રાંધવાની સૂચનાઓ
- 1
ક્વિનોઆ ને 15 મિનિટ પાણી માં પલાળી રાખી પછી ધોઈ લો.
- 2
હવે એક વાસણ માં ત્રણ કપ પાણી નાખી ઉકળવા મુકો, જ્યારે ઉકળો આવે ત્યારે ક્વિનોઆ નાખી ચઢવા દો, જ્યારે પાણી બળી જાય પછી ગેસ બન્દ કરી દો. ક્વિનોઆ બફાઈ ને તૈયાર થઈ જશે.
- 3
એક વાસણ માં તેલ ગરમ કરી જીરું નાખો, ડુંગળી અને મરચા નાખી 2 મિનિટ સાંતળો. હવે શાકભાજી નાખો, બધા મસાલા નાખી મિક્સ કરો.
- 4
2 મિનિટ પછી ક્વિનોઆ નાખી મિક્સ કરો. લીંબુ નો રસ અને કોથમીર નાખો.
- 5
આ મિશ્રણ માંથી નાના નાના ગોળા બનાવી દો.
- 6
અપ્પમ પેન માં આ ગોળા મૂકી, ધીમી આચ પર બન્ને બાજુ થી સેકી લો. ગરમ ગરમ હેલ્ધી ક્વિનોઆ બોલ્સ ને લીલી ચટણી અથવા ટોમેટો સોસ સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10088931












ટિપ્પણીઓ