દાળ-ઢોકળી

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

#હેલ્થી
#india
#GH
દાળ ઢોકળી તો નોર્મલી બધાં ગુજરાતી ઓ ના ઘરમાં બનતી જ હોય છે . દાળ જે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે, અને ગુણો થી ભરપૂર છે, તો આજે હું દાળ નો ઉપયોગ કરી ને હેલ્ધી અને દેશી દાળ ઢોકળી ની રેસિપી લઈ ને આવી છું.

દાળ-ઢોકળી

#હેલ્થી
#india
#GH
દાળ ઢોકળી તો નોર્મલી બધાં ગુજરાતી ઓ ના ઘરમાં બનતી જ હોય છે . દાળ જે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે, અને ગુણો થી ભરપૂર છે, તો આજે હું દાળ નો ઉપયોગ કરી ને હેલ્ધી અને દેશી દાળ ઢોકળી ની રેસિપી લઈ ને આવી છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
  1. 1 કપતુવેર દાળ
  2. 2ગ્લાસ પાણી
  3. 3 ચમચીખાંડ
  4. 2 ચમચીલીંબુ નો રસ
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 2 ચમચીમરચું પાવડર
  7. 1/ 2 ચમચી હળદર
  8. 1/2 ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીધાણા જીરું પાવડર
  10. 💥ઢોકળી માટે...
  11. 1વાટકો ઘઉં નો લોટ
  12. 1/2વાટકો ચણા નો લોટ
  13. સ્વાદ મુજબ મીઠું
  14. 1/2 ચમચીહળદર
  15. પા ચમચી હિંગ
  16. 1/2 ચમચીગરમ મસાલો
  17. 1 ચમચીમરચું પાવડર
  18. 1/2 ચમચીધાણા જીરું પાવડર
  19. 2 ચમચીતેલ નું મોણ
  20. વઘાર માટે...
  21. 1ચમચો તેલ
  22. 1 ચમચીરાઇ
  23. 1 ચમચીજીરું
  24. 1 ચમચીમેથી દાણા
  25. પા ચમચી હિંગ
  26. 2 ચમચીકાચી શીંગ
  27. 1સૂકું લાલ મરચું
  28. 2તમાલપત્ર
  29. મીઠો લીમડો
  30. 1મોટું ઝીણું સમારેલું ટામેટું
  31. 1 ચમચીછીણેલું આદુ
  32. ગાર્નિશીંગ માટે..
  33. ધાણા ભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ ને ધોઈ ને કુકર માં બાફવા મૂકી દો.

  2. 2

    દાળ બફાય ત્યાં સુધી માં ઢોકળી માટે નો લોટ લઈ તેમાં બધો મસાલો નાખી જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધી લો. (થેપલા નો લોટ બાંધીએ તેવો)

  3. 3

    દાળ બફાઈ ગયા બાદ હવે તેના વઘાર માટે એક પેન માં તલ ગરમ મુકો.

  4. 4

    તેલ ગરમ થાય એટલે તેમાં વઘાર માટે ની સામગ્રી અને ટમેટા નાખી સાંતળો.

  5. 5

    પછી તેમાં બાફેલી દાળ અને મરચું પાવડર, હળદર, મીઠું,ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, ખાંડ, લીંબુ અને 2-3 ગ્લાસ પાણી નાખી તેને ઉકળવા મૂકી દો.

  6. 6

    દાળ ઉકળે ત્યાં સુધી માં ઢોકળી ના લોટ માંથી લુવો લઇ તેની મોટી રોટલી વણી તેના નાના ચોરસ કટકા કરી લો.

  7. 7

    હવે તેને ઉકળતી દાળ માં નાખી 10-15 મિનિટ માટે ઢાંકણ ઢાંકી ચડવા દો. (મીડીયમ આંચ પર)

  8. 8

    ઢોકળી ચડી ગયા બાદ ધાણા ભાજી છાંટી સર્વ કરો. તો રેડી છે આપણી ખાટી, મીઠી અને તીખી દાળ ઢોકળી....

  9. 9

    નોંધ: આ ઢોકળી ઘી નાખી ને ખાવા થી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. વઘાર માં તમે તજ, લવિંગ નો પણ ઉપયોગ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes