મસાલા રીંગણા બટેટા

Rachana Chandarana Javani
Rachana Chandarana Javani @cook_17814307

મસાલા રીંગણા બટેટા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ માટે
  1. ૪-૫ રીંગણા
  2. બટેટા
  3. ૧ ટમેટું
  4. ૨ચમચી ચણાનો લોટ
  5. ચપટીહિંગ
  6. ૧/૨ ચમચી હળદર પાઉડર
  7. ૨ચમચી લાલ મરચા પાઉડર
  8. ૧ ચમચી ધાણજીરૂ
  9. ૧ ચમચી ગરમ મસાલો
  10. ૨ચમચી સૂકવેલી લીલી મેથી
  11. ૨ ચમચા તેલ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીંગણા ના ડિતિયા કાઢી લો અને બટેટા ની છાલ કાઢી નાખી બરાબર ધોઈ લો

  2. 2

    હવે રીંગણા બટેટા ને સમારી લો સાથે એક ટમેટું પણ સમારી લેવું

  3. 3

    ગેસ પર એક કુક્કર લઇ તેમાં દોઢ ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકવું

  4. 4

    તેલ થાય એટલે તેમાં હિંગ નાખી સમારેલા રીંગણા બટેટા ને નાખી હલાવી દેવું અને ૨-૩ મિનિટ માટે ચડવા દેવું

  5. 5

    એક વાટકો લઇ તેમાં ચણાનો લોટ, હળદર,મરચું,ગરમ મસાલો, ધાણાજીરું,મીઠું અને સૂકવેલી લીલી મેથી નાખી મિક્સ કરીને તેમાં અડધો ચમચો તેલ નાખી બરાબર મિક્સ કરી લેવું

  6. 6

    આ મિશ્રણ ને કુકર મા નાખી બરાબર મિક્સ કરી ને ૧-૨ મિનિટ ચડવા દેવું જેથી બધા જ મસાલા શાક સાથે સરસ રીતે મળી જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Chandarana Javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes