ઢોકળા મફીન્સ

Dimpal Patel
Dimpal Patel @cook_9966376

#બ્રેકફાસ્ટ રેસીપી
ઢોકળામાં પાલક , ગાજર નો ઉપયોગ કરીને ખૂબ હેલ્થી બનાવવાનો પ્રયાસ કર્યો છે.

ઢોકળા મફીન્સ

#બ્રેકફાસ્ટ રેસીપી
ઢોકળામાં પાલક , ગાજર નો ઉપયોગ કરીને ખૂબ હેલ્થી બનાવવાનો પ્રયાસ કર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ - ૫
  1. ૨૫૦ ગ્રામ ચણાની દાળ
  2. ૫૦ ગ્રામ ચોખા
  3. ૫૦ ગ્રામ અડદની દાળ
  4. ૧/૪ કપ પલાળેલા પૌંઆ
  5. ૧/૪ કપ છીણેલી ગાજર
  6. ૧/૪ કપ પાલક પ્યૂરી
  7. ૨ મોટી ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  8. ૧ મોટી ચમચી આદુ - લસણની પેસ્ટ
  9. ૧/૪ નાની ચમચી હળદર
  10. ૧/૨ નાની ચમચી હીંગ
  11. ૧ નાની ચમચી મીઠું
  12. ૧ પેકેટ ઇનો
  13. ૧ મોટી ચમચી તેલ
  14. ૧ ક્યુબ ચીઝ
  15. ૨ મોટી ચમચી ઝીણા કાપેલા કેપ્સીકમ, ગાજર અને કાંદા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ચણાની દાળ, અડદની દાળ અને ચોખાને ૭ - ૮ કલાક માટે પલાળી દેવા.

  2. 2

    પલાળેલા પૌંઆ, બધી દાળ અને ચોખાને મિક્સરમાં વાટી લો. પછી ફરીથી ૭ - ૮ કલાક માટે ઢાંકીને રહેવા દો.

  3. 3

    ત્યારબાદ તેમાં લીલાં મરચાં ની પેસ્ટ, આદુ - લસણની પેસ્ટ, હીંગ, મીઠું અને છીણેલું ગાજર નાંખીને બરાબર હલાવવું.

  4. 4

    હવે મિશ્રણને બે ભાગમાં વહેંચી લો. એક ભાગમાં પાલકની પ્યૂરી ઉમેરીને બરાબર મિક્સ કરવું.

  5. 5

    ઢોકળાના કૂકરમાં પાણી ગરમ કરવા મૂકવું. મફીન્સ મોલ્ડ માં તેલ લગાડવું.

  6. 6

    ખીરામાં ઇનો નાંખી ને ઝડપથી હલાવવું.

  7. 7

    મફીન્સ મોલ્ડ માં અડધા ભાગ જેટલું પીળા કલરનું ખીરું ભરવું. તેને ઢોકળાના કૂકરમાં ૧ મિનિટ માટે મૂકવું.

  8. 8

    ત્યારબાદ તેની ઉપર પાલકવાળું ખીરું પાથરવું. ઉપર ઝીણા કાપેલા શાકભાજી અને ચીઝ ભભરાવવું. ફરી ઢોકળાના કૂકરમાં ૩ - ૪ મિનિટ માટે મૂકવું.

  9. 9

    થોડા મફીન્સ નીચે પાલકનું ખીરું અને ઉપર પીળા કલરનું ખીરું એ રીતે પણ બનાવવા.

  10. 10

    ટોમેટો કેચપ અને કોથમીરની ચટણી સાથે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimpal Patel
Dimpal Patel @cook_9966376
પર

ટિપ્પણીઓ

Similar Recipes