ચા સાથે વડા

Kala Ramoliya
Kala Ramoliya @kala_16

#ટીટાઈમ આ વડા ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને ખુબ જ જલ્દી બની જાય છે તો તમે પણ બનાવી જોજો...

ચા સાથે વડા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ટીટાઈમ આ વડા ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને ખુબ જ જલ્દી બની જાય છે તો તમે પણ બનાવી જોજો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. વડા બનાવવા માટે:
  2. ૨-૩ નંગ બાફેલા બટાકા
  3. ૧/૨ ચમચી મરી પાવડર
  4. ૧/૨ ચમચી ધાણાજીરૂ
  5. ૧ ચમચી તલ
  6. ૧ ચમચી મીઠું
  7. ૧/૨ ચમચી લાલ મરચું પાવડર
  8. ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
  9. ૧/૨ ચમચી ખાંડ
  10. ૧ ચમચી લીંબુનો રસ
  11. કોથમીર
  12. ખીરું બનાવવા માટે:
  13. ૧ કપ ચણાનો લોટ
  14. ૧/૨ ચમચી મીઠું
  15. ૧/૪ ચમચી બેકિંગ સોડા
  16. ૧/૪ ચમચી હળદર
  17. મરચા ની પટ્ટી બનાવવા:
  18. ૨-૩ નંગ મરચા ઉભી પટ્ટી કાપેલા
  19. ૧/૪ લીંબુનો રસ
  20. ૧/૨ ચમચી મીઠું
  21. તેલ બધું તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલા બટાકા લઈ લેવા.ત્યારબાદ તેમાં મરી પાવડર,મીઠું,તલ,આદુ મરચા ની પેસ્ટ, ખાંડ, ધાણા-જીરુ પાવડર, લાલ મરચું પાવડર, વરીયાળી પાવડર અને હળદર તેમજ કોથમીર નાખી બધુ સારી રીતે મિક્ષ કરી લેવું.

  2. 2

    વડા માટેનો મસાલો તૈયાર છે તો તેના ગોળા બનાવી લઈએ.

  3. 3

    હવે વડા બનાવવા માટેનું ખીરું તૈયાર કરી લઈએ. તેના માટે સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં ૧/૨ ચમચી મીઠું, ૧/૪ ચમચી હિંગ, ૧/૪ ચમચી બેકિંગ સોડા અને ૧/૪ ચમચી હળદર નાખો. ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી નાખીને ખીરું તૈયાર કરી લઈએ. એક પેનમાં તેલ ગરમ કરો.ધીમી આચે આ વડાને તેલમાં તળી લો.

  4. 4

    આમ એક પછી એક બધા વડા ને તેલમાં તળી લેવા.

  5. 5

    વડા સાથે ખાવાની મરચા ની પટ્ટી માટે ૩-૪ નંગ મરચા ને વચ્ચેથી કાપા પાડી તેના ઉપર ચણાનો લોટ છાંટી અડધી ચમચી મીઠું અને લીંબુનો રસ નાખો બધું મિક્સ કરી થોડું પાણી નાખી આ પટ્ટીને તેલમાં તળી લેવી.વડાને ગરમા-ગરમ ચા તેમજ મરચાની પટ્ટી સાથે સર્વ કરો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes