મકાઈ ના વડા અને ચા🥰

asharamparia
asharamparia @Asharamparia

#ટીટાઈમ
ફ્રેન્ડ્સ, મકાઈ માંથી ઘણી બધી વાનગીઓ બને છે. તેમાં પણ ગરમા-ગરમ ખટમીઠા મકાઈ ના વડા સાથે આદુ, ફુદીના વાળી ચા હોય તો વરસાદ માણવાની મજા પડે.☔🥰

મકાઈ ના વડા અને ચા🥰

#ટીટાઈમ
ફ્રેન્ડ્સ, મકાઈ માંથી ઘણી બધી વાનગીઓ બને છે. તેમાં પણ ગરમા-ગરમ ખટમીઠા મકાઈ ના વડા સાથે આદુ, ફુદીના વાળી ચા હોય તો વરસાદ માણવાની મજા પડે.☔🥰

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ વાટકી મકાઈનો લોટ
  2. ૧/૨ વાટકી મેંદાનો લોટ અથવા ઘઉંનો લોટ (બાઇન્ડિંગ માટે)
  3. ૨ ચમચી લીલા મરચા ની પેસ્ટ
  4. ૧/૨ ચમચી લસણની પેસ્ટ
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. ૨ ચમચી દહીં
  7. ૧ ચમચી મલાઈ
  8. ૨ ચમચી ખાંડ અથવા ખાંડનું બુરું
  9. ૧ ચમચી લાલ મરચું પાવડર
  10. ૨ ચમચી તેલ મોણ માટે
  11. ઝીણી સમારેલી કોથમીર જરૂર મુજબ
  12. ૨ ચમચી તલ
  13. ૨થી૩ ચમચી તલ ગાર્નીશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મકાઈનો લોટ, ઘઉં નો લોટ અને ઉપર જણાવેલા બધા મસાલા, દહીં, ખાંડ,તેલ, કોથમીર ઉમેરીને ભાખરી જેવો કઠણ લોટ બાંધી ત્રણથી ચાર કલાક માટે રેસ્ટ આપવો જેથી તેમાં સરસ આથો આવી જશે અને લોટ પણ થોડો ઢીલો થશે અને વડા અંદરથી સોફ્ટ અને બહારથી ક્રન્ચી થશે.

  2. 2

    ત્રણ કલાક પછી લોટને સારી રીતે મસળી ને નાના -નાના ગોળા ને તેલ લગાવેલા હાથેથી થેપીને વડાનો સેઈપ આપી ઉપર તલ લગાવી દો અને ડીપ ફ્રાય કરી ને આદુ, ફુદીના વાળી ચા સાથે સર્વ કરો.

  3. 3

    વડા ઉપર થી ક્રીસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

ટિપ્પણીઓ

Similar Recipes