ગુંદર ની પેંદ

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#હેલ્થી #પોસ્ટ-2
#lndia #પોસ્ટ-1

ગુંદર ની પેંદ

#હેલ્થી #પોસ્ટ-2
#lndia #પોસ્ટ-1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 લિટરદૂધ
  2. 200 ગ્રામસાકર
  3. 100 ગ્રામગુંદર
  4. 100 ગ્રામસુકા નારિયેળ નું છીણ
  5. 100 ગ્રામબદામ અધકચરી
  6. 3 ટેબલ સ્પૂનસૂંઠ પાઉડર
  7. 3 ટેબલ સ્પૂનગંઠોડા પાઉડર
  8. 100 ગ્રામઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તાવડી માં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે એમાં ગુંદર તળી ને એક પ્લેટ માં કાઢી લો.

  2. 2

    હવે ઘી વાળી તાવડી માં દૂધ નાખી, દૂધ અડધું થાય ત્યાં સુધી ઊકાળો.

  3. 3

    દૂધ અડધું થયા પછી તાવડી માં ધીરે ધીરે ગુંદર નાખતા જાઓ અને હલાવતા રહો. જેમ જેમ ગુંદર નાખતા જશો એમ દૂધ ફાટતું જશે.

  4. 4

    ગુંદર નાખ્યા બાદ થોડી વાર પછી સાકર નાખો. સતત હલાવતા રહેવું.

  5. 5

    જાડું થવા આવે એટલે બધો મસાલો નાખી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી ઠંડી થાય એટલે એક એર ટાઈટ ડબ્બા માં ભરી લો.

  6. 6

    શિયાળા માં સવારના નાસ્તા માં ખાવા થી હેલ્થ સારી રહે છે.

  7. 7

    નોર્મલ તાપમાન માં 2-3 દિવસ સારી રહે છે. જો ફ્રિજ માં મુકો તો સર્વ કરતા પહેલા થોડી ગરમ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

ટિપ્પણીઓ

Similar Recipes