumbhani -
ફાફડા (Fafda Recipe In Gujarati)
Weekend special recipe .weekend આવે એટલે સ્પેશિયલ ફાફડા બનવાના,અમે Hyderabad રહીએ તો અહીંયા ફાફડા મળે તો ખરા પણ અમે રહીએ ત્યાંથી બહુ દૂર જવું પડે,એટલે અમે ઘરે જ બનાવીએ.મારા husband ને બહુ ભાવે,કેટલી બધી ટ્રાય પછી હવે સારા બને છે. Jigisha mistry -
દશેરા સ્પેશિયલ ગરમાગરમ ફાફડા તથા ગરમાગરમ ગાંઠીયા
દશેરા તથા દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, છેલ્લાં બે દિવસથી ન્યૂઝપેપરમાં વાંચુ છું કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હેલ્થ ડિપાર્ટમેન્ટની ફ્લાઈંગ સ્ક્વોડ શહેરની વિવિધ ફરસાણની દુકાનોમાંથી બેસન, તેલ, ઘી, મસાલા, દૂધનો માવો જેવા ખાદ્ય પદાર્થોનાં સેમ્પલ લઈને તેની ગુણવત્તા ચકાસવા લેબોરેટરીમાં મોકલી આપે છે. તેમાંથી ૯૪૮ કિલો હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશન પાસે ફૂડ ટેસ્ટીંગ માટેની એક જ લેબોરેટરી છે જેના કારણે ફૂડ સારી ગુણવત્તાનું છે કે નહીં એનો રિપોર્ટ આવતા ૧૪ દિવસ જેટલો સમય લાગે છે. દશેરાનાં તહેવારને હવે ફક્ત ૨ દિવસ બાકી છે. ફરસાણની દુકાનોવાળા આડે દિવસે ગરમ ફાફડા બનાવે પણ દશેરા પર ફાફડાની માંગ વધુ હોવાથી ૨-૩ દિવસ અગાઉથી બનાવવાનાં શરૂ કરી દેતા હોય છે એટલે દશેરાએ ફાફડા ખાવા હોય તો ગરમ તો ન જ મળે ઉપરથી પૈસા આપીને ટોકન લઈને લાઈનમાં ઉભા રહેવું પડે એમાં પણ આપણે શુદ્ધ ક્વોલિટીનાં પૈસા આપીએ અને કેવી ક્વોલિટીનાં ફાફડા આપણે ખાઈશું એની કોઈ ગેરન્ટી હોતી નથી. તો આ અંગે વિચાર કરીને આજે મેં ઘરે ફાફડા બનાવવાનું નક્કી કર્યું, પહેલી વખત બનાવ્યા, અને ખરેખર સરસ બન્યા. સાથે એજ લોટમાંથી ગાંઠીયા પણ બનાવ્યા, તો બંનેની રેસીપી હું પોસ્ટ કરું છું. તમે પણ બનાવો, ખાઓ અને તમારા અનુભવ મને ચોક્ક્સથી જણાવજો. Nigam Thakkar Recipes -
ફાફડા (fafda recipe in Gujarati)
#સાતમ#વેસ્ટ સાતમ-આઠમ આવે એટલે દરેક ગુજરાતીના ઘરમાં ફાફડા તો બને જ Nisha -
જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
#TT1જલેબી અને ફાફડા ગાંઠીયા ગુજરાતી લોકો માં ખૂબજ પ્રિય નાસ્તો છે સવાર માં જલેબી ફાફડા મળી જાય તો એનાથી સારો નાસ્તો જ ન હોય.ઘરે સરસ અને આશાની થી બનાવી સકાય છે બહાર જેવા જ . એ પણ ફટાફટ જાજી આગોતરી તૈયારી વિના.જલેબી ગાંઠીયા સાથે મજા આવે એક બીજા વિના બને અધૂરા છે. Varsha Karia I M Crazy About Cooking -
ફાફડા
#સ્નેક્સમિત્રો આપણે ફાફડા અને જલેબી કાયમ ખાતા હોઈએ છીએ તો ચાલો આજે આપણે ફાફડાની રેસીપી જોઈને જાતે બનાવતા શીખીએ Khushi Trivedi -
પપૈયા નો કાચો સંભારો (Papaya Kacho Samabharo Recipe In Gujarati)
ખાસ કરીને ગાંઠીયા સાથે આ સંભારો પીરસવામાં આવે છે Sonal Karia -
કાચા પપૈયા સલાડ (Raw papaya salad Recipe in Gujarati)
મારા ત્યાં આ કચુંબર ને ખાખરા સાથે ખવાય છે.બાકી તો જો ગાંઠિયા ફાફડા કે પાપડી મળી જાય તો આ કચુંબર સાથે ખાવા ની મજા જ કંઈક અલગ છે#સપ્ટેમ્બર Nidhi Sanghvi -
ખમણ ઢોકળા (Khaman dhokla recipe in Gujarati)
ખમણ ઢોકળા એ ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત ગુજરાતી નાસ્તા નો પ્રકાર છે જે બેસન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફટાફટ બની જતા ખમણ ઢોકળા લીલી ચટણી અને ચા કે કોફી સાથે પીરસવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#FFC1#cookpadindia#cookpad_gu spicequeen -
પપૈયાનો લોટવાળો સંભારો (papaya Sambharo Recipe In Gujarati)
#સાઇડગુજરાતીઓની થાળીમાં સંભારો ન હોય તો જમવાનું અધૂરું લાગે. ઘણા અલગ અલગ પ્રકારના સંભારા બનતા હોય છે કાચો સંભારો, વઘારેલો સંભારો. અહીં આપણે કાચા પપૈયાનો લોટ વાળો વઘારેલો સંભારો બનાવીશું. જે સ્વાદમા ખૂબ ટેસ્ટી બને છે. શાકની બદલે પણ લઈ શકાય. Chhatbarshweta -
વાટી દાળના ખમણ (Vati Dal Na Khaman Recipe In Gujarati)
#વેસ્ટ#પોસ્ટ6વાટી દાળના ખમણ એ ગુજરાતનો ખુબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય નાસ્તો છે. ફક્ત ચણાની દાળમાંથી બનાવવામાં આવતા ખમણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ ખમણ ને તળેલા લીલા મરચાં અને કાંદા સાથે ખાવામાં આવે તો એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. spicequeen -
ઝૂણકા ભાકર (Zunka bhakar recipe in Gujarati)
ઝૂણકા મહારાષ્ટ્રીયન ડીશ છે જે બેસન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ખૂબ જ સરળ અને ઓછી સામગ્રીથી બની જતી ડીશ શાકભાજીની અવેજી માં ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઝૂણકા ને ભાકર એટલે કે જુવાર કે બાજરાની રોટલી કે રોટલા સાથે પીરસવામાં આવે છે. ઝૂણકા ભાકર અને ઠેચા નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#MAR#cookpadindia#cookpad_gu spicequeen -
કુંભણીયા ભજીયા (Kumbhaniya bhajiya recipe in Gujarati)
કુંભણીયા ભજીયા સુરતની પ્રખ્યાત વાનગી છે જે લીલા ધાણા, લીલું લસણ, મેથી અને લીલા મરચાં થી બનાવવામાં આવે છે. બેસન કરતાં ભાજી નું પ્રમાણ વધારે હોવાથી આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી બને છે. ભજીયા ઠંડા પણ ખાવામાં સારા લાગે છે. કાંદા, તળેલા લીલા મરચા અને ચા - કોફી સાથે આ ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK3#MS#cookpadindia#cookpad_gu spicequeen -
ફાફડા(Fafda recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ ૫પરંપરાગત બેસન ફાફડા હુ નાનપણથી છઠ્ઠ અને સાતમ મા ખાવ છુ. મારા મમ્મી બનાવતા હતા અને મારા સાસુમા એ શીખવાડેલ છે. Avani Suba
More Recipes
ટિપ્પણીઓ (23)