રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોઅડદનો લોટ
  2. 1 કિલોઘી
  3. 1 કિલોખાંડ
  4. 250 ગ્રામગુંદ
  5. 250 ગ્રામડ્રાયફ્રુટ કાજુ બદામ દ્રાક્ષ
  6. ૨૫૦ ગ્રામ મોળો માવો
  7. 50 ગ્રામઅડદિયા નો મસાલો
  8. 50 ગ્રામસૂંઠ ગંઠોડા નો પાવડર
  9. 1 કપદૂધ
  10. 1 કપઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં અડદનો લોટ લો તેને ધાબો દેવા તેમાં એક કપ ઘી અને એક કપ દૂધ નાખીને લોટને બરાબર મિક્સ કરો પછી લોટને ૨૦ મિનિટ ઢાંકીને રાખી દો 20 મિનિટ પછી લોટને ઘઉંના ચારણીથી ચાળી લો એટલે કરકરો લોટ થશે

  2. 2

    ગુંદ ને એક મિક્સર ના જાર મા લઈને ક્શ કરો હવે એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો તેમાં પહેલા ક્રશ કરેલો ગુંદ તળી લો અને કાઢી લો હવે બચેલા ઘીમાં ધાબો દઈ ને ચાલેલો લોટ નાખો લોટને ધીમા તાપે શેકવુ થોડો શેકાઈ જાય પછી તેની અંદર માવો નાખવો માવો નાખીને ગોલ્ડન રંગનો થાય ત્યાં સુધી લોટ શેકવો

  3. 3

    લોટ શેકાઈ જાય પછી તેમાં તળેલો ગુંદ અડદિયા નો મસાલો સુઠ ગંઠોડાનો પાવડર નાખવો

  4. 4

    સેકેલા લોટમાં ચાસણી નાખવી અને પછી ધીમા

  5. 5

    હવે આપણે ચાસણી બનાવી શું ગેસ પર તપેલી મૂકી ને તેમાં ખાંડ નાખવી ખાંડ ડૂબે તેટલું પાણી નાખવું અને એક તારની ચાસણી તૈયાર કરવી ચાસણી તૈયાર થાય એટલે બે આંગળીઓ વચ્ચે ચાસણી લઈને એકતા થાય એ જુઓ એક તાર થઇ જાય એટલે આપણી ચાસણી તૈયાર

  6. 6

    હવે લોટની અંદર ચાસણી નાંખી દેવી અને હલાવવું ઘી છૂટું પડશે તોપણ હલાવતા જાવ

  7. 7

    હવે મિશ્રણમાં ડ્રાયફ્રૂટ એડ કરી દો અને મિશ્રણ ઠંડુ થાય પછી તેના અડદિયા વાળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020
પર

ટિપ્પણીઓ

Similar Recipes