દેશી બ્રુશેટા ડિસ્ક

આ વાનગી માં મોટા રીંગણ ની કાતરીઓ કરી રવો લગાડીને બેવ બાજુ થોડું તેલ મૂકી ને શેકી લીધી છે. કાતરીઓ બરાબર શેકાઈ જાય એટલે એની ઉપર સાંભરીયું ફેલાવીયું અને એની ઉપર દહીં અને ગળી ચટણી સાથે પીરસવા માં આવ્યું છે.
દેશી બ્રુશેટા ડિસ્ક
આ વાનગી માં મોટા રીંગણ ની કાતરીઓ કરી રવો લગાડીને બેવ બાજુ થોડું તેલ મૂકી ને શેકી લીધી છે. કાતરીઓ બરાબર શેકાઈ જાય એટલે એની ઉપર સાંભરીયું ફેલાવીયું અને એની ઉપર દહીં અને ગળી ચટણી સાથે પીરસવા માં આવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ ની કતારીઓ કરી એમાં કાપા પાડી ને બાજુમાં મૂકી દો.
- 2
લીલો મસાલો બનાવા માટે મિક્સચર જાર માં લીલી કોથમીર, આદું, મરચાં, લસણ ને કાચી કેરી પહેલાં પીસી લો. પછી આખા ધાણા ઉમેરીને થોડું પાણી નાખીને બરાબર પીસી લેવું.
- 3
તૈયાર લિલી પેસ્ટ માં હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, તેલ, લીંબુનો રસ અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી દો.
- 4
તૈયાર લીલો માસલો રીંગણ ની કાતરીઓ પર બેવ બાજુ લગાડો. થોડી વાર માટે બાજુ પર મૂકી દો જેથી કરીને રીંગણ ઉપર બધો મસાલો બરાબર મેરીનેટ થઈ જાય.
- 5
હવે જરૂર મુજબ તેલ એક નોનસ્ટિક પેન માં ગરમ કરો અને રવો ભભરાવો. હવે એના ઉપર મેરીનેટ કરેલી રીંગણ ની કાતરીઓ મુકો.
- 6
બેવ બાજુ ગોલ્ડન બ્રોઉન થાય ત્યાં સુધી શેકી લો.
- 7
એક થાળીમાં ઠંડી થવા દો.
- 8
રીંગણ ની કાતરીઓ ઠંડી થતી હોય ત્યારે બીજી બાજુ સંભારીયું બનાવી લો. શાકભાજી બધા સમારી લો.
- 9
એક વાસણ માં તેલ ગરમ કરવા મુકો અને એમાં રાઇ, જીરું અને મરચાં ના ટુકડા ઉમેરી દો.
- 10
રાઇ તતળે એટલે એમાં સાંભરીયા માટે ની બાકીની બધી સામગ્રીઓ ઉમેરી દો. (લીંબુના રસ સિવાય)
- 11
બધું બરાબર મિક્ષ કરી દો અને 2-3 મિનિટ માટે ચડવા દો. ગૅસ બંધ કરી ને લીંબુનો રસ ઉમેરો.
- 12
હવે સરવિંગ પ્લેટ માં રીંગણ ની કાતરીઓ મુકો અને એની ઉપર તૈયાર કરેલ સંભારીયું બરાબર ફેલાવી લો.
- 13
એની ઉપર દહીં અને ઘટ્ટ ગળી ચટણી મૂકીને પીરસો.
- 14
તૈયાર બ્રુશેટા ને કેરી ના ટુકડા સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ