સ્ટફ્ડ પનીર મકાઈ વડા (Stuffed Paneer Makai Vada Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#EB
#RC1
#week9
વડા આપણે ઘણા બધા અલગ અલગ ઇન્ગ્રીડીયન્સ માંથી બનાવતા હોઈએ છીએ જેવા કે દાળવડા, બાજરીના વડા, ચોખા માંથી બનાવેલા વડા કે પછી મકાઈના લોટ માંથી બનાવેલા મકાઈ વડા. મેં આજે મકાઈ વડા ની અંદર પનીરનું સ્ટફીંગ કરી સ્ટફ્ડ પનીર મકાઈ વડા બનાવ્યા છે. આ વડા અંદરથી પનીર ના સ્ટફિંગને લીધે એકદમ સોફ્ટ બને છે અને બહારનું લેયર મકાઈ ના લોટ નું હોય છે એટલે તે એકદમ ક્રિસ્પી લાગે છે. આ વડાનો સ્વાદ મોટાને તો ભાવે જ છે સાથે નાના બાળકોને પણ ભાવે તેવો બને છે. કોઈ જમણવારમાં ફરસાણ તરીકે, પ્રવાસમાં લઇ જવા માટે કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે આ વાનગી ઘણી અનુકૂળ રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 લોકો માટે
  1. મકાઈના લોટનો ડોહ તૈયાર કરવા માટે:
  2. 300 ગ્રામમકાઈનો લોટ
  3. 2 Tbspઘઉંનો લોટ
  4. 1/4 કપસમારેલી કોથમીર
  5. 1 Tbspઆદુ મરચાની પેસ્ટ
  6. 1 Tspલાલ મરચું પાઉડર
  7. 1/2 Tspહળદર પાઉડર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1 Tspસફેદ તલ
  10. 1/2 Tspઅજમો
  11. 1/2 Tspકુકિંગ સોડા
  12. 1 Tbspતેલ
  13. 3/4 કપખાટું દહીં
  14. પનીરનું સ્ટફિંગ તૈયાર કરવા માટે:
  15. 100 ગ્રામપનીર
  16. 1 Tbspસમારેલી લીલી ડુંગળી ના પાન
  17. 1 Tbspઝીણા સમારેલા કેપ્સીકમ
  18. 1 Tspરેડ ચીલી ફ્લેક્સ
  19. 1/2 Tspગ્રીન હર્બ
  20. મીઠું સ્વાદ અનુસાર
  21. 1/2 Tspઆમચૂર પાઉડર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    મકાઈના લોટનો ડોહ તૈયાર કરવા માટે: સૌપ્રથમ એક મોટા વાસણમાં મકાઈનો લોટ લઇ તેમાં ઘઉંનો લોટ, સમારેલી કોથમીર અને આદુ મરચાની પેસ્ટ ઉમેરવાની છે.

  2. 2

    ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, હળદર, સ્વાદાનુસાર મીઠું, સફેદ તલ અને અજમો ઉમેરવાનો છે.

  3. 3

    હવે તેમાં કુકિંગ સોડા અને તેલ ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  4. 4

    હવે તેમાં થોડું-થોડું દહીં ઉંમરતા જવાનું છે અને લોટ બાંધવાનો છે.

  5. 5

    લોટ(ડોહ)ને મીડીયમ સોફ્ટ રાખવાનો છે લોટ બંધાઈ જાય એટલે તેને બે થી ત્રણ કલાક માટે કિચન ટોવેલ થી કવર કરી સાઈડ પર રાખી દેવાનો છે.

  6. 6

    પનીરનું સ્ટફિંગ તૈયાર કરવા માટે:
    પનીરને હાથથી મસળીને છૂટું પાડવાનું છે. તેમાં સમારેલા કેપ્સીકમ અને સમારેલી લીલી ડુંગળીના પાન ઉમેરવાના છે.

  7. 7

    રેડ ચીલી ફ્લેક્સ, ગ્રીન હર્બ્સ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે.

  8. 8

    આમચૂર પાઉડર ઉમેરવાનો છે.

  9. 9

    બધું બરાબર રીતે મિક્સ કરી આ મિશ્રણમાંથી નાના બોલ્સ બનાવવાના છે.

  10. 10

    તૈયાર કરેલા મકાઈના ડોહ માંથી હાથથી પૂરી જેવું બનાવી તેમાં પનીરના બોલને મૂકી વડા જેવું વાળી લેવાનું છે. વાળતી વખતે જો સાઇડમાંથી ક્રેક્સ પડે તો હાથ ભીનો કરી વાળવાનું છે. હવે આ વડાને ગરમ તેલમાં પહેલા હાઈ ફ્લેમ પર અને પછી સ્લો ફ્લેમ પર તળી લેવાના છે. સ્લો ફ્લેમ પર તળવા ખૂબ જ જરૂરી છે નહિંતર વડા અંદરથી કાચા રહેશે.

  11. 11

    તો અહીંયા આપણા સ્ટફડ પનીર મકાઈ વડા તળાઈને તૈયાર છે.

  12. 12

    જેને મેં ગ્રીન ચટણી, ટોમેટો સોસ અને મસાલા છાશ સાથે સર્વ કર્યા છે.

  13. 13
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes